Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઐતિહાસિક ડિમોલિશન બાદ તંત્ર ઉદાસીન:રાજકોટનાં જંગલેશ્વરમાં એક મહિના બાદ પણ રસ્તાનું કામ માત્ર કાગળ પર ! ફરીથી ગેરકાયદેસર દબાણો ઉભા થવાની દહેશત

    1 week ago

    રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવેલું ઐતિહાસિક ડિમોલિશન અત્યારે તંત્રની ઉદાસીનતાને કારણે ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. 23 ફેબ્રુઆરીના રોજ એક અભૂતપૂર્વ આયોજન સાથે આજી નદીના પટમાં અને ટી.પી. રોડ પરના દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ કામગીરી અંતર્ગત વર્ષો જૂના 1500 જેટલા મકાનો તોડી પાડવામાં આવ્યા હતા. તંત્રએ તે સમયે એવો દાવો કર્યો હતો કે આ વિસ્તારમાં રસ્તાઓ પહોળા કરવામાં આવશે અને નદીના પટમાં વિકાસકાર્યો હાથ ધરીને વિસ્તારનો કાયાકલ્પ કરવામાં આવશે. જોકે, આ ઘટનાને આજે 1 મહિનો પૂર્ણ થયો હોવા છતાં, સ્થિતિ જૈસે-થે જોવા મળી રહી છે, જેના કારણે ફરી ગેરકાયદેસર દબાણો ઉભા થવાની દહેશત છે. પ્રાપ્ત વિગત મુજબ રાજકોટનાં જંગલેશ્વરમાં થયેલા ઐતિહાસિક ડિમોલિશન સમયે મ્યુનિસિપલ કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓએ જાહેરાત કરી હતી કે આ વિસ્તારમાં રસ્તાનું કામ ખૂબ ઝડપથી શરૂ કરવામાં આવશે. પરંતુ વાસ્તવિકતા એ છે કે ઇસ્ટઝોનના બાંધકામ વિભાગ અને ટી.પી. શાખા વચ્ચે સંકલનના અભાવે રસ્તા બનાવવાની પ્રક્રિયા કાગળ પર અટકેલી છે. ઇસ્ટઝોનના ઇન્ચાર્જ સિટી એન્જિનિયર શ્રીવાસ્તવ દ્વારા પણ આ રસ્તાના કામ અંગે કોઈ સ્પષ્ટ વિગતો કે સમયમર્યાદા જાહેર કરવામાં આવી નથી. બીજી તરફ, આજી નદીના પટમાં હજુ પણ કાટમાળના ઢગલા પડ્યા છે, જે વિસ્તારની સુંદરતા બગાડવાની સાથે સાથે ગંદકી અને અવરોધનું કારણ બની રહ્યા છે. તંત્ર દ્વારા કાટમાળ હટાવવાની કે ત્યાં ગાર્ડન અથવા રિવરફ્રન્ટ જેવા કોઈ વિકાસલક્ષી આયોજનની દિશામાં હજુ સુધી કોઈ નક્કર કદમ ઉઠાવવામાં આવ્યા નથી. સૌથી ગંભીર બાબત એ છે કે વિકાસના કામોમાં વિલંબ થવાને કારણે આ વિસ્તાર અત્યારે ખંઢેર જેવી હાલતમાં ફેરવાઈ ગયો છે. અગાઉના અનુભવો મુજબ, મોટા પાયે ડિમોલિશન થયા બાદ ત્યાં તરત ફેન્સિંગ કે બાંધકામ કરવામાં ન આવે, ત્યારે ફરીથી દબાણો થવાની શક્યતા વધી જાય છે. જંગલેશ્વરમાં પણ અત્યારે આવી જ સ્થિતિ સર્જાઈ રહી છે, જ્યાં કેટલાક સ્થળોએ ફરીથી કાચા કે પાકા બાંધકામો શરૂ થઈ રહ્યા હોવાની વિગતો સામે આવી રહી છે. જો તંત્ર વહેલી તકે જાગશે નહીં, તો ગરીબોના આશિયાના તોડીને જે હેતુ માટે જગ્યા ખાલી કરાવવામાં આવી હતી, તે હેતુ માર્યો જશે. આ માટે સીધી રીતે ટી.પી. વિભાગ અને બાંધકામ શાખાની જવાબદારી નક્કી થવી જોઈએ. દિવ્યભાસ્કર સાથેની ટેલીફોનિક વાતચીતમાં મ્યુ. કમિશનરે આ મામલે રસ્તાકામને મંજૂરી આપી દીધી હોવાનું જણાવ્યું હતું. જોકે હાલમાં વહીવટી પ્રક્રિયામાં થતો વિલંબ શંકા જન્માવે છે. ત્યારે હવે વહીવટદાર અને કમિશનરે રૂબરૂ મુલાકાત લઈને કામગીરીની પ્રગતિની સમીક્ષા કરવી જોઈએ. જો ભવિષ્યમાં આ જમીન પર ફરીથી દબાણો થશે, તો તેની સંપૂર્ણ જવાબદારી જે તે વિભાગના અધિકારીઓની રહેશે. જનતાના પરસેવાના પૈસા અને તંત્રની મહેનત એળે ન જાય તે માટે યુદ્ધના ધોરણે રસ્તાકામ અને નદીના પટના વિકાસકામો શરૂ કરવામાં આવે તે જરૂરી છે. જોકે વહીવટદાર રેમ્યા મોહન અને મ્યુ. કમિશનર તુષાર સુમેરા આ અંગે ક્યારે અને શું પગલાં લેશે તે આવનારો સમય જ બતાવશે.
    Click here to Read More
    Previous Article
    ભાવનગરમાં ગુનેગારોના ઘરોનું ડિમોલિશન, પોલીસનો ખડકલો:નજર સામે બાંધકામ તૂટતા મહિલાઓ રડી પડી, 5 દુકાન-એક મહિલા બુટલેગરનું ઘર તોડી પડાયું
    Next Article
    Gold Price Drops To 4-Month Low, Silver Down 3%: Check Rates In Your City

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment