Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મિલેટ મહોત્સવના પ્રથમ દિવસે લોકસંસ્કૃતિની રમઝટ જામી:વઢવાણના હવા મહેલ ખાતે હુડો, ગોફ-ગૂંથણ, પઢાર નૃત્ય રજૂ થયા

    6 days ago

    સુરેન્દ્રનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વઢવાણના ઐતિહાસિક હવા મહેલ ખાતે બે દિવસીય ‘મિલેટ મહોત્સવ-2026’નો પ્રારંભ થયો છે. મહોત્સવના પ્રથમ દિવસે લોકકલા અને સંસ્કૃતિનો અનોખો સંગમ જોવા મળ્યો. રાત્રે 8 થી 10 દરમિયાન યોજાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમોએ ઉપસ્થિત મેદનીને મંત્રમુગ્ધ કરી દીધી હતી. હવા મહેલને આકર્ષક રોશનીથી શણગારવામાં આવ્યો હતો. કાર્યક્રમની શરૂઆત જાણીતા કલાકાર પ્રદિપ એ. પરમાર અને તેમની ટીમે સૌરાષ્ટ્રના ‘હુડો રાસ’ની પ્રસ્તુતિથી કરી હતી. ત્યારબાદ, કલાકારો દ્વારા અત્યંત જટિલ ‘ગોફ-ગૂંથણ’ નૃત્ય રજૂ કરાયું હતું. આ નૃત્યમાં કલાકારોએ તાલબદ્ધ રીતે દોરીની ગૂંથણી કરી અને તેને ગૂંચવણ વગર ઉકેલી પોતાની અદભૂત કુશળતા દર્શાવી હતી. મહોત્સવના મુખ્ય આકર્ષણ તરીકે રામભાઈ પોપટભાઈ પઢાર અને તેમના સાથી કલાકારોએ વિશ્વવિખ્યાત ‘પઢાર નૃત્ય’ મંજીરા રાસ રજૂ કર્યું. નળકાંઠાના પઢાર સમુદાયની વિશિષ્ટ શૈલીમાં રજૂ થયેલા આ નૃત્ય અને મંજીરાના નાદે પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કર્યા હતા. કલાકાર વૈશાલીબેન મિસ્ત્રીએ પ્રાચીન અને અર્વાચીન ગરબા રજૂ કરીને વાતાવરણને ભક્તિમય બનાવ્યું હતું. સાંસ્કૃતિક કાર્યક્રમો ઉપરાંત, મુલાકાતીઓએ શ્રી ધાન્ય આધારિત પૌષ્ટિક વાનગીઓના સ્ટોલ્સની મુલાકાત લીધી અને વિવિધ વાનગીઓનો સ્વાદ માણ્યો. બાળકો માટેનો વિશેષ ‘ચિલ્ડ્રન પ્લે એરિયા’ પણ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. જિલ્લા વહીવટી તંત્રના સુચારુ આયોજનને કારણે પ્રથમ દિવસે જ મોટી સંખ્યામાં ઝાલાવાડવાસીઓ આ ઉત્સવમાં ઉમટી પડ્યા હતા. મહોત્સવના બીજા દિવસે, એટલે કે આજે, ખ્યાતનામ કલાકાર હિતેશકુમાર બારોટ દ્વારા ‘કસુંબલનો રંગ’ લોકસાહિત્યનો કાર્યક્રમ યોજાશે. જિલ્લા વહીવટી તંત્રએ તમામ નાગરિકોને આ સાહિત્યિક કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા આમંત્રણ પાઠવ્યું છે.
    Click here to Read More
    Previous Article
    હિંમતનગરના ગઢોડામાં ગર્ભ-સંસ્કાર વિધિ સંપન્ન:ગાયત્રી પરિવાર અને શ્રીનાથજી ગીર ગૌશાળા દ્વારા આયોજન; 24 ગર્ભવતી મહિલાઓએ યજ્ઞમાં ભાગ લીધો
    Next Article
    "He Is Under Most Pressure": Ex-IPL Star's Big Remark On Rishabh Pant

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment