Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આશ્રમ એક્સપ્રેસ 4 એપ્રિલે જયપુર નહિ જાય:પાંચથી વધુ ટ્રેનના સમયમાં 25મી માર્ચથી ફેરફારો થશે

    4 days ago

    રાજસ્થાનના દૌસા સ્ટેશન પર નોન-ઇન્ટરલોકિંગ તેમ જ જયપુર–બાંદીકુઈ વિભાગમાં ઇલેક્ટ્રોનિક ઇન્ટરલોકિંગનું કામ હાથ ધરાતા કેટલીક ટ્રેનોના સંચાલન પર અસર પડશે. 4 એપ્રિલે બે મહત્ત્વની ટ્રેનોના રૂટમાં અસ્થાયી ફેરફાર કરાયો છે. આ સિવાય કેટલીક ટ્રેનના સમયમાં 25 માર્ચથી ફેરફારો લાગુ થશે. ટ્રેન નંબર 12915 સાબરમતી-દિલ્હી આશ્રમ એક્સપ્રેસ તેના નિયમિત ફુલેરા-જયપુર–અલવર-રેવાડી રૂટના બદલે ફુલેરા-રીંગસ-રેવાડી માર્ગે દોડશે, જેને કારણે આ ટ્રેન રિંગસ, નીમ કા થાના, નારનૌલ સ્ટેશનો પર રોકાશે. ટ્રેન નંબર 20964 વારાણસી - સાબરમતી એક્સપ્રેસ પણ તેના નિયમિત રેવાડી-અલવર-જયપુર-ફુલેરા રૂટના બદલે રેવાડી-રિંગસ-ફુલેરા માર્ગે દોડશે. આ ટ્રેન પણ માર્ગમાં નારનૌલ, નીમ કા થાના અને રિંગસ સ્ટેશનો પર રોકાશે. રૂટ ડાઇવર્ઝનના કારણે આ દિવસે ટ્રેન જયપુર, અલવર સ્ટેશને જશે નહિ. ટ્રેન નંબર 12958 નવી દિલ્હી–સાબરમતી સ્વર્ણ જયંતી રાજધાની એક્સપ્રેસ પાલનપુર સવારે 5.50 અને મહેસાણા સ્ટેશન પર 6.38 વાગ્યે પહોંચશે. ટ્રેન નંબર 20626 ભગત કી કોઠી-ચેન્નઈ સેન્ટ્રલ સુપરફાસ્ટ ટ્રેન ભીલડી સ્ટેશન પર હવે 10.55 વાગે પહોંચશે. ટ્રેન નંબર 12834 હાવડા–અમદાવાદ એક્સપ્રેસ હવે અમદાવાદ સ્ટેશન પર બપોરે 12.15 વાગ્યે આવશે.
    Click here to Read More
    Previous Article
    1,589 illegal Bangladeshi migrants sent back in 9 months: Delhi Police data
    Next Article
    માધુપુરાના ગોડાઉનમાંથી ઝડપાયો દારૂ:દિલ્હીથી લેડીઝ ચંપલનાં પાર્સલોમાં સંતાડી લવાયેલો દારૂનો જથ્થો મળ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment