Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગરમાં વ્યાજખોરી પીડિતો માટે લોન મેળાનું આયોજન:પોલીસની મધ્યસ્થીથી બેંકો દ્વારા તાત્કાલિક લોન અપાશે

    10 hours ago

    સુરેન્દ્રનગર પોલીસે વ્યાજખોરોના ચુંગાલમાં ફસાયેલા પરિવારો અને આર્થિક સંકળામણ અનુભવતા લોકોને મદદ કરવા માટે એક અરજી મેળાનું આયોજન કર્યું હતું. આ મેળાનો મુખ્ય ઉદ્દેશ્ય પીડિતોને બેંકો દ્વારા તાત્કાલિક લોન ઉપલબ્ધ કરાવવાનો અને તેમને આર્થિક મુશ્કેલીમાંથી બહાર લાવવાનો છે, જેમાં પોલીસ મધ્યસ્થીની ભૂમિકા ભજવી રહી છે. આ અરજી મેળામાં સુરેન્દ્રનગર પોલીસ વિભાગના અધિકારીઓ તેમજ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI), યુનો બેંક અને સુરેન્દ્રનગર ગુજરાત ગ્રામીણ બેંક સહિતની સરકારી બેંકોના મેનેજરો ઉપસ્થિત રહ્યા હતા. આ વ્યવસ્થા દ્વારા, પોલીસ માત્ર વ્યાજખોરો સામે કાર્યવાહી જ નહીં, પરંતુ આર્થિક સંકળામણમાં ફસાયેલા લોકોને વ્યવહારુ ઉકેલ પણ પૂરો પાડી રહી છે. આ લોન મેળાનો મુખ્ય હેતુ લોકોને વ્યાજના વિષચક્રમાંથી મુક્ત કરવાનો અને આર્થિક તંગીના કારણે કોઈ અંતિમ પગલું ન ભરે તેની ખાતરી કરવાનો છે. રેન્જ આઈ.જી. નિલિપ્ત રાય અને સુરેન્દ્રનગર જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ આ આયોજન કરવામાં આવ્યું હતું. સુરેન્દ્રનગરના ASP વેદિકા બિહાનીએ જણાવ્યું હતું કે, આ આયોજન દરમિયાન 100થી વધુ લોકોએ અરજી મેળામાં ભાગ લીધો હતો અને તેમની આર્થિક સમસ્યાઓ દૂર કરવાના પ્રયાસ કર્યા હતા. સુરેન્દ્રનગર ડિવિઝન હેઠળ આવતા છ પોલીસ સ્ટેશનના કુલ 100થી વધુ અરજદારો દ્વારા વિવિધ પ્રકારની અરજીઓ કરવામાં આવી હતી. પોલીસ વિભાગ દ્વારા એક વિશેષ બોર્ડ પણ ખુલ્લું મૂકવામાં આવ્યું હતું, જેમાં છ પોલીસ સ્ટેશનના PI અને PSI સ્ટાફને તૈનાત કરવામાં આવ્યો હતો. વ્યાજખોરોથી ત્રાસ અનુભવતા લોકોની અરજીઓ સ્વીકારીને કાર્યવાહી કરવાની ખાતરી આપવામાં આવી હતી. આ ઉપરાંત, મહાનગરપાલિકા દ્વારા ઔદ્યોગિક એકમોને 10,000 થી 50,000 રૂપિયા સુધીની લોન આપવાની તાત્કાલિક વ્યવસ્થા પણ કરવામાં આવી હતી, જેમાં પૂરતા પુરાવા ધરાવતા વ્યક્તિઓને અરજી મેળામાં જ લોન આપવાની શરૂઆત થઈ હતી.
    Click here to Read More
    Previous Article
    ગેસના મોંઘા ભાવથી કંટાળી હજારો પરપ્રાંતીયો વતન પરત ફર્યા:ઘરે જતા શ્રમિકોને મદદ ફૂડ વિતરણ કરતા AAP નેતાઓનું પોલીસ સાથે ઘર્ષણ થતા અટકાયત
    Next Article
    કબ્રસ્તાન બહાર રોલિંગ મિલ માલિક પર છરીથી હુમલાનો પ્રયાસ:એક વર્ષ પહેલા થયેલ ઝઘડાની દાઝ રાખી અજાણ્યો શખસ છરી લઈ મારવા દોડ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment