Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ડીઆરઆઈની નવી મુંબઈના બંદર ખાતે કાર્યવાહી:ચીનથી આયાત કરાયેલા કરોડોના વોકી-ટોકીજપ્ત

    4 days ago

    ડિરેક્ટોરેટ ઓફ રેવેન્યુ ઈન્ટેલિજન્સ (ડીઆરઆઈ) દ્વારા નવી મુંબઈમાં ન્હાવા શેવા બંદર ખાતેથી રૂ. 9.25 કરોડના 11,060 વોકો- ટોકી સેટ્સ, સેકંડ- હેન્ડ હાર્ડ ડિસ્ક ડ્રાઈવ (એચડીડી) જપ્ત કરવામાં આવ્યા છે. મુંબઈની બે કંપનીના માલિકો પિતા- પુત્રે યોગ્ય પરવાનગી વિના આ માલોની આયાત કરી હતી. તેમની કસ્ટમ્સ ધારા હેઠળ ધરપકડ કરવાંમાં આવી છે, એમ કસ્ટમ્સે એક યાદીમાં જણાવ્યું છે. ચોક્કસ માહિતીને આધારે ડીઆરઆઈના અધિકારીઓની ટીમે રૂ. 2.5 કરોડના બોફેંગ બીએફ-888એસ વોકી- ટોકી અને રૂ. 6.75 કરોડના સેકંડ- હેન્ડ એચડીડી (ઈ-વેસ્ટ તરીકે માનવામાં આવે છે) જપ્ત કર્યા છે. કુલ રૂ. 21 કરોડ મૂલ્યની પરચુરણ ઈલેક્ટ્રોનિક પ્રોડક્ટોમાં આ પ્રતિબંધિત ચીજો છુપાવવામાં આવી હતી. માહિતી છુપાવવા માટે ચીનથી કુલ આઠ કન્ટેઈનરમાંથી રૂ. 30.25 કરોડનું આખું કન્સાઈનમેન્ટ મોકલવામાં આવ્યું હતું, એમ અધિકારીએ જણાવ્યું હતું. બોફેંગ બીએફ-888એસ વોકી-ટોકી મંજૂર ફ્રિક્વન્સીની પાર સંચાલન કરવા માટે દૂરસંચાર વિભાગ (ડીઓટી) દ્વારા બ્લેકલિસ્ટ કરવામાં આવ્યા છે, કારણ કે તે અનધિકૃત સંદેશવ્યવહાર માટે ઉપયોગ કરવામાં આવે છે, જેનાથી રાષ્ટ્રીય સલામતી સામે ખતરો ઊભો થઈ શકે છે. આ ડિવાઈસીસ માટે ચોક્કસ પરવાનાઓ લેવાનું આવશ્યક હોય છે.સેકંડ- હેન્ડ એચડીડી ડિરેકોટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ્સની અધિકૃતિ વિના આયાત નહીં કરી શકાય. આથી આ અંગે વધુ તપાસ કરવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    Owaisi’s AIMIM enters Bengal poll fray, says tied up with Humayun Kabir’s party
    Next Article
    15 જણ વિરુદ્ધ ખંડણીનો ગુનો દાખલ કરાયો:પાલઘરમાં કંપનીની દીવાલનું નિર્માણ રોકી ખંડણીની માગણી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment