Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શહીદ દિન નિમિત્તે શહેર કોંગ્રેસ દ્વારા ક્રાંતિવીરોને ભાવાંજલિ અર્પી:"એ મેરે વતન કે લોગો, જરા આંખો મેં ભર લો પાની...જો શહીદ હુએ હૈ ઉનકી, જરા યાદ કરો કુરબાની"

    4 days ago

    આજે 23મી માર્ચ એટલે કે ભારત માતાના અમર સપૂત શહીદ ભગતસિંહ, શહીદ સુખદેવ અને શહીદ રાજગુરુનો બલિદાન દિવસ, દેશની આઝાદી કાજે હસતા મુખે ફાંસીના માચડે ચડી જનાર આ ત્રણેય મહાન ક્રાંતિકારીઓની સ્મૃતિમાં આજે સમગ્ર દેશ તેમને નમન કરી રહ્યો છે ત્યારે ભાવનગર શહેર કોંગ્રેસ દ્વારા હલુરિયા ચોક ખાતે આવેલ શહીદ સ્મારક ખાતે પુષ્પાંજલિ અર્પણ કરી શહીદો અમર રહો ના નારા લગાવ્યા હતા, આજના આઝાદ અને શાંતિમય ભારતનો પાયો જેમના બલિદાન પર ટકેલો છે, તેવા શહીદોને યાદ કરવા માટે ભાવનગર શહેર કોંગ્રેસ દ્વારા શહીદ સ્મારક ખાતે પુષ્પાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, શહેર કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકરોએ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી શહીદોની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કરી શહીદો અમર રહો ના નારા લગાવ્યા હતા, આજે આપણે જે સ્વતંત્રતાનો શ્વાસ લઈ રહ્યા છીએ તે આ વીરોના સર્વોચ્ચ બલિદાનને આભારી છે, તેમની શહાદત આવનારી પેઢીઓ માટે કાયમ પ્રેરણારૂપ રહેશે, ક્રાંતિવીરોના આદર્શોને યાદ કરી દેશની એકતા અને અખંડિતતા જાળવી રાખવાનો સંકલ્પ લેવામાં આવ્યો હતો, આ અંગે શહેર કોંગ્રેસ પ્રમુખ લાલભા ગોહિલએ જણાવ્યું હતું કે, ​આજે 23મી માર્ચ એટલે શહીદ ભગતસિંહ, શહીદ સુખદેવ અને શહીદ રાજગુરુનો આજે કુરબાનીનો દિવસ છે જે એવા શહીદ હતા કે જેણે હસતા મુખે પોતે ફાંસી ઉપર લટકી ગયા હતા, માત્ર ને માત્ર દેશ માટે, ​અત્યારે જે આપણા દેશમાં શાંતિથી આપણે જીવીએ છીએ ને, એ બધા શહીદોને આભારી છીએ.
    Click here to Read More
    Previous Article
    વડોદરામાં તળાવમાં નહાવા ગયેલા 4 યુવાન ડૂબ્યા:બે યુવાનનો બચાવ અને બે ગુમ, કીચડમાં ફસાઈ ગયા હોવાની આશંકા; શોધખોળ ચાલુ
    Next Article
    બાળકો બનશે હવે ડિજિટલ:શાહ પરિવારે 1000 વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ આપી શિક્ષણનો નવો રાહ ચીંધ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment