Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગામ ગામની વાત:નવાબી કાળના રંગપુર ગામમાં હાઈસ્કૂલ અને ગટર વ્યવસ્થાનો અભાવ, સરકારી હાઈસ્કૂલ બંધ થઈ ગઈ

    5 days ago

    કેશોદ તાલુકાનું ઐતિહાસિક રંગપુર ગામ આજે વિકાસ અને સમસ્યાઓ વચ્ચે ઝોલા ખાઈ રહ્યું છે. નવાબી કાળના આ ગામની વસ્તી આશરે 2500 જેટલી છે અને સાક્ષરતાનો દર 65 ટકા છે. જિલ્લા મથકથી 60 કિમી અને નેશનલ હાઈવેથી માત્ર 7 કિમી દૂર આવેલું છે. ​ ગામમાં પાયાની સુવિધાઓ જેવી કે રોડ-રસ્તા, વીજળી, પાણી, પોસ્ટ ઓફિસ, પ્રાથમિક શાળા અને આંગણવાડી ઉપલબ્ધ છે. જોકે, વિદ્યાર્થીઓની ઘટતી સંખ્યાને કારણે હાઈસ્કૂલ બંધ થતા શિક્ષણ ક્ષેત્રે ફટકો પડ્યો છે. આ ઉપરાંત, ગામમાં આધુનિક ભૂગર્ભ ગટરનો અભાવ છે; હાલમાં 'સોસ ખાડા' પદ્ધતિથી ગંદા પાણીનો નિકાલ કરાય છે. ગામની સૌથી મોટી રસ્તાઓની સમસ્યા રંગપુર-શેરગઢ રસ્તો છે. છેલ્લા 25 વર્ષથી આ રસ્તો બન્યો નથી. સરપંચ રાજેશભાઈ ઘોડાસરાના જણાવ્યા અનુસાર, આ રસ્તો મંજૂર થઈ ગયો હોવા છતાં તંત્ર દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી નથી. જો આ રસ્તો બને તો ગીરમાં જવા માટે સરળતા રહે અને આસપાસના 20 થી 25 ગામોને તેનો સીધો લાભ મળે તેમ છે. ધાર્મિક મહત્વ અને લોકફાળો ગામમાં અંસુયા આશ્રમ અને રામપુરી બાપુનું મંદિર આસ્થાનું કેન્દ્ર છે. ગ્રામજનોના સહયોગથી રામપુરી બાપુના મંદિરનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. આ સિવાય ગૌશાળા, રામ મંદિર અને મહાદેવના મંદિરથી ગામનું વાતાવરણ ભક્તિમય રહે છે.
    Click here to Read More
    Previous Article
    1000 કૂતરાઓ રાખવાની સુવિધા ઉપલબ્ધ કરાશે:રખડતા કૂતરાઓ માટે શેલ્ટર હોમ ઊભું કરવા માલવણીમાં જમીન
    Next Article
    India To Host Australia For BGT As CA Unveils Gruelling 2026/27 Schedule

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment