Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મુખ્ય મંત્રી ફડણવીસનું નિવેદન:મારી પાસે ઢોંગી બાબા અશોક ખરાતના સૌથી વધુ પુરાવા

    5 days ago

    કયા વિપક્ષી નેતાઓ ઢોંગી અશોક ખરાત પાસે જઈ રહ્યા હતા તેના પુરાવા હું આપી શકું છું. મારી પાસે સૌથી વધુ પુરાવા છે, પરંતુ તે પોલીસ પાસે છે, તે પોલીસનું કામ છે, જો ખરાતને મળેલા લોકોમાંથી કોઈ આમાં સંડોવાયેલું હશે તો કાર્યવાહી કરવામાં આવશે. પરંતુ જો તેઓ ફક્ત તેને મળ્યા હોવાથી કાર્યવાહી કરવાનું શરૂ કરીશું તો બધા જાણે છે કે કોણે તેને 40 કિમી પાણીની લાઈન આપી હતી, એમ મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસે રવિવારે વિવાદાસ્પાદ ઢોંગી બાબા અશોક ખરાત પર વિપક્ષોના સતત આરોપો બાદ મૌન તોડતાં જણાવ્યું હતું. ફડણવીસે કહ્યું કે ઢોંગી બાબા ખરાત પ્રકરણે હવામાં વાતો કરવાનો કોઈ અર્થ નથી. ખરાત પ્રકરણ બહુ ગંભીર છે, અમે તે કેસનો પર્દાફાશ કર્યો છે. આ કેસમાં મહિલાઓ શરમથી આગળ આવતી નથી, પરંતુ પીડિત મહિલાઓને, તેમના પરિવારોને હિંમત આપીને આગળ લાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. કેટલીક મહિલાઓ આનો જવાબ આપી રહી છે. મેં રાજ્ય પોલીસ પ્રમુખને આ પ્રકરણની તપાસ કરવા સૂચના આપી છે, તેઓ આ બધા કેસ પર નજર રાખી રહ્યા છે. એસઆઈટી અને નાશિક પોલીસ કમિશનર પણ આ પ્રકરણની તપાસ કરી રહ્યા છે. આ પ્રકરણમાં જો કોઈ કસૂરવાર હોય તો તેમને છાવરવામાં આવશે નહીં, એમ તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું. મહિલાને ન્યાય અપાવવાનો પ્રયાસ કરીશું દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે અમને રાજકારણમાં રસ નથી પણ મહિલાઓના ગૌરવમાં છે. અમે પહેલાં મહિલાઓ સાથે થયેલા અન્યાયની તપાસ કરીશું, અમે દરેક મહિલાને ન્યાય આપવાનો પ્રયાસ કરીશું. ફોટોને લઈને આરોપ નિરર્થક છે દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે ખરાત પ્રકરણને રાજકીય રંગ આપવાનો પ્રયાસ થઈ રહ્યો છે. જો કોઈ પાસે પુરાવા હોય તો તેમણે ચોક્કસપણે તે સુપરત કરવા જોઈએ અને તેને આધારે અમે સંબંધિતો સામે કાર્યવાહી કરીશું, પરંતુ બિનજરૂરી રીતે દરેક બાબતને રાજકીય રંગ આપવાનો પ્રયાસ નહીં કરવો જોઈએ. સરકાર અને પોલીસ જે કરવાનું છે તે કરશે અને કડક કાર્યવાહી કરશે. ફોટો કોઈનો પણ હોઈ શકે છે, પરંતુ કેબિનેટ બેઠક બોલાવીને અશોક ખરાતની સંસ્થાને પાણી પૂરું પાડવા માટે 40 કિલોમીટરની પાઇપલાઇન વાળનાર મંત્રી વિશે વિપક્ષ કેમ ચૂપ છે? ફક્ત ફોટોના આધારે રાજકારણ કરનારાઓ આ નીતિગત નિર્ણય પર કેમ ચૂપ રહ્યા છે, એવો પ્રશ્ન ફડણવીસે પૂછ્યો છે. નોંધનીય છે કે ગત મહાવિકાસ આઘાડી સરકારમાં ખેડૂતો માટેના ડેમના પાણીને ખરાતની સંસ્થાને વાળવામાં આવ્યું હતું તે મુદ્દે ફડણવીસે બોલતા હતા.
    Click here to Read More
    Previous Article
    સામાજિક કાર્યકર્તા દેસાઈનો આક્ષેપ:નાશિકના આઈજીએ ખરાતનો કેસ દબાવ્યો
    Next Article
    સીટી એન્કર:સીએસએમટીની હેરિટેજ ઈમારત ચમકાવવા સેન્ડ પોલિશિંગની પ્રક્રિયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment