Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આયોજન:બોરીદ્રામાં મુખ્ય શિક્ષકની બાળકો સાથે અનોખી રીતે વિશ્વ વન તેમજ જળ દિવસની ઉજવણી

    1 week ago

    21 માર્ચ વિશ્વ વન દિવસ અને 22 માર્ચ વિશ્વ જળ દિવસ તરીકે વિશ્વના તમામ દેશોમાં ઉજવવા માં આવે છે. ભારતમાં પણ આ દિવસ ઉજવી અને આવનારી પેઢી ને વન વૃક્ષ પાણી ના રક્ષણ માટે સમજ આપવી જરૂરી છે ત્યારે આ 21 અને 22 માર્ચ જાહેર રજાના દિવસો આવ્યા હોય મોટાભાગે આ દિવસની ઉજવણી કરવામાં આવી હશે નહીં અને આવનારી પેઠી ને જળ બચાવો જીવન બચાવો, વૃક્ષ વન બચાવો ની સમાજ આવશે તો આ પૃથ્વી પર ગ્લોબલ વોર્મિંગની અસરો ઓછી થશે. જેથી પોતાની ફરજના ભાગ રૂપે નર્મદા જિલ્લાના નાંદોદના અંતરિયાળ ગામ એવા બોરીદ્રા ના મુખ્ય શિક્ષક એવા અનિલ મકવાણા એ રજાના દિવસો માં પણ સ્કૂલ પ્રઃ જઈને ગામમાં બાળકો ભેગા કરી ને જંગલ વિસ્તારમાં લઇ જઈ વન સંરક્ષણ ની વાત સમજાવી અને ગામમાં પાણીના ઝરણા પાસે લઇ જઈ ને પાણી બચાવવા ની વાત સમજાવી હતી. આ બાબતે અનિલ ગુરુજીએ જણાવ્યું હતું કે રજા ને મજા માં ફેરવવી હોય તો બાળકો પાસે જવાનું ભૂલકાઓ ની સેવા થી ભગવાનના દર્શન થાય છે. શનિ અને રવિવાર ની જાહેર રાજાઓ આવતા સ્કૂલ બંધ હોય છતાં મેં નક્કી કર્યું કે બોરીદ્રાના બાળકો સાથે વન દિવસ અને જળ દિવસ ની સુરક્ષિત રીતે અનોખી ઉજવણી કરવી છે એટલે સ્કૂલ માં રજા હોવા છતાં બોરીદ્રા ગામે જઈને બાળકોને ભેગા કરીને જંગલ અને પાણી વિષે વાર્તાઓ કરી ગીત સંભળાવી જેનું જતન કરવા નું રક્ષણ કરવાની વાત કરી સમજાવ્યા અને બુંદી અને ચોકલેટ ની પ્રસાદી આપવામાં આવી. આવી સાદગીથી અનોખી ઉજવણી કરી છે.
    Click here to Read More
    Previous Article
    હાશકારો:ખડકુ ગામની સીમમાં પાંજરૂ મૂક્યાં બાદ પાંચમાં દિવસે દીપડો પૂરાયો
    Next Article
    કાર્યવાહી:બ્રોકરના પિતાના ખોટા દસ્તાવેજથી 1.88 કરોડની જમીનના એફએસઆઈના લાભ લેનાર 4 સામે ગુનો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment