Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પ્રગતિશીલ ખેડૂત:સુરેન્દ્રનગરના ખેડૂતે ઇઝરાયેલી લીલા અંજીરની ખેતી કરી મબલખ આવક મેળવી

    4 days ago

    સુરેન્દ્રનગર જિલ્લાના કટુડા ગામના વતની અને મિલનભાઇ રાવલે પોતાના 20 વીઘાના ફાર્મમાં 8 હજાર જેટલા લીલા અંજીરનું વાવેતર કરી કૃષિ ક્ષેત્રે ક્રાંતિ સર્જી છે. માત્ર 9 માસમાં પ્રતિદિન 100 કિલો ઉત્પાદન મેળવતા આ પ્રગતિશીલ ખેડૂતનું લક્ષ્ય રોજના 300 કિલો અંજીર ઉત્પાદનનું છે. તેમણે સૂકી આબોહવાવાળા પંથકમાં આ સફળતા કેવી રીતે પ્રાપ્ત કરી તેની સમગ્ર જાણકારી તેમના જ શબ્દોમાં... વઢવાણ તાલુકાના કટુડા ગામમાં અમારી જમીન આવેલી છે. જિલ્લામાં દર વર્ષે બદલાતા હવામાન, માવઠાને કારણે મોટી રકમનો ખર્ચ કરવા છતાં પરંપરાગત ખેતીમાં પાક નિષ્ફળ જવાનો ખૂબ ભય રહે છે. આથી મેં કંઇક અલગ રીતે ખેતીને ડેવલોપ કરવા માટે વિચારી ખૂબ અભ્યાસ પછી નિષ્ણાતોની સલાહ લઇ 20 વીઘા જમીનમાં ઇઝરાયેલી લીલા અંજીરના 8 હજાર રોપાનું વાવેતર કર્યું. વાવેતરના 20 વર્ષ સુધી ફળ આપતા આ પાકની બીજી વિશેષતા એ છે કે 8 માસમાં તેનું ઉત્પાદન શરુ થઇ જાય છે. શરૂઆતના સમયમાં ખુબ મહેનત કરવી પડી પરંતુ પ્લાન્ટ સેટ થઇ ગયા બાદ અત્યારે દરરોજ 100 કિલો અંજીરનો પાક ઉતરે છે. એક રોપામાંથી વર્ષે 20 કિલો જેટલું ઉત્પાદન મળી શકે છે. 8 હજાર રોપાનું ઉત્પાદન 160 ટન જેટલું થાય છે. વર્તમાન સમયે પ્રતિદિન 100 કિલો અંજીરનું ઉત્પાદન થાય છે. પરંતુ આગામી સમયમાં 300 કિલો સુધી ઉત્પાદન પહોચશે. ઓર્ગેનિક અંજીરની ખૂબ માંગ છે ત્યારે મિલનભાઇ ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાં પણ અંજીરનું વેચાણ કરે છે. આગામી સમયમાં તેઓ વિદેશમાં નિકાસ કરવાની યોજના ધરાવે છે. -એક રોપામાંથી વાર્ષિક અંદાજે 20 કિલોનું ઉત્પાદન - પ્રતિકૂળ વાતાવરણથી બચવા ઇન્સેટપ્રુફ જાળીથી નેટહાઉસ બનાવવું જોઇએ. -છોડને જરૂર મુજબ પોષણ મળે તે માટે ટપક પદ્ધતિ અપનાવવી. - વેધર સિસ્ટમથી દર 5 મિનિટે જમીનમાં રહેલા ભેજનું માપન કરે છે. - એક રોપામાંથી વર્ષે અંદાજે 20 કિલો ઉત્પાદન થાય છે. - નિકાસ થાય તો આ અંજીરનો ભાવ કિલોએ રૂ.500 થી રૂ.700 મળે આ પ્રગતિશીલ ખેડૂત પાસેથી જાણો વધુ વિગત.... 98790 24217
    Click here to Read More
    Previous Article
    ભાસ્કર એક્સક્લુસિવ:ઈન્ફેક્શનને રોકવા માટે જીટીયુના 3 પ્રોફેસર સ્માર્ટ ડિવાઈસ તૈયાર કરશે
    Next Article
    Amid LPG crisis, Shimla cooks fire up traditional ‘char’ to feed legislators

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment