Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાષ્ટ્રીય સેમિનાર યોજાયો:આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી લેખકોની ઓથોરિટી સામે અનેક પ્રશ્નો ઉભા થશે

    1 week ago

    મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના રસાયણ શાસ્ત્ર વિભાગ અને અંગ્રેજી ભવન દ્વારા સંયુક્ત રીતે 'વિજ્ઞાન અને સાહિત્ય' વિષય પર એક બહુશાખાકીય રાષ્ટ્રીય સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંમેલનમાં સમકાલીન વિષયો પર પણ ચર્ચા થઈ હતી. ખાસ કરીને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) લેખકની ઓથોરિટી સામે કઈ રીતે પ્રશ્નો ઊભા કરે છે તે અંગેના સંશોધન પત્રોએ ઉપસ્થિતોનું ખાસ ધ્યાન ખેંચ્યું હતું. આ વિષય પરના વિચાર-વિમર્શથી સ્પષ્ટ થયું કે આજના ડિજિટલ યુગમાં લેખન અને સર્જનાત્મકતાની વ્યાખ્યાઓ બદલાઈ રહી છે. આ સંમેલનમાં 12 જેટલા વિવિધ રાજ્યોમાંથી કુલ 275 જેટલા સંશોધકો અને વિદ્વાનોએ નોંધણી કરાવી હતી. મુખ્ય વક્તવ્ય સત્ર મેડિકલ કોલેજના ઑડિટોરિયમમાં યોજાયું હતું, જ્યાં કુરુક્ષેત્ર યુનિવર્સિટીના પ્રો.નીરા રાઘવ, ક્રાઇસ્ટ યુનિવર્સિટી લાવાસા (પુણે)ના એરોન જ્યોર્જ, ફોરેન્સિક યુનિવર્સિટીના દીપક મશરૂ, સૌરાષ્ટ્ર યુનિ.ના મહેશ જીવાણી અને સરદાર પટેલ યુનિ.ના પ્રગ્નેશ દવેએ પોતાના વિશિષ્ટ વક્તવ્યો આપ્યા હતા. આ ઉપરાંત ભાવનગર યુનિવર્સિટીના ઇન્દ્ર ગઢવી અને ભારતસિંહ ગોહિલે પણ પોતાના સંશોધનલક્ષી વિચારો રજૂ કર્યા હતા. આ સંમેલનનું મુખ્યત્વે પર્યાવરણ વિજ્ઞાન અને લોકસાહિત્ય, વન્ય જીવન અને સાહિત્ય, ભારતીય પુરાતન સાહિત્યમાં વિજ્ઞાન, તેમજ ફોરેન્સિક વિજ્ઞાન અને ભાષાવિજ્ઞાન જેવા વિષયો સામેલ હતા. અંગ્રેજી ભવન ખાતે આયોજિત આ સંશોધન સત્રો ઉપરાંત એક વિશેષ પોસ્ટર પ્રદર્શનીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. શ્રેષ્ઠ સંશોધન પત્રો અને પોસ્ટરોને બિરદાવાયા હતા, યુનિ.ના કુલપતિ પ્રો. ભરતભાઈ રામાનુજે આવા સંમેલનો નિયમિત યોજવાની શુભકામના પાઠવી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવામાં અંગ્રેજી ભવનના અધ્યક્ષ પ્રો.દિલીપ બારડ, રસાયણ ભવનના પ્રો.ગોધાણીએ કોઓર્ડિનેટર તરીકે ફરજ નિભાવી હતી. સર્જનાત્મકતાને વધારવા ડિજિટલ ટેકનિક વાપરો સર્જનાત્મકતાને વધારવા માટે ડિજિટલ ટેકનિકોનો અસરકારક રીતે ઉપયોગ કરવા માટે, સર્જનાત્મક સુવિધાઓ પ્રદાન કરતા વિવિધ સાધનો અને પ્લેટફોર્મ્સનું અન્વેષણ કરવું મહત્વપૂર્ણ છે. સારા સૉફ્ટવેરનો પ્રયોગ કરીને આકર્ષક ડિઝાઇન અથવા ડિજિટલ આર્ટવર્ક બનાવો. તમારી સર્જનાત્મક ક્ષમતાઓને વિસ્તૃત કરવા માટે વિવિધ ડિજિટલ ટૂલ્સ સાથે સતત પ્રેક્ટિસ અને પ્રયોગ કરવાનું યાદ રાખો. ઓનલાઈન અભ્યાસક્રમો અને ટ્યુટોરિયલ્સ અને ડિજિટલ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને સર્જનાત્મક કુશળતા સુધારવામાં મદદ કરી શકે છે.
    Click here to Read More
    Previous Article
    નોકરી ન્યુઝ:રેલવેમાં 11,127 આસિસ્ટન્ટ લોકો પાયલોટની ભરતી કરવામાં આવશે
    Next Article
    પરિણીતાને અપાયો ત્રાસ:પતિએ સાસરીમાંથી રૂ.15 લાખ લઇ આડા સંબંધે પત્નિ ઉપર ત્રાસ ગુજાર્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment