Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શહેરના ત્રીજા વ્હાઇટ ટોપીગ રોડનું કરાશે નિર્માણ:રિંગરોડ પેટર્નથી કુડાસણ- અડાલજ રોડને વિકસાવાશે, રૂ. 17.08 કરોડના ખર્ચે વ્હાઇટ ટોપિંગ રોડની મંજૂરી

    1 week ago

    શહેરમાં એકતરફ આઇકોનિક રોડ બની રહ્યા છે બીજીતરફ એક વિસ્તારને બીજા વિસ્તાર સાથે જોડતા રસ્તાઓની સુધારણાને પણ પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. હાલ સૌથી વધુ વિકસી રહેલા અને ટ્રાફિકથી ધમધમતા કુડાસણને અડાલજ સાથે જોડવા અને એસજી હાઇવે પરનું ભારણ ઘટાડવા કુડાસણ- પોર- અડાલજના હયાત 7 મીટર પહોળાઇ ધરાવતા રોડની પહોળાઇ વધારીને વ્હાઇટ ટોપીંગ રોડ તરીકે ડેવલપ કરવાની મંજૂરી મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટી દ્વારા આપવામાં આવી છે જેથી હવે કામગીરી શરૂ થઇ જશે. આ રોડને રીંગ રોડ પેટર્નથી ડેવલપ કરાઇ રહ્યો છે. જેથી કુડાસણથી અડાલજ અને અડાલજથી એસજી હાઇવે સરગાસણ થઇને ફરી અડાલજ એ પ્રકારે વાહનચાલકો અવરજવર કરી શકશે. કુલ 17.08 કરોડના ખર્ચે આ વ્હાઇટ ટોપીંગ રોડ તૈયાર કરવામાં આવશે. કુડાસણ કંસાર ચારરસ્તાથી પોર થઇને અડાલજ સુધી 4.5 કિલોમીટર લંબાઇનો વ્હાઇટ ટોપીંગ ફોરલેન રોડ બનશે. આ માર્ગ હાલ માત્ર 7 મીટર પહોળાઇ ધરાવે છે અને ટુ લેન છે. આ રસ્તા પર હાલ ટ્રાફિકનું ભારણ રહે છે પરિણામે સ્થાનિકોને અવરજવરમાં પડતી મુશ્કેલી દૂર કરવા માટે મહાનગરપાલિકા દ્વારા આ રોડને ફોરલેન બનાવવાનું આયોજન કર્યું છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ગૌરાંગ વ્યાસે કહ્યું કે હયાત રોડને સંપૂર્ણપણે સમથળ બનાવી, જૂનું મટીરીયલ કાઢીને નવેસરથી રોડ બનાવવામાં આવશે. રસ્તાને વધુ મજબૂત બનાવવા પોલીપ્રોપલિન ફાઇબરનો ઉપયોગ કરાશે આ રસ્તા માટેના કોંક્રીટમાં સેકન્ડરી રિઇન્ફોર્સમેન્ટ તરીકે 100 ટકા વર્જિન મેક્રો પ્રોલિપ્રોપીલીન ફાઇબર વાપરવામાં આવશે. આ રસ્તાની કામગીરીમાં કુલ 10 હજાર કિલો ફાઇબર મેશનો ઉપયોગ કરવામાં આવશે. તિરાડો પડતી અટકાવવા દર મીટરે ગ્રૂવ રખાશે. નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે વ્હાઇટ ટોપીંગ સિમેન્ટ કોન્ક્રીટ રોડ વધુ ટકાઉ બને અને તિરાડો ના પડે તે માટે રોડ પર દર મીટરે ગ્રૂવ કટીંગ કરવામાં આવશે. શહેરનો ત્રીજો વ્હાઇટ ટોપીગ રોડ બનશે ચોમાસા દરમિયાન રોડ ધોવાઇ જવાની અને રસ્તા પર ખાડા પડવાની સમસ્યા દૂર થાય તેમજ વારંવાર રીસર્ફેસીંગ કરવું ન પડે તે માટે સરકાર દ્વારા મુખ્ય માર્ગોને વ્હાઇટ ટોપીંગ એટલે કે આરસીસીના બનાવવા પર ભાર મૂકવામાં આવ્યો છે. હાલ શહેરમાં રક્ષાશક્તિ સર્કલથી સરગાસણ ચારરસ્તા સુધીનો રોડ અને અડાલજ- કોબા રોડ વ્હાઇટ ટોપીંગ બનાવવામાં આવ્યો છે. જોકે, આ બંને રસ્તા માર્ગ અને મકાન વિભાગ દ્વારા બનાવવામાં આવ્યા છે. ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા પ્રથમવાર વ્હાઇટ ટોપીંગ રોડ બનાવવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    યુદ્વની અસર:પીપળાવ અને ડાકોર મંદિરના ભોજનાલય ગેસ સિલિન્ડરના અભાવે બંધ કરવા પડ્યા
    Next Article
    Scammed after return from Russia, 55 migrant workers wait for their passports as Europe dream shattered

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment