Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કાર્યવાહી:બ્રોકરના પિતાના ખોટા દસ્તાવેજથી 1.88 કરોડની જમીનના એફએસઆઈના લાભ લેનાર 4 સામે ગુનો

    1 week ago

    ગોત્રીની 1.88 કરોડની જમીનને લઈ ચાર ભેજાબાજે મુળ માલિકની ખોટી સહીઓ અને કબુલાતપત્ર બનાવી ઠગાઇ કરી હતી. જમીન પર બનેલા રૂક્ષ્મણી કોમ્પ્લેક્ષના વધારાના બાંધકામમાં એફએસઆઈ સહિત અન્ય લાભ લઈને એસ્ટેટ બ્રોકર સાથે ઠગાઈ કરાઇ હતી. આ મામલે ગોત્રી પોલીસે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી હતી. જુના પાદરા રોડ મેઘધનુષ સોસાયટીમાં રહેતા ભુપેન્દ્રભાઈ મદનલાલ દલવાડી એસ્ટેટ બ્રોકરનું કામ કરે છે. તેમના દાદાની ગોત્રીમાં 1012 ચો.મી.ની જમીન હતી. ભુપેન્દ્રભાઈના દાદાનું 1983માં અવસાન થયું હતું. ત્યારબાદ પિતાએ પાલિકામાંથી જમીન અંગે રજાચિઠ્ઠી લીધી હતી. જેમાં પાલિકાને કેટલિક જમીન આપવાની શરત ઉલ્લેખવામાં આવી હતી. 715 ચો.મીની જમીનનું મદનલાલે પ્રિવણ પટેલ અને અરવિંદ પટેલને બાનાખત કરી આપ્યું હતું. ત્યારે જમીનનો વેચાણ દસ્તાવેજ રજીસ્ટર કરવા સુધી વર્ષ 1997માં મનહરસિંહ ઝાલાને કુલમુખત્યાર પત્ર લખી અપાયું હતું. પ્રવિણ અને અરવિંદે ભાગીદારીથી ડેવલોપ કરવા રવિ પટેલને આપી હતી. સાથે જ બાંધકામ કરવા મેસર્સ ક્રિષ્ના એન્ટરપ્રાઇઝ નામની ભાગીદારી પેઢીથી રૂક્ષ્મણી કોમ્પ્લેક્ષ બાંધવાનું નક્કી થયું હતું. જોકે પ્રવિણ અને અરવિંદે તેમના ભાગ સિવાય અન્ય જમીન પર પણ બાંધકામ કરવા પાલિકામાં અરજી કરી હતી. મનહરસિંહે ખોટા કબૂલાત પત્રો અને કબજા પાવતી બનાવી ખોટી સહી કરી પાલિકામાં રજૂ કરી રૂક્ષ્મણી કોમ્પ્લેક્ષના વધારાના બાંધકામમાં એફએસઆઈ સહિત અન્ય લાભ મેળવ્યા હતા. તે જમીન રૂ.1.88 કરોડ થતી હોવાનું ભુપેન્દ્રભાઈ દલવાડીએ ફરિયાદમાં જણાવ્યું હતું. આરોપીઓએ ભુપેન્દ્રભાઈ સાથે છેતરપિંડી કરતાં ગોત્રી પોલીસે 4 સામે ગુનો નોંધ્યો છે. આ લોકો સામે ફરિયાદ કરાઇ અરવિંદ રતીલાલ પટેલ (રહે, સેવાસી ગામ) પ્રવિણ ડાહ્યા પટેલ (રહે, સેવાસી ગામ) રવિ ચંદ્રકાંત પટેલ (રહે, રવિ ફાર્મ ખાનપુર ગામ, સેવાસી) મનહરસિંહ ઉર્ફે મહેશ નાનભા ઝાલા (રહે, મંગલદિપ સો.જુના પાદરા રોડ)
    Click here to Read More
    Previous Article
    આયોજન:બોરીદ્રામાં મુખ્ય શિક્ષકની બાળકો સાથે અનોખી રીતે વિશ્વ વન તેમજ જળ દિવસની ઉજવણી
    Next Article
    વરણી:ગુજરાત બાર કાઉન્સિલમાં સામાન્ય બેઠક ઉપર નિમિષા ધોત્રેનો વિજય

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment