Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડોદરામાં 24-27 માર્ચે MGVCLની ખાસ ડ્રાઈવ:બાકી વીજ બિલની વસૂલાત માટે 23 સબ ડિવિઝનમાં 480 ટીમો કામે લાગશે, ન ભરનારના વીજ કનેક્શન કપાશે

    6 days ago

    માર્ચ મહિનાનાં અંત સુધીમાં મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા વીજ બિલના નાણાંની વસૂલાત માટે કડકાઈ શરૂ કરવામાં આવી છે. જે લોકોની વીજ બિલની રકમ બાકી છે, તેઓ પાસેથી તેની વસૂલાત અને જો પૈસા ન ભરે તો તેના કનેક્શનને કાપી નાખવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેને લઈને આગામી 24 માર્ચ અને 27 માર્ચના આ અંગેની ખાસ ડ્રાઈવ યોજવામાં આવી છે. 23 સબ ડિવિઝનમાં 600 જેટલા માણસોને મેદાને ઉતરશે વડોદરામાં બાકી વીજ બિલ વસૂલાત માટે મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા મેગા ડિસકનેક્શન ડ્રાઇવ હાથ ધરવામાં આવી છે. વડોદરા શહેરના ત્રણ ડિવિઝનના 23 સબ ડિવિઝનમાં કુલ 480 ટીમોમાં 600 જેટલા માણસો આ કામગીરી માટે મેદાનમાં ઉતારવામાં આવશે. છેલ્લે 13 માર્ચના રોજ ડ્રાઇવ યોજાઈ હતી. હવે 24 અને 27 માર્ચના રોજ ખાસ ડ્રાઈવ યોજાશે. વડોદરામાં MGVCL દ્વારા બાકી વીજ બિલ ધરાવતા ગ્રાહકો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. તમામ પેટા વિભાગીય કચેરીઓ દ્વારા ચેકિંગ સાથે બાકી રકમ વસૂલાતની કામગીરી ચાલી કરવામાં આવશે. સ્થળ ઉપર જ બિલ ભરવાની વ્યવસ્થા કંપનીએ ગ્રાહકોને રાહત આપતા ઓન ધ સ્પોટ બિલ ભરપાઈ કરવાની પણ વ્યવસ્થા કરી છે. તેમ છતાં જે ગ્રાહકો બિલ ચૂકવશે નહીં તેમના વીજ કનેક્શન નિયમ મુજબ કાપવામાં આવશે. મેગા ડ્રાઇવ દરમિયાન શહેરભરમાં મોટી સંખ્યામાં ચેકિંગ અને ડિસકનેક્શનની કાર્યવાહી હાથ ધરાશે. વડોદરા શહેરમાં લગભગ 8,20,000 જેટલા કનેક્શન છે. MGVCLની ગ્રાહકોને અગત્યની જાહેર અપીલ 1. તમામ ગ્રાહકોને સૂચિત કરવામાં આવે છે કે બાકી રહેલાં વીજ બિલની તાત્કાલિક અને સંપૂર્ણ ચુકવણી કરવી અનિવાર્ય છે. 2. ડિસકનેકશન જેવી કાર્યવાહીથી બચવા માટે સમયસર વીજ બિલની નિયમિત ચુકવણી કરવાની રહેશે. 3. મેગા ડ્રાઈવ પૂર્વે બાકી રહેલાં વીજ બિલની સંપૂર્ણ રકમ જમા કરાવવા વિનંતી કરવામાં આવે છે. 4. જો મેગા ડિસકનેક્શન ડ્રાઈવના દિવસે કનેક્શન ડિસકનેકટ કરવામાં આવશે, તો વીજ બિલની બાકી રહેલી 100% રકમ તેમજ રી-કનેકશન ચાર્જીસની સંપૂર્ણ ચુકવણી સબ-ડિવિઝન કચેરીમાં કર્યા બાદ જ કનેકશન ફરીથી રી-કનેકટ કરવામાં આવશે. ગ્રાહક દ્વારા વીજબીલની રકમ કંપનીની સ્થાનિક કચેરી, નજીકના વિસ્તારના ઈ-ગ્રામ સેન્ટર, સી.એસ.સી. સેન્ટર તેમજ વિવિધ ઓનલાઈન પેમેન્ટ મોડસ, એમજીવીસીએલ વેબ પોર્ટલ અને વેબસાઈટ, ક્રેડીટ-ડેબીટ કાર્ડ, યૂઆર કોડ વિગેરે વિકલ્પો પૈકી કોઈ પણ વિકલ્પ દ્વારા ભરપાઈ કરી શકાય છે. કેવી રીતે બિલ ભરી શકાય
    Click here to Read More
    Previous Article
    ઉમરગામના કામદારો ખાડી દેશોમાં ફસાયા:પરિવારો ચિંતિત, સાંસદ ધવલભાઈ પટેલને રજૂઆત કરાઈ
    Next Article
    Three Weeks In, Iran War Escalates Beyond Trump's Control

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment