Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજુલા નજીક ચાલુ કારમાં ભીષણ આગ:કડિયાળી ગામ પાસે ભૂંડ આડે આવતા ઈમરજન્સી બ્રેક મારતા દુર્ઘટના, ચાલકનો બચાવ

    9 hours ago

    અમરેલી જિલ્લામાં ઉનાળાની શરૂઆત સાથે જ વાહનોમાં આગ લાગવાની ઘટનાઓમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર રાજુલાના કડિયાળી ગામ પાસે એક ચાલુ કારમાં અચાનક આગ લાગવાની ઘટના બની હતી. સદનસીબે, કાર ચાલકે સમયસૂચકતા વાપરી તુરંત બહાર નીકળી જતા તેમનો આબાદ બચાવ થયો હતો. શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાની આશંકા પ્રાપ્ત વિગતો અનુસાર, ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પરથી એક કાર પસાર થઈ રહી હતી ત્યારે અચાનક રોડ પર એક ભૂંડ (પશુ) આડે આવ્યું હતું. પશુને બચાવવા માટે કાર ચાલકે પૂરઝડપે જતી કારમાં ઈમરજન્સી બ્રેક લગાવી હતી. બ્રેક માર્યાના થોડી જ ક્ષણોમાં કારમાં કોઈ ટેકનિકલ ખામી અથવા ઇલેક્ટ્રિક સ્પાર્કિંગ થવાને કારણે બોનેટના ભાગેથી આગની જ્વાળાઓ નીકળવા લાગી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું, જેને પગલે હાઈવે પર પસાર થતા અન્ય વાહન ચાલકોમાં પણ ગભરાટ ફેલાયો હતો. પોલીસ અને ફાયર ફાઈટરોની કામગીરી ઘટનાની જાણ થતા જ પીપાવાવ મરીન પોલીસ સ્ટેશનના PSI કે.ડી. હડિયા સહિતનો પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસે સુરક્ષાના ભાગરૂપે અન્ય વાહનોને સુરક્ષિત અંતરે રોકી દઈ ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો. આ સાથે જ રાજુલા ફાયર બ્રિગેડની ટીમે સ્થળ પર પહોંચી પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. જાનહાનિ ટળી, કાર ખાખ આ અકસ્માત સમયે કારમાં માત્ર ચાલક જ સવાર હતો, જે સમયસર ઉતરી જવામાં સફળ રહ્યો હતો. જોકે, આગ એટલી ભીષણ હતી કે જોતજોતામાં સંપૂર્ણ કાર બળીને ખાખ થઈ ગઈ હતી. પોલીસે હાલ આ મામલે પ્રાથમિક અહેવાલ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    મિત્ર એ જ યુવકનું ચપ્પુના ઉપરાછાપરી ઘા ઝીંકી કાળસ કાઢ્યું:સુરતમાં જીદમાં થયેલી માથાકૂટનો લોહિયાળ વળાંક, આરોપીને ફિલ્મી ઢબે પડ્યો; ચેઝિંગનો LIVE વીડિયો
    Next Article
    Ronald Araujo Header Scrapes La Liga Leaders Barcelona Win Over Rayo Vallecano

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment