Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    યુદ્ધના કારણે એક્સપોર્ટ-ઈમ્પોર્ટના ઉદ્યોગ પર ગંભીર અસર:કન્ટેનર અટવાતા એક્સપોર્ટરોને કરોડોની નુકશાની, કોંગ્રેસે એક્સપોર્ટરો માટે સહાય પેકેજ જાહેર કરવા માંગ કરી

    9 hours ago

    ઈરાન ઈઝરાયલ-અમેરિકા યુદ્ધના કારણે એક્સપોર્ટ-ઈમ્પોર્ટના ઉદ્યોગ ઉપર ગંભીર આફત આવી પડી છે. એક્સપોર્ટરોને કરોડોનું નુકશાન થયું હોવાનો કોંગ્રેસે દાવો કર્યો છે. ખોરફક્કન પોર્ટ અને ઓમાનના સોહાર પોર્ટ ઉપર 500 કન્ટેનર અટવાયા છે. જેને પાછા બેક ટુ ટાઉન લાવવા માટેનો અંદાજે 275 કરોડનો ખર્ચ એક્સપોર્ટરોને થવાનો છે તેમજ રેફરીજરેશન પ્લગીંગની વ્યવસ્થાના હોવાના લીધે નાશવંત માલ બગડી ગયો હોવાનો પણ કોંગ્રેસે દાવો કર્યો છે. કેરીના વેપારીઓ અને ગારમેન્ટ ઉદ્યોગના એક્સપોર્ટરોને નુકસાન થયું હોવાથી સહાય પેકેજ જાહેર કરવા કોંગ્રેસે માંગ કરી છે. તદુપરાંત કન્ટેનર રિટર્ન લાવવાનો ચાર્જ પણ માફ કરવા કોંગ્રેસે સરકાર પાસે માંગ કરી છે. કન્ટેનરોને પાછા ભારત લાવવા 275 કરોડનો ખર્ચ એક્સપોર્ટરોને કરવો પડી રહ્યો છે કોંગ્રેસના પ્રવક્તા ડૉ. પાર્થિવરાજસિંહ કઠવાડિયાએ જણાવ્યું હતું કે, ઈરાન ઈઝરાયેલ અમેરિકા યુદ્ધના લીધે સમગ્ર વિશ્વનો વેપાર કટોકટીની સ્થિતિમાં મુકાઈ ગયો છે. એક્સપોર્ટ ઈમ્પોર્ટના ઉદ્યોગ ઉપર ગંભીર આફત આવી પડી છે. યુદ્ધની સ્થિતિના લીધે યુ.એ.ઇના ખોરફક્કન પોર્ટ અને ઓમાનના સોહાર પોર્ટ ઉપર દક્ષિણ એશિયાઈ દેશોના 29000થી વધુ કન્ટેનર અટવાઈ પડ્યા છે. જેમાં ભારતના 5500 વધુ કન્ટેનરો છે. જો પરત લાવવામાં આવે તો એક કન્ટેનર માટે 5 લાખ જેટલો ખર્ચ થઈ રહ્યો છે. કન્ટેનરોને પાછા ભારત લાવવામાં આવે તો તેનો ખર્ચ 275 કરોડ એક્સપોર્ટરોને કરવો પડી રહ્યો છે. બટાકા, તરબૂચ, માછલી, સી ફૂડ, શાકભાજી, ડેરી પ્રોડક્ટ જેવી નાશવંત કોમોડિટી એક્સ્પોર્ટ કરે છે. ખોરફક્કન પોર્ટ ઉપર 800થી વધુ રીફર કન્ટેનરો એટલે રેફ્રિજરેટેડ કન્ટેનરો ઉતારી દેવામાં આવ્યા છે. જે કન્ટેનરોને ઠંડા રાખવા માટે ઇલેક્ટ્રિક પ્લગ્સની વ્યવસ્થાની જરૂર હોય છે ત્યારે તે પોર્ટની કેપેસિટી ઓછી હોવાથી પોર્ટ ઉપર માત્ર 120 જેટલા પ્લગ્સ ઉપલબ્ધ છે ત્યારે તે પોર્ટ પર નાશવંત માલ સંપૂર્ણ સડી કે બગડી જાય એવી પરિસ્થિતિમાં છે. યુદ્ધ લંબાશે તો કેરીના એક્સ્પોર્ટ પર ગંભીર અસર કરશે વધુમાં ડૉ. પાર્થિવરાજસિંહ કઠવાડીયાએ જણાવ્યું હતું કે, ઈદના સમયે અમદાવાદ અને સુરતના ગારમેન્ટ કપડા ઉદ્યોગ ગલ્ફ દેશો જોડે 1500 કરોડનો વેપાર કરે છે. યુદ્ધના લીધે ગારમેન્ટ એક્સ્પોર્ટ ઉદ્યોગને 1500 કરોડના નુકશાનનો ફટકો પડે એવી સ્થિતિ છે. સમયસર માલ ન પહોંચે, ઓર્ડર રદ્દ થાય અને કન્ટેનરો અટવાવવાથી ગારમેન્ટ ઉદ્યોગની સ્થિતિ ડામાડોળ થઈ છે. ગુજરાતમાંથી કેસર કેરી અને અન્ય કેરીનો આશરે 500 કરોડનો ગલ્ફ જોડે વેપાર થાય છે. યુદ્ધ લંબાશે તો કેરીના એક્સ્પોર્ટ પર ગંભીર અસર કરશે. જેના લીધે કેરી એક્સપોર્ટરો સહિત સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતના ખેડૂતો ઉપર વ્યાપક અસર થશે. યુદ્ધની પરિસ્થિતિમાં એક્સપોર્ટરો બરબાદ થઈ જાય તેવી પરિસ્થિતિમાં કેન્દ્ર સરકાર દ્વારા એક્સપોર્ટરોને બચાવવા રાહત પેકેજ માટેની વ્યવસ્થા ઉભી કરવી જોઈએ. યુવા પેઢી જે સ્ટાર્ટ અપના નામે એક્સપોર્ટ ઈમ્પોર્ટ જોડે જોડાયેલી હશે તેને આ નુકશાનની અસર ના ભોગવવી પડે તે દિશામાં સરકારે વિચારવું જોઈએ.
    Click here to Read More
    Previous Article
    બોટાદ: મોહન લખાણી ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાયા:જિલ્લા ખરીદ વેચાણ સંઘના ડાયરેક્ટરને કોંગ્રેસ પ્રમુખે આવકાર્યા
    Next Article
    Dhurandhar 2’s Rizwan earned Rs 10,000 as a gym trainer, discontinued education, battled dyslexia; now is a celebrity trainer and actor: The story of Mustafa Ahmed

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment