Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નેતાઓને સદબુદ્ધિ મળે તે માટે અનોખો પ્રયોગ:રાજકોટ પરિશ્રમ સોસાયટીનાં લોકોએ દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ રે... સહિતનાં ભજનો દ્વારા ખરાબ રોડ-રસ્તાનો વિરોધ કર્યો, ચૂંટણીનાં બહિષ્કારની ચીમકી

    1 week ago

    રાજકોટના કાલાવડ રોડ પરની પરિશ્રમ સોસાયટીના રહીશો છેલ્લા ઘણા સમયથી રસ્તાની વિકટ સમસ્યાનો સામનો કરી રહ્યા છે. અનેક રજૂઆતો છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર કામગીરી ન કરવામાં આવતા રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. અંતે થાકી હારીને, સત્તાધીશો અને રાજકીય નેતાઓને સદબુદ્ધિ મળે તે માટે ગઈકાલે રાત્રે સોસાયટીના રહીશોએ ભક્તિનો માર્ગ અપનાવ્યો હતો. જેમાં સોસાયટીનાં લોકોએ દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ રે... સહિતનાં ભજનો ગાઈ નેતાઓને સદબુદ્ધિ મળે તે માટે અનોખો પ્રયાસ કર્યો હતો. તેમજ તાત્કાલિક સમસ્યાનો ઉકેલ ન આવે તો આગામી ચૂંટણી નો બહિષ્કાર કરવાની ચીમકી આપી હતી. વિકાસના દાવાઓ વચ્ચે રસ્તાની બદતર હાલત સોસાયટીના રહીશ ઉપાસનાબા ઝાલાએ પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે, છેલ્લા 4 વર્ષથી તેઓ અહીં રહે છે, પરંતુ અત્યાર સુધી પાયાની સુવિધાઓ જેવી કે સારા રસ્તા અને સ્ટ્રીટ લાઈટનો અભાવ જોવા મળ્યો છે. સોસાયટીના પ્રમુખ નિલેશભાઈ અને ભાનુબેનના સતત પ્રયત્નોથી તાજેતરમાં સ્ટ્રીટ લાઈટની સુવિધા મળી છે, પરંતુ રસ્તાની હાલત હજુ પણ અત્યંત દયનીય છે. રસ્તાઓ પર પડેલા મોટા ખાડાઓને કારણે વાહન ચલાવવું તો દૂર, ચાલવું પણ મુશ્કેલ બની ગયું છે. ખાસ કરીને મહિલાઓ જ્યારે ટુ-વ્હીલર પર પસાર થાય છે, ત્યારે રસ્તાની ખરાબ હાલત જોઈને ફાળ પડે છે કે હમણાં પડી જવાશે. રાત્રિના સમયે અંધારામાં અને ઉબડખાબડ રસ્તા પરથી પસાર થવું જોખમી સાબિત થઈ રહ્યું છે. પરિવહન સુવિધાનો અભાવ અને રહીશોની હાડમારી રસ્તાની ખરાબ હાલતની અસર સીધી રીતે પરિવહન સુવિધા પર પણ પડી રહી છે. અહીં સિટી બસની સુવિધા તો છે, પરંતુ બસ સોસાયટી પાસે માત્ર 2 મિનિટ જ ઉભી રહે છે અને તરત જ જતી રહે છે. સોસાયટીથી મેઈન રોડ સુધી પહોંચવામાં જ 10 મિનિટ જેટલો સમય લાગે છે, જેના કારણે રહીશો વારંવાર બસ ચૂકી જાય છે. બસને ઓછામાં ઓછી 5 મિનિટનો સ્ટોપેજ આપવામાં આવે જેથી વૃદ્ધો અને બાળકો સરળતાથી બસ પકડી શકે તે માટે તંત્રને વિનંતી છે. પરિશ્રમ સોસાયટીના પ્રમુખ નિલેશભાઈ મહેતાએ જણાવ્યું હતું કે, સોસાયટીને જોડતા 150 ફૂટ રિંગ રોડ અને કાલાવડ રોડ તરફ જતાં બંને રસ્તાઓની હાલત છેલ્લા 4 વર્ષથી અત્યંત દયનીય છે. આ અંગે કોર્પોરેટર, ધારાસભ્ય અને સાંસદ સુધી લેખિત - મૌખિક રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ હજુ સુધી કોઈ ઉકેલ આવ્યો નથી. ખરાબ રસ્તાઓને કારણે ચોમાસામાં અકસ્માતોનું પ્રમાણ વધી જાય છે. રસ્તાઓની હાલત એટલી ખરાબ છે કે ઈમરજન્સીના સમયે હોસ્પિટલ પહોંચવું પણ મુશ્કેલ બને છે. વધુમાં તેમણે જણાવ્યું કે, તાજેતરમાં સ્ટ્રીટ લાઈટના ઉદ્ઘાટન સમયે મંત્રી ભાનુબેન બાબરીયાને પણ આ સમસ્યા અંગે રૂબરૂ નિરીક્ષણ કરવા વિનંતી કરી હતી, પરંતુ કોઈ નક્કર પરિણામ મળ્યું નથી. જેને લઈને આજે કરવામાં આવેલા વિરોધ પ્રદર્શનમાં 5 વર્ષના બાળકોથી લઈને 70 વર્ષના વૃદ્ધો સહિત 250 કરતા વધારે રહીશો સ્વયંભૂ જોડાયા હતા. જો આગામી સમયમાં રસ્તાનું કામ શરૂ કરવામાં નહીં આવે, તો તેઓ ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન કરશે અને મુખ્યમંત્રી તેમજ વડાપ્રધાન સુધી આ બાબતે રજૂઆત કરવામાં આવશે. કેમ યોજી રામધૂન? સ્થાનિકોએ જણાવ્યું હતું કે, તેઓએ સ્થાનિક નેતાઓ અને તંત્રને અનેકવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરી છે, પરંતુ પરિણામ 'શૂન્ય' આવ્યું છે. કોઈ પણ નેતા કે અધિકારી આ વિસ્તારની મુલાકાત લેવા કે સમસ્યા સાંભળવા આવતા નથી. જ્યારે તમામ રસ્તાઓ બંધ થઈ ગયા ત્યારે રહીશોએ નક્કી કર્યું કે હવે ભગવાન જ આ સત્તાધીશોને સદબુદ્ધિ આપી શકે છે. આ હેતુથી મોટી સંખ્યામાં સોસાયટીની મહિલાઓ, પુરુષો અને બાળકો એકઠા થયા હતા અને રામધૂન બોલાવી હતી. રહીશોનો સુર હતો કે, "જાગો તંત્ર જાગો! રસ્તા આપો અથવા રામ ભજો!" આ અનોખા વિરોધ દ્વારા તેઓ તંત્રનું ધ્યાન ખેંચવા માંગે છે. તંત્ર પાસે રહીશોની મુખ્ય માંગણીઓ: * 1.5 કિલોમીટરના મુખ્ય એપ્રોચ રોડનું તાત્કાલિક નવીનીકરણ કરવામાં આવે. * ચોમાસા પહેલા રસ્તાઓનું પેચવર્ક અથવા નવો ડામર રોડ બનાવવામાં આવે. * સિટી બસના સ્ટોપેજ સમયમાં વધારો કરવામાં આવે. * સ્થાનિક કોર્પોરેટર અને અધિકારીઓ રૂબરૂ મુલાકાત લઈને રહીશોની સુરક્ષાની ખાતરી આપે. ઉલ્લેખનીય છે કે, પરિશ્રમ સોસાયટીના લોકોએ ચીમકી આપી છે કે જો આગામી દિવસોમાં રસ્તાનું કામ શરૂ કરવામાં નહીં આવે, તો તેઓ આગામી ચૂંટણીનો બહિષ્કાર કરવા અથવા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવા પણ મજબૂર બનશે. અત્યારે તો આ 'રામધૂન' એ તંત્ર માટે લાલબત્તી સમાન છે. હવે જોવાનું એ રહેશે કે ભક્તિના આ માર્ગ પછી તંત્ર જાગે છે કે કેમ. આગામી ચૂંટણીનો પ્રચાર કરવા આવનારા તમામ નેતાઓને પણ અહીં લોકોના રોષનો સામનો કરવો પડશે તેવું લાગી રહ્યું છે.
    Click here to Read More
    Previous Article
    ગેસની બોટલની કાળાબજારી:ગેસ એજન્સીનો કર્મચારી ભરેલી બોટલમાંથી ખાલી બોટલમાં ગેસ ભરતો ઝડપાયો, 65 ગેસની બોટલ પણ મળી આવી
    Next Article
    Woman Earning Rs 2.5 Lakh Says She Was Happiest At Rs 15,000: "Comparison Created Dissatisfaction"

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment