Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    યુદ્વની અસર:પીપળાવ અને ડાકોર મંદિરના ભોજનાલય ગેસ સિલિન્ડરના અભાવે બંધ કરવા પડ્યા

    1 week ago

    યાત્રાધામ પીપળાવ આશાપુરી મંદિર ખાતે યાત્રિકો માટે ચાલતું ભોજનલય ગેસની બોટલના અછતના પગલે ચૈત્રી નવરાત્રિમાં બંધ કરવાનો વખત આવ્યો છે. જ્યારે ડાકોરમાં યાત્રિકો માટે નિ:શુલ્ક ચાલતી ભોજન શાળા બંધ કરવામાંનો વખત આવ્યો છે.જેને કારણે અનેક યાત્રાળુઓને મુશ્કેલીમાં મુકાવું પડ્યું છે. પીપળાવ આશાપુરી માતાના મંદિરમાં વર્ષોથી ભોજનલય ચલાવવામાં આવતું હતું. દૈનિક 400થી વધુ , રવિવારે 4 હજારથી વધુ યાત્રિકો તેનો લાભ લેતા હતા. જ્યારે ચૈત્રી નવરાત્રિમાં 3 હજારથી વધુ ભકતો ભોજનનો લાભ લેતા હતા. જેના કારણે દૈનિક 2 ગેસની બોટલ તો રવિવારે 5થી વધુ ગેસની બોટલની જરૂરીયાત હતી. પરંતુ હાલમાં અમેરિકા ઇરાન વચ્ચે ચાલી રહેલા યુદ્વના પગલે એલપીજી સહિતના ગેસની અછત વર્તાઇ છે. જેના કારણે સમયસર બોટલ મળતા નથી તેના કારણે ભોજનલય બંધ કરવામાં આવતા યાત્રિકોને બહાર હોટલોમાં ભોજન કરવાનો વખત આવ્યો છે. યાત્રાધામ ડાકોરમાં આવતા દર્શનાર્થીઓની સુવિધાને ધ્યાનમાં રાખીને મંદિર દ્વારા યાત્રાળુઓ માટે નિઃશુલ્ક ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે. રોજના 800 થી 1 હજાર યાત્રાળુઓ આ ભોજનશાળામાં પ્રસાદી લે છે. શનિ અને રવિવારે તેમજ વાર - તહેવારે આ આંકડો 2 હજારને પાર પહોંચી જાય છે. ત્યારે છેલ્લા બે દિવસથી ગેસનો બોટલ ન મળતા ભોજનશાળામાં ભોજન પ્રસાદી તૈયાર કરવામાં મુશ્કેલી પડતા અંતે હાલ પૂરતી ભોજનશાળા બંધ કરવાની નોબત આવી છે. જેને કારણે યાત્રાળુઓને પણ મુશ્કેલી પડે તેવી સ્થિતિ ઊભી થઈ છે. માતાજી અને ઠાકોરજીના થાળ પૂજારીઓ- સેવકો ઘરેથી લાવે છે પીપળાવ મંદિરના પૂજારીએ જણાવ્યું હતું કે હાલમાં ભોજન લઇ બંધ હોવાથી માતાજી સવાર સાંજ ભોજનનો થાળ ધરાવવા માટે વારા પાડવામાં આવ્યાં છે. જે પુજારીનો વારો તે પોતાના ઘરેથી થાળ તૈયાર કરીને લાવે છે. માતાજીને ચઢાવવામાં આવે છે. તેમજ પ્રસાદમાં માટે ટ્રસ્ટ દ્વારા અલગ વ્યવસ્થા કરવામાં આવી છે. જે ગ્રામજનો સહકારથી તૈયાર કરવામાં આવે છે. જ્યારે ડાકોર રણછોડજી મંદિરમાં જે સેવકભાઇનો વારો તેના ઘરેથી થાળ આવે છે. પીપળાવ ડાકોર
    Click here to Read More
    Previous Article
    Focus on pollution, congestion: Govt clears dues of Rs 3,700 cr for two peripheral expressways
    Next Article
    શહેરના ત્રીજા વ્હાઇટ ટોપીગ રોડનું કરાશે નિર્માણ:રિંગરોડ પેટર્નથી કુડાસણ- અડાલજ રોડને વિકસાવાશે, રૂ. 17.08 કરોડના ખર્ચે વ્હાઇટ ટોપિંગ રોડની મંજૂરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment