Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બોટાદ: મોહન લખાણી ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાયા:જિલ્લા ખરીદ વેચાણ સંઘના ડાયરેક્ટરને કોંગ્રેસ પ્રમુખે આવકાર્યા

    10 hours ago

    બોટાદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા રાજકીય ગરમાવો તેજ બન્યો છે. બોટાદ જિલ્લા ખરીદ વેચાણ સંઘના ડાયરેક્ટર અને ટાટમ સેવા સહકારી મંડળીના ઉપપ્રમુખ મોહનભાઈ લખાણીએ ભાજપ છોડી કોંગ્રેસનો હાથ પકડ્યો છે. મોહનભાઈ લાખાણીને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હિંમતભાઈ કટારીયા અને જિલ્લા પ્રભારી વલ્લભભાઈ જીજુવાડીયાની હાજરીમાં કોંગ્રેસનો ખેસ પહેરાવી આવકારવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ બોટાદ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે યોજાયો હતો. આ પ્રસંગે મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. મોહનભાઈના પક્ષપલટાથી કાર્યકર્તાઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. મોહનભાઈ લખાણીએ જણાવ્યું કે તેઓ છેલ્લા પંદર વર્ષથી ભાજપ સાથે સંકળાયેલા હતા. જોકે, સતત અવગણના થતી હોવાથી તેમણે ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાવાનો નિર્ણય કર્યો છે. તેમણે ઉમેર્યું કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસને બહુમતી મળે તે માટે તેઓ પ્રયત્નશીલ રહેશે.
    Click here to Read More
    Previous Article
    વડોદરાની રણોલી GIDCની કંપનીમાં ચોરી:1 લાખ રૂપિયાની કિંમતના એલ્યુમિનિયમ ફોઈલના રોલની ચોરી, બિઝનેસમેને જવાહરનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી
    Next Article
    યુદ્ધના કારણે એક્સપોર્ટ-ઈમ્પોર્ટના ઉદ્યોગ પર ગંભીર અસર:કન્ટેનર અટવાતા એક્સપોર્ટરોને કરોડોની નુકશાની, કોંગ્રેસે એક્સપોર્ટરો માટે સહાય પેકેજ જાહેર કરવા માંગ કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment