Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર જાધવનો મોટો દાવો:મંત્રીમંડળને બચાવવા બજેટ સત્ર પૂર્વે જ ખરાત વિરુદ્ધ એસઆઈટી

    1 week ago

    મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વ હેઠળની મહાયુતિ સરકારે બજેટ સત્ર પહેલાં જ ઠગબાબા અશોક ખરાત કેસની તપાસ માટે એક SIT ની નિમણૂક કરી હતી. આ પ્રકરણને દબાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, કારણ કે અડધું ત્રીમંડળ સંડોવાયેલું હોવાની શક્યતા છે, એવો દાવો શિવસેનાના વરિષ્ઠ નેતા અને ધારાસભ્ય ભાસ્કર જાધવે કર્યો છે. અત્યાચારી ખરાત પ્રકરણને લઈ સમગ્ર રાજ્યના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. આ કેસમાં મુશ્કેલીમાં મુકાયેલાં રૂપાલી ચાકણકરે રાજ્ય મહિલા પંચનાં અધ્યક્ષપદ પરથી રાજીનામું આપી દીધું છે. જાધવે કહ્યું ચાકણકરે રાજીનામું આપ્યું તે સારી વાત છે, પરંતુ આ પ્રકરણ ફક્ત તેમના પૂરતું મર્યાદિત નથી. આમાં ઘણા ઉચ્ચ અધિકારીઓ સંડોવાયેલા છે. ભાસ્કર જાધવે કહ્યું કે, રાજ્ય વિધાનસભાના બજેટ સત્ર પહેલાં ખરાતની તપાસ માટે એક SIT નીમવામાં આવી હતી, પરંતુ અડધી કેબિનેટની સંડોવણી હોવાથી, આ મામલો મહાયુતિ બહાર આવવા દેવા માગતી નહોતી. આ મામલો ફક્ત પત્રકારો અને પીડિત મહિલાના કારણે જ બહાર આવ્યો છે. નહિતર, સરકારે આ મામલો ઘણા સમય પહેલાં દબાવી દીધો હોત. સરકારે સત્ર દરમિયાન આ મામલાની હકીકતો ગૃહમાં રજૂ કરવાની જરૂર હતી, કારણ કે આમાં ફક્ત ચાકણકર કે અન્ય રાજકીય નેતાઓ જ સંડોવાયેલાં નથી, પરંતુ ઉચ્ચ કક્ષાના અધિકારીઓ પણ સંડોવાયેલા છે. તેથી, સરકારે ફક્ત ચાકણકરનું રાજીનામું લઈને મૂળ મુદ્દા પરથી ધ્યાન હટાવવું જોઈએ નહીં. આ મામલો રાજીનામાથી સમાપ્ત થશે નહીં. સરકારમાં ઘણા મંત્રીઓ અને અધિકારીઓ સંડોવાયેલા હોવાથી, આ મામલો દબાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. પોલીસને પણ ખબર હતી કે આ કેસમાં IAS અને IPS અધિકારીઓ પણ સામેલ છે. "હવે અમે આ મામલાના મૂળમાં જવાનો પ્રયાસ કરી રહ્યા છીએ, પરંતુ સરકારના એકંદર વલણને જોતાં, આ મામલે કેટલાક નેતાઓ અને અધિકારીઓની ફાઇલો દબાવીને તેનો ઉપયોગ રાજકીય લાભ માટે કરવામાં આવશે," એમ તેમણે કહ્યું.
    Click here to Read More
    Previous Article
    તૃતીયપંથી ગુરુના અજબ દાવા વાયરલ થયા:કલ્યાણમાં પમી ગુરુના વિડિયો સોશિયલ મિડિયા પર વાયરલ
    Next Article
    6 વર્ષના ઇંતેજારનો અંત આવ્યો:પોલીસ હેડ ક્વાર્ટરથી ગુરુદ્વારા એક કિમીનો રેલવે ઓવરબ્રિજ બનતાં ટ્રાફિકથી રાહત,સમય બચશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment