Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મિત્ર એ જ યુવકનું ચપ્પુના ઉપરાછાપરી ઘા ઝીંકી કાળસ કાઢ્યું:સુરતમાં જીદમાં થયેલી માથાકૂટનો લોહિયાળ વળાંક, આરોપીને ફિલ્મી ઢબે પડ્યો; ચેઝિંગનો LIVE વીડિયો

    10 hours ago

    સુરતના ડિંડોલી વિસ્તારમાં મિત્રતામાં લોહી વહ્યું હોવાની ઘટના સામે આવી છે. ભેસ્તાન ઓવરબ્રિજ નીચે સામાન્ય બોલાચાલીમાં ઉશ્કેરાયેલા રકબીરસિંહ ઉર્ફે રઘુએ તેના જ મિત્ર આકાશ પાટીલ પર છરીના ઉપરાછાપરી ઘા ઝીંકી દઈ તેની હત્યા કરી નાખી હતી. બનાવની ગંભીરતાને જોતા ડિંડોલી પોલીસે ટેકનિકલ સર્વેલન્સની મદદથી ગણતરીના કલાકોમાં જ આરોપીને ફિલ્મી ઢબે પીછો કરીને ઝડપી પાડ્યો છે. સાથે ન આવવાની જીદ જીવલેણ સાબિત થઈ પોલીસ તપાસમાં બહાર આવેલી વિગતો મુજબ, આરોપી રકબીરસિંહ ઉર્ફે રઘુ ટાંક (ઉ.વ. 22) અને મૃતક આકાશ સંજયભાઈ પાટીલ (ઉ.વ. 27) છેલ્લા 8-9 મહિનાથી મિત્રો હતા. ગત 21 માર્ચની રાત્રે બંને મોટરસાઈકલ પર સવાર થઈ ભેસ્તાન ઓવરબ્રિજ નીચે ચિકન લેવા ગયા હતા. ત્યાં આકાશના અન્ય મિત્રો મળતા તેણે રઘુ સાથે પાછા આવવાની ના પાડી દીધી હતી. આ બાબતની જીદ અને તકરારે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. મધરાતે છરીના ઘા ઝીંકી હત્યા કરી ફરાર થઈ ગયો રાત્રિના અઢી વાગ્યાના અરસામાં બોલાચાલી એટલી વધી ગઈ કે ઉશ્કેરાયેલા રઘુએ પોતાની પાસે રહેલી છરી કાઢી આકાશના શરીર પર જીવલેણ હુમલો કરી દીધો હતો. ગંભીર રીતે ઘવાયેલા આકાશનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. બનાવ બાદ આરોપી નાસી છૂટ્યો હતો, જેના પગલે ડિંડોલી પોલીસે ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. પોલીસનું 'ચેઝિંગ' ઓપરેશન, દીવાલ કૂદી ભાગતા પકડાયો પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતની સૂચના હેઠળ સર્વેલન્સ સ્કોડની ટીમો કાર્યરત હતી. ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી પોલીસને ચોક્કસ લોકેશન મળ્યું હતું કે આરોપી ભેસ્તાન આવાસના 'બી' બ્લોક પાસે છુપાયો છે. પોલીસને જોતા જ રઘુએ પાછળની દીવાલ કૂદીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પોલીસે 'ફિલ્મી સ્ટાઈલ'માં તેનો પીછો કરી તેને ઝડપી પાડ્યો હતો. આરોપીનો ગુનાહિત ઇતિહાસ ઝડપાયેલો આરોપી રકબીરસિંહ ઉર્ફે રઘુ અગાઉ પણ ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલો રહ્યો છે. આરોપી સામે પલસાણા પોલીસ સ્ટેશનમાં ઘરફોડ ચોરી અને લૂંટ (IPC 380, 457) અને સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં હથિયાર બંધીના જાહેરનામાનો ભંગ (GP Act 135) માં ગુના નોંધાયેલા છે. હાલ પોલીસે આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 103 (1) (હત્યા) મુજબ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. શરીર સંબંધિત ગુનામાં સંડોવાયેલા પર વોચ રાખશે એસીપી એન પી ગોહિલે જણાવ્યું હતું કે, આ બાબતે હું ડિંડોલી પોલીસ સ્ટેશનની વાત કરું, તો ડિંડોલી પોલીસ સ્ટેશનમાં અમે એક પ્લાન ઓફ એક્શન નક્કી કરેલો છે. કારણ કે બોડી ઓફેન્સિસ હમણાં ઉપરાઉપરી બનેલા છે, તો એ આધારે જે બે કે તેથી વધુ ગુનામાં સંડોવાયેલા હોય - શરીર સંબંધિત ગુનામાં - એના ઉપર સર્વેલન્સ રાખવા માટે અમે ડી-સ્ટાફ અને ચોકીના એક-એક કર્મચારીની નિમણૂક કરેલી છે અને એમની પ્રવૃત્તિ શું છે એ બાબતમાં એમના ઉપર સર્વેલન્સ રહેશે. ડિંડોલીમાં અલગ અલગ જગ્યા પર ત્રણ હત્યાના બનાવ તે સિવાય જે અસરગ્રસ્ત વિસ્તાર છે, કારણ કે આ અત્યારે હાલ જે બનાવ બન્યો એ બિલકુલ ડિંડોલી પોલીસ સ્ટેશનના છેવાડાનો વિસ્તાર છે અને ત્યાં અગાઉ કોઈ એવો બનાવ બનેલો નહોતો. અને આ જે છેલ્લા મહિનામાં જે ત્રણ બનાવ બનેલા છે, એ અલગ-અલગ વિસ્તારમાં અને અલગ-અલગ જગ્યાએ બનેલા છે. તેમ છતાં, આ વિસ્તારમાં જે અસરગ્રસ્ત વિસ્તારમાં છે એમાં પોલીસ તરફથી સઘન ફૂટ પેટ્રોલિંગ અને ત્યાં યોગ્ય સર્વેલન્સ રાખવામાં આવશે. ટેકનિકલ સર્વેલન્સથી પણ અમે મોનિટરિંગ કરાશે તે સિવાય GPA Act 135 મુજબના પણ વધુમાં વધુ કેસો શોધી કાઢવા માટે પણ કાર્યવાહી અત્યારે ચાલુ છે. અને એના સિવાય જે અગાઉ જે ગુનામાં સંડોવાયેલા જે છે, એના ઉપર ટેકનિકલ સર્વેલન્સથી પણ અમે મોનિટરિંગ કરવાના છીએ. એટલે આ અલગ-અલગ દિશામાં આ ગુના બનતા અટકાવવા માટે પોલીસ સઘન પ્રયાસો કરી રહી છે. 'ન્યાય જોઈએ છે અમને, લોહીનો બદલો લોહી' મૃતકની બહેને જણાવ્યું હતું કે, મરનાર મારા ભાઈ હતો, હું એની બહેન છું. મારા ભાઈ સાથે આવું થયેલું છે, મને ન્યાય જોઈએ છે. મારી માંગ એક જ છે, ન્યાય જોઈએ છે અમને. લોહીનો બદલો લોહી. જેવી મારા ભાઈની હાલત કરીને એવી હાલત એ લોકોની પણ થવી જોઈએ.
    Click here to Read More
    Previous Article
    ‘Criminalising lived realities’: Protests across India against Transgender Persons Amendment Bill
    Next Article
    રાજુલા નજીક ચાલુ કારમાં ભીષણ આગ:કડિયાળી ગામ પાસે ભૂંડ આડે આવતા ઈમરજન્સી બ્રેક મારતા દુર્ઘટના, ચાલકનો બચાવ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment