Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ડ્રગ્સના દૂષણ સામે પોલીસ તંત્ર હવે આકરા પાણીએ:શાળા-કોલેજ આસપાસ ‘ડ્રગ્સ વેચશો તો છોડવામાં નહીં આવે’: કમિશનર

    1 week ago

    રાજકોટ શહેરમાં નશાના જાળને ચૂર કરવા પોલીસ હવે આક્રમક મોડમાં આવી ગઈ છે. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાની અધ્યક્ષતામાં ડી.સી.બી. પોલીસ સ્ટેશન ખાતે યોજાયેલી નાર્કો કો-ઓર્ડિનેશન સેન્ટરની બેઠકમાં સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો, શાળા અને કોલેજ આસપાસ ડ્રગ્સનું વેચાણ કોઈપણ કિંમતે સહન નહીં થાય. તાજેતરમાં પકડાયેલા હાઇબ્રિડ ગાંજામાં કુરિયર મારફત સપ્લાય કરાતી હોવાનું બહાર આવતા તે પોલીસ માટે પણ ચિંતાજનક બન્યું છે. કમિશનરે કડક શબ્દોમાં સૂચના આપી કે, પાનના ગલ્લા અને તંબાકુ વેચાણના નામે ચાલી રહેલી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર તાત્કાલિક તાબો મેળવવો. શૈક્ષણિક સંસ્થાઓની આસપાસ નશાકારક પદાર્થો વેચાતા હોવાની શંકા હોય તો સીધી પોલીસને જાણ કરવા શિક્ષણ વિભાગને પણ એલર્ટ કરવામાં આવ્યું. યુવાનોમાં વધતા જતા ગાંજા અને અન્ય ડ્રગ્સના ટ્રેન્ડને “લાલબત્તી” ગણાવી કમિશનરે તમામ પોલીસ સ્ટેશનોને સક્રિય અને પરિણામલક્ષી કાર્યવાહી કરવા હુકમ કર્યો હતો. ડી.સી.પી. જગદીશ બાંગરવાએ બેઠકમાં ચોંકાવનારા આંકડા રજૂ કર્યા. માત્ર એક જ મહિનામાં 365 ગ્રામ હાઈબ્રિડ ગાંજો, જેની કિંમત રૂ.12.78 લાખથી વધુ છે, તે ઝડપી પાડવામાં આવ્યો છે. સાથે જ કુલ 4 કેસમાં રૂ.24 લાખથી વધુના અફીણ અને ગાંજાનો જથ્થો જપ્ત કરી 6 આરોપીને એન.ડી.પી.એસ. હેઠળ જેલહવાલે કરવામાં આવ્યા છે. પોલીસની કડક કામગીરી માત્ર ડ્રગ્સ પૂરતી મર્યાદિત નથી. શાળા આસપાસ 100 મીટર વિસ્તારમાં પ્રતિબંધ હોવા છતાં પાનના ગલ્લા ચલાવતા વેપારીઓ સામે કોપટા એક્ટ હેઠળ 141 કેસ કરી રૂ.28,200નો દંડ ફટકારાયો છે. બેઠકમાં એક મહત્ત્વની ચેતવણી પણ આપવામાં આવી કે, ઓનલાઇન પેમેન્ટ અને કુરિયર મારફતે ડ્રગ્સની ડિલિવરીનો ટ્રેન્ડ ઝડપથી વધી રહ્યો છે.
    Click here to Read More
    Previous Article
    ધમકી આપતાં ફરિયાદ નોંધાઈ:જમીનનો સોદો રદ થતાં ચાર કરોડ ડૂબ્યાં; ભાગીદારોએ ઉઘરાણી કરી ધમકીઓ આપી
    Next Article
    હાઈ-પ્રોફાઈલ છેતરપિંડીનો મામલો:‘વાસણ સ્ક્રેપ સ્કીમ’ના નામે ફુલેકું ફેરવતા દંપતી સામે ફરિયાદ માટે હવે EOWની જાહેર અપીલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment