Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચાલુ ટોય ટ્રેનમાં સગીર ચડવા ગયોને નીચે પડ્યો:ખૂબ ભીડને લોકો ચાલુ ટ્રેનમાં ચડતાં જોવા નજરે ચડ્યા, અમદાવાદના કાંકરિયામાં રમજાન ઇદના દિવસે દુર્ઘટના થતા રહી ગઈ

    1 week ago

    અમદાવાદમાં કાંકરિયા પરિસર અમદાવાદીઓ અને બહારથી આવનારા મુલાકાતીઓ માટે ફરવાનું સ્થળ છે. ત્યારે રમજાન ઈદના દિવસે કાંકરિયા પરિસરમાં ચાલતી ટોય ટ્રેનમાં એક દુર્ઘટના થતાં રહી હતી. ચાલુ ટ્રેનમાં કેટલાક લોકો ચડવા ગયા હતાં. જેમાં એક સગીર બાળક નીચે પડ્યો હતો. જોકે સદનસીબે બાજુના ભાગે પડ્યો હોવાના કારણે ટ્રેનની નીચે ન આવતા તેને ઈજા થઈ નહોતી, જોકે નાના બાળકોથી લઇ અને મોટા યુવકો ચાલુ ટ્રેનમાં ચઢી અને ઉભા રહેતા હતાં. આખી ટ્રેન લોકોથી ભરેલી હોવા છતાં પણ લોકો ટ્રેન ઉપર ચડી જતા હતા તેમજ નીચે ઉતરી જતા હતાં. ભીડમાં ચાલુ ટ્રેને લોકો ચડતાં જોવા મળ્યાં ચાલુ ટ્રેનમાં ચડવા અને ઉતરવાના વીડિયો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થયા છે. સમગ્ર મામલે કાંકરિયા પરિસર તંત્ર દ્વારા તપાસ કરવામાં આવી છે. કાંકરિયા પરિસરનો હવાલો સંભાળતા HOD પંકજ ભૂતે જણાવ્યું હતું કે, આ મામલે અમે તપાસ કરીશું અને હવેથી જો મોટા તહેવારો આવે અને ખૂબ ભીડ હોય ત્યારે ટ્રેનના દરેક ડબ્બામાં પણ એક વ્યક્તિ મુકીશું જેથી કોઈ ઘટના બને નહીં. ટ્રેનમાં સિક્યુરિટી મૂકાયા છતાં બેદરકારી કાંકરિયાના અન્ય એક અધિકારીએ જણાવ્યું હતું કે, ખૂબ વધારે ભીડ હોવાના કારણે લોકો ચાલુ ટ્રેનમાં આ રીતે ચડે છે અને ખૂબ ધીમી ગતિએ ટ્રેન ચાલતી હોવાના કારણે ચાલુ ટ્રેનમાં ચડવા ઉતરવાનો પ્રયાસ કરે છે. ટ્રેનમાં સિક્યુરિટી મૂકવામાં આવેલી જ છે પરંતુ કેટલાક લોકો આ પ્રમાણે વર્તન કરતા હોય છે. કાંકરિયામાં ખૂબ મોટી સંખ્યામાં લોકોની ભીડ અમદાવાદનું કાંકરિયા પરિસર ફરવા માટેનું સ્થળ છે જ્યાં સૌથી વધારે લોકો આવતા હોય છે રજાના દિવસોમાં પણ લોકોની ભીડ વધુ રહેતી હોય છે. ત્યારે ગઈકાલે 21 માર્ચના રોજ રમજાન ઈદનો તહેવાર હોવાના કારણે કાંકરિયામાં ખૂબ મોટી સંખ્યામાં લોકોની ભીડ જોવા મળી હતી. જોકે કાંકરિયા પરિસરમાં ચાલતી ટોય ટ્રેનમાં એક દુર્ઘટના થતા રહી ગઈ હતી. ચાલુ ટ્રેનમાં ચડવા ગયો ને નીચે પડી ગયો ગઈકાલે (21 માર્ચ) સવારથી જ મોટી સંખ્યામાં લોકો કાંકરિયા પરિસરમાં તહેવાર હોવાના કારણે આવ્યા હતા. કાંકરીયા ફરવા માટે આવેલા નાના બાળકોથી લઇ અને મોટા યુવકો દ્વારા ચાલુ ટ્રેનમાં ચડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ટ્રેનમાં ઉપર ચઢી અને નીચે ઉતરવાની મજા લેતા હતા, જોકે એક બાળક માટે આ મજા સજા બની જતી ઘટના બની હતી. ચાલુ ટ્રેનમાં ચડવા જતો હતો પરંતુ તે નીચે પડી ગયો હતો. મજાક મસ્તી સજા બની જાય એવા દ્રશ્યો નાના બાળકોની અને યુવકોની આવી મજાક મસ્તી ક્યારે તેમના માટે સજા બની જાય એવા દ્રશ્યો વીડિયોમાં જોવા મળ્યા હતાં. નાના બાળકો ચાલુ ટ્રેનમાં ઉપર ચડી રહ્યા હતા અને ઉતરી રહ્યા હતા ટ્રેનમાં મફતમાં ઉપર ચડવા અને નીચે ઉતારવા જેવી સ્થિતિ જોવા મળી હતી. જો કે કાંકરિયા પરિસરની સિક્યુરિટી ગાર્ડ દ્વારા આ પ્રમાણે મજાક મસ્તી કરનારા લોકોને રોકવામાં પણ ન આવ્યા હોવાની ચર્ચા છે. કાંકરિયાના તંત્રની બેદરકારી, સિક્યુરિટી ગાર્ડ આ જોતા નહીં હોય? જે લોકો કાંકરિયા પરિસરમાં ફરવા માટે આવતા હોય છે ત્યારે તેમની સુરક્ષા માટે પણ સિક્યુરિટી હોવી જરૂરી છે કોઈ દુર્ઘટના ન ઘટે તેના માટે આવા સિક્યુરિટી ગાર્ડ રાખવામાં આવે છે. પરંતુ સિક્યુરિટી ગાર્ડની ધ્યાન ન રાખતા હોવાના કારણે ચાલુ ટ્રેનમાં ચડવા અને ઉતરવા જેવી ઘટનામાં દુર્ઘટના સર્જાય તેવી સ્થિતિ રમજાન ઇદના દિવસે જોવા મળી છે. મોજ મસ્તીના કારણે પોતાનો જીવ ગુમાવવો પડે તેવી સ્થિતિ માતા પિતા પોતાના સગીર બાળકોને ફરવા માટે એકલા પણ મોકલી દેતા હોય છે ત્યારે સગીર દ્વારા મોજ મસ્તીના કારણે પોતાનો જીવ ગુમાવવો પડે તેવી સ્થિતિ પણ ક્યારેક સર્જાઈ જતી હોય છે. જેથી માતા-પિતા જ્યારે પોતાના બાળકોને બહાર એકલા ફરવા માટે મોકલતા હોય છે ત્યારે આવા બાળકોને એકલા મોકલવા પણ હવે જોખમરૂપ સાબિત થઈ શકે છે. કાંકરિયા પરિસરમાં જે પ્રમાણે સગીર અને બાળકો દ્વારા ચાલુ ટ્રેનમાં મસ્તી કરવામાં આવી છે ત્યારે માતા પિતાએ પણ પોતાના બાળકોનું ધ્યાન રાખવું જરૂરી છે.
    Click here to Read More
    Previous Article
    ‘Need enough buffers to deal with any kind of volatility, inflation impact to be seen through multiple channels’, says Nomura’s Sonal Varma
    Next Article
    કાલાવડ રોડની સોસાયટીના રહીશોનો રામધૂન બોલાવી વિરોધ:4 વર્ષથી સારા રસ્તા અને સ્ટ્રીટ લાઈટનો અભાવ, નેતાઓને સદબુદ્ધિ મળે તે માટે અનોખો પ્રયોગ, ચૂંટણી બહિષ્કારની ચીમકી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment