Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોઢેરા ચોકડી પાસેથી ખેડૂતપુત્રની બાઈકની ચોરી:પાર્ક કરીને યુવક દુકાનમાં મોબાઈલ લેવા ગયો ને ગણતરીની મિનિટોમાં ઉઠાંતરી

    15 hours ago

    મહેસાણા શહેરની વ્યસ્ત ગણાતી મોઢેરા ચોકડી પાસે આવેલી એક મોબાઈલની દુકાન આગળ પાર્ક કરેલું મોટરસાઈકલ કોઈ અજાણ્યો શખસ ચોરી કરી રફુચક્કર થઈ જવાની ઘટના સામે આવી છે. આ અંગે તળેટી પટેલવાસના રહીશ અને ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા ગોવિંદભાઈ લાલજીભાઈ પટેલે શહેર બી ડિવિઝન પોલીસ મથકે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. થોડી વાર બાદ બહાર આવતા બાઈક ગાયબ હતું ફરિયાદી ગોવિંદભાઈનો 18 વર્ષીય પુત્ર યુગ ગત 20 માર્ચના રોજ બપોરે પોણા એક વાગ્યાના સુમારે પોતાનું કાળા કલરનું સ્પ્લેન્ડર પ્લસ મોટરસાઈકલ નંબર GJ-02-EM-4445 લઈને મોઢેરા ચોકડી ખાતે આવેલી 'ફોનવાલે' નામની દુકાને ગયો હતો. રિપેરિંગમાં આપેલો મોબાઈલ પરત લેવા માટે તેણે પોતાનું બાઈક દુકાનની બહાર પાર્ક કર્યું હતું. જોકે થોડી જ વારમાં મોબાઈલ લઈને બહાર આવીને જોતા પાર્ક કરેલું બાઈક ત્યાં મળી આવ્યું નહોતું. પોલીસે સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી પુત્રએ આસપાસના વિસ્તારમાં તપાસ કરવા છતાં બાઈકનો કોઈ પત્તો લાગ્યો ન હતો. આખરે અંદાજે રૂ 60 હજારની કિંમતનું 2025નું આ નવું મોટરસાઈકલ કોઈ અજાણ્યો ચોર ચોરી કરી ગયું હોવાની ખાતરી થતા ગોવિંદભાઈએ પોલીસનો સંપર્ક કર્યો હતો. મહેસાણા બી ડિવિઝન પોલીસે આ મામલે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરની શોધખોળ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    ધારાસભ્ય વી.ડી. ઝાલાએ વિકાસકામોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કર્યું:ઘોરવાડા, નાની ડેમાઈ અને તીતપુરમાં ગાયત્રી યજ્ઞ સાથે કાર્યક્રમ યોજાયો
    Next Article
    "Can Reach Berlin, Paris, Rome": Israel On Iran Using Long-Range Missiles

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment