Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'છાવા'-'ધુરંધર'ની હરોળમાં ગુજરાતી ફિલ્મ 'કાશી રાઘવ':બોલિવૂડની બ્લોકબસ્ટર ફિલ્મો સાથે અમદાવાદની અવની સોની રેસમાં; કાસ્ટિંગ ડિરેક્ટર સાથે ખાસ વાતચીત

    20 hours ago

    ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રી માટે ગૌરવ વધારનારા સમાચાર સામે આવ્યા છે. અમદાવાદની જાણીતી કાસ્ટિંગ ડિરેક્ટર અવની સોનીને તેની સુપરહિટ ગુજરાતી ફિલ્મ ‘કાશી રાઘવ’ માટે પ્રતિષ્ઠિત ઈન્ડિયન નેશનલ સિને એકેડમી (INCA) એવોર્ડ્સમાં 'બેસ્ટ કાસ્ટિંગ' કેટેગરીમાં નોમિનેશન મળ્યું છે. બોલિવૂડના દિગ્ગજો સાથે ટક્કર આ નોમિનેશન એટલા માટે ખાસ છે કારણ કે આ રેસમાં અવની સોનીની સાથે બોલિવૂડના મોટા ગજાના કાસ્ટિંગ ડિરેક્ટર્સ પણ સામેલ છે. 'સિતારે જમીન પર', 'છાવા' અને 'ધુરંધર' જેવી બ્લોકબસ્ટર ફિલ્મો માટે કામ કરનારા મુકેશ છાબડા અને વૈભવ વિશાંત જેવા દિગ્ગજો સાથે અવની સોની સ્પર્ધા કરી રહ્યા છે. ભારતીય સિનેમાના ઈતિહાસમાં આ પ્રથમ વખત છે જ્યારે કોઈ એકેડમી સ્ટાઈલ એવોર્ડમાં પ્રાદેશિક ફિલ્મોને બોલિવૂડની હરોળમાં સ્થાન મળ્યું હોય. આ સફળતા બાદ દિવ્યભાસ્કર સાથેની ખાસ વાતચીતમાં અવનીએ પોતાની આ સફર અને પડકારો વિશે દિલ ખોલીને વાત કરી હતી. "મારો આનંદ શબ્દોમાં વર્ણવી શકાય તેમ નથી" પોતાની આ સિદ્ધિ વિશે વાત કરતા અવની સોનીએ જણાવ્યું હતું કે- "જ્યારે હું નોમિનેશન લિસ્ટ ચેક કરી રહી હતી અને અચાનક મારું નામ જોયું, ત્યારે મને થોડી સેકન્ડો માટે તો વિશ્વાસ જ ન આવ્યો. કાસ્ટિંગ કેટેગરીને સામાન્ય રીતે એવોર્ડમાં સ્થાન મળતું નથી, જ્યારે ગુજરાતી ઈન્ડસ્ટ્રીમાંથી આ પ્રકારે નોમિનેશન મેળવું પ્રથમ વખત હશે, જે મારા માટે ખૂબ જ ભાવુક ક્ષણ છે. તેણે વધુમાં ઉમેર્યું કે, “ઓસ્કર એકેડમી બાદ હવે ભારતમાં પણ કાસ્ટિંગ ડિરેક્ટર્સના કામને સત્તાવાર માન્યતા મળી રહી છે, તે જોઈને આનંદ થાય છે. આ માત્ર મારી સફળતા નથી, પણ સમગ્ર કાસ્ટિંગ ડિરેક્ટર્સ માટે પ્રોત્સાહનની વાત છે.” ‘કાશી રાઘવ’ના પાત્રની પસંદગી માટેના પડકારો ફિલ્મ 'કાશી રાઘવ' તેના શાનદાર પાત્રો અને એક્ટિંગ માટે ચર્ચામાં રહી છે. અવનીએ જણાવ્યું કે- ‘આ ફિલ્મમાં સૌથી મોટો પડકાર એક ચાઈલ્ડ આર્ટિસ્ટને શોધવાનો હતો. અસંખ્ય ઇન્ટરવ્યુ બાદ પીહુશ્રી ગઢવીની પસંદગી કરવામાં આવી હતી, જેણે પોતાની પ્રથમ ફિલ્મ હોવા છતાં અપેક્ષા કરતા પણ વધુ સારું પ્રદર્શન કર્યું છે. અન્ય પડકારોની વાત કરું તો, સ્ટોરીની માંગ હતી બંગાળી પાત્રો દેખાવા જોઈએ અને રેડ લાઈટ એરિયાનો સીન કરવાનો હતો એના માટે ગુજરાતી ઈન્ડસ્ટ્રીમાં પાત્રો મળવા એટલા સરળ નહોતા.' ભવિષ્યના લક્ષ્યો અને આગામી પ્રોજેક્ટ્સ અવની સોની આગામી સમયમાં ગુજરાતી અને હિન્દી સિનેમાના દિગ્ગજ ડિરેક્ટર્સ સાથે કામ કરવાની ઈચ્છા ધરાવે છે. ગુજરાતી ડિરેક્ટર્સ: અભિષેક જૈન, દુર્ગેશ તન્ના, પ્રીત ગોહિલ અને ધ્રુવ ગોસ્વામી. બોલિવૂડ ડિરેક્ટર્સ: સંજયલીલા ભણસાલી, પ્રિયદર્શન, અનુરાગ કશ્યપ અને આદિત્ય ધર. હાલમાં તેના બે મહત્વના પ્રોજેક્ટ્સ પાઇપલાઇનમાં છે: પલ્લવ પરીખ દ્વારા નિર્દેશિત 'ફાફડા જલેબી' અને ધ્રુવ ગોસ્વામીની એક અનટાઈટલ્ડ ફિલ્મ. શું છે INCA એવોર્ડ્સ? INCA એવોર્ડ્સએ પ્રોડ્યુસર્સ ગિલ્ડ ઓફ ઇન્ડિયાના સહયોગથી શરૂ કરાયેલું પ્લેટફોર્મ છે, જે ભારતની 12 વિવિધ પ્રાદેશિક ભાષાઓની ફિલ્મોને સન્માનિત કરે છે. આ યાદીમાં ગુજરાતી પ્રતિભા તરીકે અવની સોનીનું નામ ચમકવું એ પ્રાદેશિક સિનેમાની વધતી જતી તાકાતનું પ્રતીક છે.
    Click here to Read More
    Previous Article
    રવાન્ડાની ફેનીએ ટી-20 ડેબ્યૂમાં સદી ફટકારી:આવું કરનાર પ્રથમ મહિલા ખેલાડી બની, 65 બોલમાં 111 રન બનાવી અણનમ રહી
    Next Article
    ઈરાને ઈઝરાયલ તરફ ફરી મિસાઈલો છોડી:ટ્રમ્પનું ઈરાનને અલ્ટીમેટમ- 48 કલાકમાં હોર્મુઝ ખોલો, નહીં તો પાવર પ્લાન્ટ ઉડાવી દઈશું; ઈરાનની વળતા પ્રહારની ચીમકી

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment