Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સામાજિક કાર્યકર્તા દેસાઈનો આક્ષેપ:નાશિકના આઈજીએ ખરાતનો કેસ દબાવ્યો

    1 week ago

    સામાજિક કાર્યકર્તા તૃપ્તિ દેસાઈએ નાશિકના તત્કાલીન આઈજી (ઈન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ) દત્તાત્રય કરાલે પર અશોક ખરાતનો કેસ દબાવવાનો આરોપ લગાવ્યો છે. ખરાત કરાલેનો ગુરુ હતો. આથી કરાલેના ગુરુ સામે કેવી રીતે કાર્યવાહી કરશે? તેમણે પોતે જ તેને ટેકો આપ્યો હતો, એમ તેમણે કહ્યું. આ સાથે તેમણે ઢોંગી અશોક ખરાતનો સામનો કરવાનો ભય પણ વ્યક્ત કર્યો હતો. તૃપ્તિ દેસાઈએ કહ્યું કે ઘણા બધા નેતાઓ અશોક ખરાતના સંપર્કમાં હતા. તેમના નાણાકીય હિત પણ હતા. ધારાસભ્યો, સાંસદો, આઈએએસ અધિકારીઓ વગેરે બધાના ખરાત સાથે સંબંધો હતા. તેમના બધાનાં નામ બહાર આવવાનું અટકાવવા પ્રશાસન પાસે એક જ માર્ગ છે. ખરાતને ખતમ કરવો. આથી અશોક ખરાતનું એન્કાઉન્ટર થાય તો નવાઈ નહીં. મેં મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસને આ કાવતરાને નિષ્ફળ બનાવવા અપીલ કરી છે. આ કૌભાંડને સંપૂર્ણપણે નાશ કરવાની જરૂર છે. આ પ્રકરણમાં જે કોઈ અધિકારી કે નેતા છે, તેમની પર પણ મકોકા હેઠળ કેસ દાખલ થવો જોઈએ. અશોક ખરાતને કડક સજા થવી જોઈએ. ઉપરાંત, તેના સંબંધીઓ સામે પણ કાર્યવાહી થવી જોઈએ. તૃપ્તિ દેસાઈએ વધુમાં જણાવ્યું કે, ગયા વર્ષે માર્ચ મહિનામાં શ્રીરામપુરમાં ખરાત સાથે સંબંધિત માહિતી બહાર આવી હતી. તે સમયે મને ફોન આવ્યો હતો. મને કહેવામાં આવ્યું કે કેપ્ટન તરીકે પોતાને ઓળખાવા ખરાતના કેટલાક વિડિયો અમારી પાસે આવશે. ત્યાર બાદ મહિલા પંચનાં તત્કાલીન અધ્યક્ષ રૂપાલી ચાકણકરે માહિતી આપવા માગનાર પર દબાણ કર્યું. ચાકણકર પ્રકરણને દબાવવાના પ્રયાસ રૂપાલી ચાકણકરે પીડિત મહિલાઓ માટે એક પણ ફોન કર્યો નહોતો, પરંતુ તેમણે તેમનું જાતીય શોષણ કરનાર વ્યક્તિને ટેકો આપ્યો હતો. તેથી, તેઓ પણ આ માટે જવાબદાર છે. તેમણે પત્રકારો પર દબાણ કર્યું. તેમણે તેમને નોટિસ ફટકારી હતી. તેમને પણ આ કેસમાં સહ-આરોપી બનાવવા જોઈએ. ફક્ત ચાકણકર જ નહીં, પરંતુ આ કેસમાં જે કોઈ દોષી હશે છે તેમની તપાસ થવી જોઈએ અને તેમની સામે કાર્યવાહી થવી જોઈએ. ચાકણકરને ગયા વર્ષે જાણકારી મળી હતી કે ખરાત મહિલાઓનું જાતીય શોષણ કરી રહ્યો છે, પરંતુ તેમણે આ કેસ દબાવવાનો પ્રયાસ કર્યો. આથી ખરાતનાં કૃત્યોથી પોતે અજાણ હતાં એવો ચાકણકરનો દાવો ખોટો છે
    Click here to Read More
    Previous Article
    મધ્ય રેલવેનો ટ્રેનવ્યવહાર બે કલાક સુધી ખોરવાયો:કલ્યાણમા ઓવરહેડના થાંભલા પર ચઢેલા યુવાનને હાઈવોલ્ટેજ શૉક
    Next Article
    મુખ્ય મંત્રી ફડણવીસનું નિવેદન:મારી પાસે ઢોંગી બાબા અશોક ખરાતના સૌથી વધુ પુરાવા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment