Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબીના બંધ સિરામિક કારખાનામાં ક્રિકેટ મેચ:કારખાનેદારો, કોન્ટ્રાક્ટરો અને શ્રમિકો રમતા વીડિયો વાયરલ

    19 hours ago

    મોરબીમાં પ્રોપેન અને નેચરલ ગેસની અછતને કારણે 450 જેટલા સિરામિક કારખાના બંધ પડ્યા છે. આ બંધ પડેલા કારખાનાના શેડ હવે ક્રિકેટ મેદાનમાં ફેરવાઈ ગયા છે. કારખાનેદારો, કોન્ટ્રાક્ટરો અને શ્રમિકો તેમાં ક્રિકેટ રમતા હોવાના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. ગેસની અછતને કારણે માત્ર બંધ જ નહીં, પરંતુ જે કારખાના ચાલુ છે તે પણ બંધ થવાની તૈયારીમાં છે. આ સ્થિતિમાં સિરામિક ઉદ્યોગ ફરી ક્યારે ધમધમતો થશે તે એક મોટો પ્રશ્ન બની રહ્યો છે. મોરબીનો સિરામિક ઉદ્યોગ 24 કલાક કાર્યરત રહી દેશ-વિદેશમાં સિરામિક ટાઇલ્સનું ઉત્પાદન અને નિકાસ કરે છે. જોકે, 23 ફેબ્રુઆરીએ શરૂ થયેલા ઈરાન-ઈઝરાયેલ યુદ્ધ અને 28 ફેબ્રુઆરીએ દુબઈ પોર્ટ પર થયેલા હુમલા બાદ પરિસ્થિતિ બદલાઈ છે. આ ઘટનાક્રમ બાદ જીસીસી (GCC) દેશોમાં મોરબીની સિરામિક ટાઇલ્સના કન્ટેનરોની અવરજવર બંધ થઈ ગઈ છે. પરિણામે, મુંદ્રા અને કંડલા પોર્ટ તેમજ દરિયાઈ માર્ગેથી 1500 જેટલા સિરામિક ટાઇલ્સ ભરેલા કન્ટેનરો પાછા ફર્યા છે. આના કારણે દરેક સિરામિક કારખાનેદારને લાખો રૂપિયાનું નુકસાન થયું છે. બંધ પડેલા સિરામિક કારખાનાઓમાં કેટલીક જગ્યાએ મેન્ટેનન્સની કામગીરી ચાલી રહી છે, જ્યારે મોટાભાગના સ્થળોએ કોઈ કામ ન હોવાથી કારખાનેદારો, કોન્ટ્રાક્ટરો અને શ્રમિકો સમય પસાર કરવા ક્રિકેટ રમી રહ્યા છે. આ દ્રશ્યો દર્શાવતા વીડિયો હાલમાં વાયરલ થયા છે. આ સ્થિતિમાં ઉદ્યોગકારો સામે અનેક પ્રશ્નો ઉભા થયા છે: ગેસના અભાવે બંધ થયેલા કારખાનાઓ ફરી ક્યારે શરૂ થશે? જ્યારે શરૂ થશે ત્યારે ગેસ વર્તમાન ભાવે મળશે કે બમણા ભાવે? જો ગેસના ભાવ બમણા થશે તો સિરામિક ઉદ્યોગકારો બજારમાં ટકી શકશે કે કેમ? આવા અનેક અનિશ્ચિત પ્રશ્નોને કારણે મોરબીનો સિરામિક ઉદ્યોગ હાલમાં ભારે મૂંઝવણમાં મુકાયો છે.
    Click here to Read More
    Previous Article
    રાજકોટમાં ચૂંટણી પૂર્વે કડવા પાટીદારોનું સંમેલન:રૂપાલાએ કહ્યું, પ્રિ-વેડિંગનો રિવાજ અડખે પડખેથી આપણામાં આવ્યો, ઈશ્વરીયામાં રૂ.125 કરોડના ખર્ચે શૈક્ષણિક સંકુલનું ખાતમુહૂર્ત
    Next Article
    Kotak Mahindra Bank To Sell Infina Finance Stake To Rakesh Jhunjhunwala Estate, Others For Rs 1,294 Crore. Details Here

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment