Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઉમરગામના કામદારો ખાડી દેશોમાં ફસાયા:પરિવારો ચિંતિત, સાંસદ ધવલભાઈ પટેલને રજૂઆત કરાઈ

    6 days ago

    ઉમરગામ તાલુકાના મરોલી સહિતના કાંઠા વિસ્તારના ગામોમાંથી રોજગાર અર્થે ખાડી દેશોમાં ગયેલા અને હાલ ત્યાં ફસાયેલા કામદારોના પરિવારોમાં ભારે ચિંતા વ્યાપી છે. આ અંગે પરિવારજનોએ સાંસદ ધવલભાઈ પટેલને રજૂઆત કરી હતી. પરિવારજનોએ સાંસદ સમક્ષ વિનંતી કરી હતી કે વિદેશમાં અટવાયેલા તેમના સગાસંબંધીઓને સુરક્ષિત રીતે સ્વદેશ પરત લાવવા માટે જરૂરી સહાયતા પૂરી પાડવામાં આવે. સાંસદ ધવલભાઈ પટેલે પરિવારજનોને આશ્વાસન આપતા જણાવ્યું હતું કે ખાડી દેશોમાં ફસાયેલા કામદારોને પરત લાવવા માટે કેન્દ્ર સરકાર અને સંબંધિત એમ્બેસીઓ સાથે સંકલન કરવામાં આવી રહ્યું છે. તેમણે ઉમેર્યું હતું કે અગાઉ પણ આવા પ્રયાસો દ્વારા કેટલાક લોકોને સફળતાપૂર્વક સ્વદેશ પરત લાવવામાં આવ્યા છે. બાકી રહેલા કામદારોને પણ વહેલી તકે પરત લાવવા માટે પ્રયત્નો ચાલુ છે. સાંસદે વિશ્વાસ વ્યક્ત કર્યો કે ઉમરગામ તાલુકા, વલસાડ જિલ્લા અને સમગ્ર દક્ષિણ ગુજરાતના ફસાયેલા તમામ કામદારોને સુરક્ષિત રીતે સ્વગૃહ પરત લાવવામાં આવશે અને ટૂંક સમયમાં સકારાત્મક પરિણામ મળશે.
    Click here to Read More
    Previous Article
    ઈરાનનો ઇઝરાયેલ પર 4 બેલેસ્ટિક મિસાઈલથી હુમલો:300 લોકો ઘાયલ, ટ્રમ્પે હોર્મુઝ સ્ટ્રેટ ખોલવા માટે 48 કલાકનું અલ્ટીમેટમ આપ્યું
    Next Article
    વડોદરામાં 24-27 માર્ચે MGVCLની ખાસ ડ્રાઈવ:બાકી વીજ બિલની વસૂલાત માટે 23 સબ ડિવિઝનમાં 480 ટીમો કામે લાગશે, ન ભરનારના વીજ કનેક્શન કપાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment