Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ધારાસભ્ય વી.ડી. ઝાલાએ વિકાસકામોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કર્યું:ઘોરવાડા, નાની ડેમાઈ અને તીતપુરમાં ગાયત્રી યજ્ઞ સાથે કાર્યક્રમ યોજાયો

    13 hours ago

    હિંમતનગરના ધારાસભ્ય વી.ડી. ઝાલાના હસ્તે સાબરકાંઠા જિલ્લાના ઘોરવાડા, નાની ડેમાઈ અને તીતપુર ગામોમાં વિવિધ વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ પ્રસંગે ગાયત્રી પંચકુંડી યજ્ઞ પણ યોજાયો હતો. રવિવારે ઘોરવાડા ગામે નવીન ગ્રામ પંચાયત ઘરનું લોકાર્પણ કરાયું. આ ઉપરાંત, ઘોરવાડા અને નાની ડેમાઈ ગામોમાં પાણીના સંપનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ખાતમુહૂર્ત કરાયેલા કામોમાં ઘોરવાડા ગામના રહેવર ફળિયામાં સી.સી. રોડ, પંચાલ ફળિયા તેમજ પ્રજાપતિ અને રહેવર ફળિયામાં ગટર લાઈનનો સમાવેશ થાય છે. નાની ડેમાઈ ગામે સી.સી. રોડનું કામ અને તીતપુર ગામે પ્રાથમિક શાળામાં નવીન ઓરડા તથા પેવર બ્લોકના કામનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા સંગઠન મંત્રી દિલીપસિંહ મકવાણા, જિલ્લા મહિલા મોરચાના મંત્રી જાનકીબા રહેવર, તલાટી કમ મંત્રી વી.એફ. રહેવર, સરપંચ વીણાબા રહેવર સહિત અનેક સ્થાનિક આગેવાનો, ગ્રામજનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ચોટીલા મહાદેવના મહંત અને ગાયત્રી યજ્ઞના મહંત પણ આ પ્રસંગે હાજર રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    Weather Update: Baarish-आंधी की चेतावनी, IMD Alert! | Delhi NCR | Weather Forecast | Thunderstorm
    Next Article
    મોઢેરા ચોકડી પાસેથી ખેડૂતપુત્રની બાઈકની ચોરી:પાર્ક કરીને યુવક દુકાનમાં મોબાઈલ લેવા ગયો ને ગણતરીની મિનિટોમાં ઉઠાંતરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment