Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લાજપોર જેલમાંથી ફરાર આરોપી દોઢ મહિને ઝડપાયો:મર્ડરના ગુનામાં પેરોલ જમ્પ કરી સોનગઢના જંગલોમાં છૂપાયો, પાંડેસરા પોલીસે ફિલ્મી ઢબે દબોચ્યો

    1 week ago

    સુરત પોલીસ દ્વારા નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે ચલાવવામાં આવી રહેલી ઝુંબેશ અંતર્ગત પાંડેસરા પોલીસ સ્ટેશનને મોટી સફળતા મળી છે. વર્ષ 2023માં થયેલી એક ઘાતકી હત્યાના ગુનામાં લાજપોર મધ્યસ્થ જેલમાંથી વચગાળાના જામીન મેળવી ફરાર થઈ ગયેલા રીઢા ગુનેગારને પોલીસે તાપી જિલ્લાના સોનગઢ કિલ્લા પાસેના ગાઢ જંગલોમાંથી શોધી કાઢ્યો છે. આરોપી છેલ્લા દોઢ મહિનાથી પોલીસને થાપ આપીને નાસતો ફરતો હતો, પરંતુ અંતે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે તે પોલીસના સકંજામાં આવી ગયો છે. શું છે સમગ્ર મામલો? મળતી માહિતી મુજબ, તારીખ 14 જાન્યુઆરી 2026ના રોજ મકર સંક્રાંતિના દિવસે પાંડેસરા વિસ્તારમાં એક લોહિયાળ ખેલ ખેલાયો હતો. ફરિયાદી બલરામ ભગવાન શાહુ (રહે. સનાતન ડાયમંડનગર, પાંડેસરા) એ નોંધાવેલી ફરિયાદ મુજબ, આરોપી દુર્ગેશ ઉર્ફે દીપક વિનોદ પાંડે સાથે અગાઉ ક્રિકેટ રમવા બાબતે ઝઘડો થયો હતો. આ ઝઘડાનું સમાધાન કરવાના બહાને આરોપી દીપક પાંડેએ ફરિયાદીના ભાઈ શિવાને સાંજના સમયે નાકોડા મેદાન પાસે બોલાવ્યો હતો. સમાધાનની વાત ચાલી રહી હતી ત્યારે અચાનક ઉશ્કેરાઈ જઈને દીપકે પોતાની પાસે રહેલા ચપ્પુ વડે શિવાના પેટના ભાગે ઉપરા-છાપરી ઘા મારી દીધા હતા. આ હુમલામાં ગંભીર ઈજાઓ પહોંચાડી આરોપી ત્યાંથી નાસી છૂટ્યો હતો. આ અંગે પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ઈ.પી.કો. કલમ 302, 307 અને જી.પી. એક્ટ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આરોપી જેલમાંથી પેરોલ મેળવી થયો ફરાર આ ગુનામાં ધરપકડ થયા બાદ આરોપી દુર્ગેશ ઉર્ફે દીપક પાંડે (ઉ.વ. 22, રહે. ભક્તિ નગર સોસાયટી, બમરોલી રોડ) લાજપોર મધ્યસ્થ જેલમાં કાચા કામના કેદી તરીકે બંધ હતો. દરમિયાન, તેણે કોર્ટમાંથી 10 દિવસના વચગાળાના જામીન મેળવ્યા હતા. જામીન મુક્ત થયા બાદ નિયત સમયે જેલમાં હાજર થવાને બદલે આરોપી ભૂગર્ભમાં ઉતરી ગયો હતો. જેલ સત્તાવાળાઓ દ્વારા જાણ કરવામાં આવતા પોલીસે તેને શોધવા માટે ચક્રગતિમાન કર્યા હતા. આરોપી તાપી જિલ્લાના સોનગઢ વિસ્તારમાં છુપાયો પાંડેસરા પોલીસ ઇન્સ્પેક્ટર જે.આર. ચૌધરી અને એસ.જી. ચાવડાના માર્ગદર્શન હેઠળ એક ખાસ ટીમ બનાવવામાં આવી હતી. સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે.જે. વસાવા અને ડી.જે. બારોટની ટીમ સતત આરોપીનો પીછો કરી રહી હતી. દરમિયાન, એ.એસ.આઈ. વિજયભાઈ અને હેડ કોન્સ્ટેબલ વિનોદભાઈને બાતમી મળી હતી કે આરોપી તાપી જિલ્લાના સોનગઢ વિસ્તારમાં છુપાયેલો છે. પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી આરોપીને દબોચ્યો ટેકનિકલ વર્કઆઉટના આધારે જાણવા મળ્યું કે આરોપી સોનગઢ કિલ્લા તરફ જતા જંગલ વિસ્તારમાં દેવજીપુરા અને પારસ ફળીયા પાસે છુપાયો છે. પાંડેસરા પોલીસની ટીમે તાત્કાલિક સોનગઢના જંગલ વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધર્યું હતું. જંગલના કઠિન રસ્તાઓ અને ઝાડી-ઝાંખરા વચ્ચે પોલીસે ફિલ્મી ઢબે પીછો કરીને આરોપી દુર્ગેશ ઉર્ફે દીપક પાંડેને દબોચી લીધો હતો.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદના વાલીઓને મોટી રાહત:વધુ એક વાર રુપાલાએ કરી સમાજને ટકોર,સાવકા પિતાએ 6 વર્ષની દીકરી પર કર્યું દુષ્કર્મ
    Next Article
    Ambalal Patel LIVE | ગુજરાતમાં માવઠાના નવા રાઉન્ડ અને વાવાઝોડાની આગાહી | Weather Forecast | Rain

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment