Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    માધુપુરાના ગોડાઉનમાંથી ઝડપાયો દારૂ:દિલ્હીથી લેડીઝ ચંપલનાં પાર્સલોમાં સંતાડી લવાયેલો દારૂનો જથ્થો મળ્યો

    5 days ago

    માધુપુરાના ગોડાઉનમાં દિલ્હીથી લેડીઝ ચંપલની આડમાં લવાયેલી દારૂની 32 બોટલ પકડાઈ છે. માધુપુરા ગુજરાત જીનિંગ મિલમાં આવેલા ગુડ્સ ફ્રેઇગ્ટ કેરિયર ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાં આવેલા શંકાસ્પદ પાર્સલમાં દારૂ આવ્યો હોવાની માહિતીના આધારે પીસીબીએ તપાસ કરી હતી. જેમાં એક પાર્સલને ચેક કરતા તેમાંથી લેડીઝ ચંપલની આડમાં આવેલી દારૂની 32 બોટલ મળી હતી. પાર્સલ દિલ્હીના જૈન એન્ટરપ્રાઈઝે મોકલ્યું હતું. જ્યારે અમદાવાદમાં આ પાર્સલ નીલમ ફૂટવેરના નામથી આવ્યું હતું. કાગડાપીઠમાંથી દારૂની 1344 બોટલ સાથે 1 પકડાયો કાગડાપીઠના લાટીબજાર શંકર ભગવાનના મંદિર સામેની એક દુકાન બહારથી ક્રાઈમ બ્રાંચની ટીમે વિદેશી દારૂની 1344 બોટલ (કિંમત રૂ.2.63 લાખ) સાથે રીતેશ સથવારાને ઝડપી લીધો હતો. આ દારૂનો જથ્થો રાજસ્થાનનો એક બુટલેગર ગાડીમાં આપી ગયો હતો. જ્યારે રિતેશ આ દારૂનો જથ્થો સગેવગે કરે તે પહેલાં જ પોલીસે તેને ઝડપી લીધો હતો.
    Click here to Read More
    Previous Article
    આશ્રમ એક્સપ્રેસ 4 એપ્રિલે જયપુર નહિ જાય:પાંચથી વધુ ટ્રેનના સમયમાં 25મી માર્ચથી ફેરફારો થશે
    Next Article
    ડ્રાઇવિગ ટેસ્ટનું પરિણામ:4 વર્ષમાં 51231 મહિલા અને 34142 પુરુષ ડ્રાઈવ ટેસ્ટમાં ફેલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment