Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    તંત્રની ઉદાસીનતાના લીધે લોકો થયા હેરાન:બહુચરાજી અંડરપાસમાં ગટર લીકેજથી ગંદકી

    1 week ago

    બહુચરાજીમાં માર્કેટયાર્ડ નજીક એલસી 69 અંડરપાસમાં છેલ્લા ત્રણ મહિનાથી ગટર લાઈન લીકેજની ગંભીર સમસ્યા સર્જાઈ છે. લીકેજને કારણે અંડરપાસમાં સતત ગંદુ પાણી ભરાઈ રહ્યું છે અને કાદવ-કીચડના કારણે અસહ્ય દુર્ગંધ ફેલાઈ રહી છે. આથી સ્થાનિક રહેવાસીઓ તેમજ યાત્રિકોમાં ભારે રોષ ફેલાયો છે. શંખલપુર રોડ પરના આ રેલવે ફાટકના સ્થાને અંડરપાસ બનાવતી વખતે કોન્ટ્રાક્ટર દ્વારા પંચાયતની ગટર લાઈનને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. નવી લાઈન નાખવાની જગ્યાએ સિમેન્ટથી પેચવર્ક કરીને ગટર લાઈન જમીનમાં દાટી દેવાઈ હતી. હાલ આ જ લાઈન લીકેજ થતાં ગંદુ પાણી દીવાલોમાંથી ફૂટીને અંડરપાસમાં ભરાઈ ગયું છે. જેમાંથી એક ભાગમાં તો છેલ્લા ત્રણ મહિનાથી પાણી અને કાદવ ભરાયેલો જ રહે છે. આ માર્ગ બહુચરાજી અને શંખલપુર યાત્રાધામોને જોડે છે તેમજ 15થી વધુ સોસાયટીઓ અને 25થી વધુ ગામો માટે અગત્યનો માર્ગ છે. ચૈત્રી પૂનમે હજારો યાત્રિકો પગપાળા સંઘ સાથે આઅંડરપાસમાંથી પસાર થાય છે, ત્યારે જો સમારકામ કરવામાં નહીં આવો તો યાત્રિકોને ગંદા પાણીમાંથી પસાર થવાની ફરજ પડશે. સ્થાનિકો દ્વારા રેલવેના ડીઆરએમ સહિત ઉચ્ચ અધિકારીઓને તેમજ સોશિયલ મીડિયા (X) પર રજૂઆતો કરવામાં આવી છે. છતાં તંત્ર દ્વારા માત્ર કાગળ પર જવાબ આપી કામગીરી પૂર્ણ થયાનો દાવો કરવામાં આવી રહ્યો છે, જ્યારે વાસ્તવિક સ્થિતિ યથાવત છે. વિસ્તારના સંસદ સભ્ય અને ધારાસભ્ય આ ગંભીર સમસ્યા પ્રત્યે નિષ્ક્રિય છે. ત્રણ મહિનાથી લોકો અને યાત્રિકો મુશ્કેલીમાં હોવા છતાં સમસ્યાનું નિરાકરણ આવ્યું નથી.
    Click here to Read More
    Previous Article
    નવીન જાહેર શૌચાલય સુવિધા ઉપલબ્ધ થશે:મહેસાણાના બી.કે.સર્કલના એક ખૂણામાં હવે જાહેર શૌચાલય બનશે,વેપારીને રાહત
    Next Article
    રમતગમત:કબડ્ડીમાં વડનગર, ખો-ખોમાં બહુચરાજી અને દોડમાં સતલાસણા પ્રથમ ક્રમે વિજેતા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment