Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વાંસદામાં જીઓલોજીકલ સર્વે ટીમ પર હુમલો:અજાણ્યા શખ્સોએ પાઇપથી માર મારી ગાડીના કાચ તોડ્યા

    5 days ago

    નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના ચોરવણી ગામે નેશનલ જીઓફીઝીકલ મેપીંગ સર્વે (NGPM) ની કામગીરી કરવા ગયેલી ટીમ પર હિંસક હુમલો થયો છે. અજાણ્યા શખ્સોએ સર્વે કરી રહેલા કર્મચારીઓને ગાળાગાળી કરી, લોખંડના પાઇપ અને ઢીંકા મુક્કાનો માર માર્યો હતો. આ હુમલામાં કંપનીની બોલેરો ગાડીના કાચ પણ તોડી નાખવામાં આવ્યા હતા. ઘટના અંગે વાંસદા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. મૂળ ઉત્તર પ્રદેશના અને હાલ ધરમપુર ખાતે રહેતા સુલભચન્દ્ર તિવારી 'સિજય પ્રોજેક્ટ ઈન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ' કંપનીમાં નોકરી કરે છે. આ કંપનીને 'જીઓલોજીકલ સર્વે ઓફ ઈન્ડિયા' તરફથી દક્ષિણ ગુજરાતના જંગલ વિસ્તારોમાં ગ્રેવીટી અને મેગ્નેટીક સર્વે (NGPM) તેમજ DGPS દ્વારા સર્વેની કામગીરી સોંપવામાં આવી છે. ગઈકાલે સવારે આશરે 10:30 વાગ્યાના સુમારે સુલભચન્દ્ર અને તેમની ટીમ બોલેરો કેમ્પર લઈને વાંસદાના ચોરવણી ગામે પીલવા ડુંગર તરફ જતાં કાચા રસ્તા પર સર્વેની કામગીરી કરી રહ્યા હતા. સર્વે દરમિયાન એક પલ્સર મોટરસાયકલ પર બે અજાણ્યા શખ્સો ત્યાં આવ્યા હતા અને ગાડી રોકી હતી. ત્યારબાદ તેઓએ ગામના અન્ય માણસોને ફોન કરીને બોલાવ્યા હતા. જોતજોતામાં 5 થી 6 માણસોનું ટોળું એકઠું થઈ ગયું હતું. આ ટોળાએ સર્વે કરવા બાબતે ઉગ્ર દલીલો કરી ગાળાગાળી શરૂ કરી હતી. હિંસક બનેલા ટોળાએ સુલભચન્દ્રને જાનથી મારી નાખવાની ધમકી આપી, લોખંડના પાઇપ વડે તેમના બરડાના ભાગે ફટકા માર્યા હતા. અન્ય કર્મચારીઓ સાથે પણ ઝપાઝપી કરી ઢીંકા મુક્કાનો માર મારવામાં આવ્યો હતો. આટલેથી ન અટકતા, શખ્સોએ છૂટા પથ્થરો મારી કંપનીની બોલેરો ગાડીના કાચ તોડી પાડી નુકસાન પહોંચાડ્યું હતું. આ મામલે સુલભચન્દ્ર તિવારીએ વાંસદા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ 189(4), 190, 191, 115(2), 351(2), 352, 125(1), 324(6) તેમજ જી.પી. એક્ટ કલમ-135 મુજબ ગુનો દાખલ કર્યો છે. હાલ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ.એચ. પટેલ આ મામલે વધુ તપાસ કરી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    મોદીએ કહ્યું હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરવાનું સ્વીકાર્ય નથી:કોરોનાની જેમ કસોટીનો સમય, ધીરજ રાખી, એકથઇને લાંબો સમય લડવાની તૈયારી કરો; વાતચીતથી જ ઉકેલ આવશે
    Next Article
    ધ્રાંગધ્રાની ગોકુલ સોસાયટી: વરસાદી પાણીનો સંગ્રહ કરી પીવામાં ઉપયોગ:17 વર્ષથી ભૂગર્ભ ટાંકામાં પાણી સંગ્રહ, આરોગ્ય અને આર્થિક લાભ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment