Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું સુરતમાં રાત્રિ રોકાણ:મનપાની ચૂંટણી માટે સર્કિટ હાઉસમાં રણનીતિનો ધમધમાટ, પૂર્વ કોર્પોરેટરો સાથે મુખ્યમંત્રી બેઠક યોજશે

    1 day ago

    ગુજરાતના રાજકારણમાં આગામી સમયમાં યોજાનારી મહાનગરપાલિકાની ચૂંટણીઓને લઈને ગરમાવો આવી ગયો છે. ખાસ કરીને આર્થિક પાટનગર ગણાતા સુરતમાં સત્તા જાળવી રાખવા માટે ભારતીય જનતા પાર્ટીએ અત્યારથી જ એડીચોટીનું જોર લગાવવાનું શરૂ કરી દીધું છે. આ કવાયતના ભાગરૂપે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે સુરતની મુલાકાતે છે, અહીં તેઓ રાત્રિ રોકાણ કરી સુરત મનપા ચૂંટણી માટેનો માસ્ટર પ્લાન તૈયાર કરશે. સર્કિટ હાઉસ ખાતે મુખ્યમંત્રીની બેઠકનું આયોજન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે મોડી સાંજે સુરત આવી પહોંચ્યા છે, જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી સીધા જ સુરત સર્કિટ હાઉસ ખાતે પહોંચ્યા છે, જે અત્યારે રાજકીય પ્રવૃત્તિઓનું કેન્દ્ર બન્યું છે. સર્કિટ હાઉસ ખાતે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં એક મહત્વની બેઠક યોજાવા જઈ રહી છે. આ બેઠકમાં ભાજપના પૂર્વ કોર્પોરેટરો, શહેર સંગઠનના હોદ્દેદારો અને વરિષ્ઠ નેતાઓને ખાસ મંત્રણા માટે બોલાવવામાં આવ્યા છે. CMનો પાયાના કાર્યકરો અને પૂર્વ કોર્પોરેટરો સાથે સીધો સંવાદ સુરત મહાનગરપાલિકાની ગત ચૂંટણીમાં જે રીતે પરિણામો આવ્યા હતા અને વિપક્ષની મજબૂત હાજરી જોવા મળી હતી, તેને ધ્યાનમાં રાખીને ભાજપ આ વખતે કોઈ પણ પ્રકારની કચાસ રાખવા માંગતું નથી. મુખ્યમંત્રી પોતે મેદાનમાં ઉતરીને પાયાના કાર્યકરો અને પૂર્વ કોર્પોરેટરો સાથે સીધો સંવાદ કરી રહ્યા છે. યુવાન ચહેરાઓને તક આપવાની ચર્ચા બેઠકનામુખ્ય મુદ્દાઓ વાત કરવામાં આવે તો દરેક વોર્ડમાં ભાજપની પકડ કેટલી મજબૂત છે અને કયા વિસ્તારોમાં વધુ મહેનતની જરૂર છે તેનો રિપોર્ટ તૈયાર કરવામાં આવશે. સાથે પૂર્વ કોર્પોરેટરો પાસેથી તેમના વિસ્તારના લોકોની નારાજગી કે પ્રશ્નો જાણીને તેને ચૂંટણી પહેલા ઉકેલવાની રણનીતિ બનાવાશે. આગામી ચૂંટણીમાં કયા નવા અને યુવાન ચહેરાઓને તક આપી શકાય તે અંગે પ્રાથમિક ચર્ચા થવાની શક્યતા સેવાઈ રહી છે. રાજ્ય સરકારની જનકલ્યાણકારી યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચી છે કે નહીં, તેની ચકાસણી કરાશે પૂર્વ કોર્પોરેટરો અને નેતાઓ સાથે મંત્રણા આ બેઠકમાં ખાસ કરીને એવા પૂર્વ કોર્પોરેટરોને બોલાવવામાં આવ્યા છે જેઓ પોતાના વિસ્તારમાં મજબૂત જનાધાર ધરાવે છે. મુખ્યમંત્રી તેમની સાથે વન-ટુ-વન ચર્ચા કરીને ગ્રાઉન્ડ લેવલની પરિસ્થિતિનો તાગ મેળવશે. ભાજપના પ્રદેશ કક્ષાના નેતાઓ પણ આ બેઠકમાં હાજર રહીને સુરત મહાનગરપાલિકામાં ફરી એકવાર કેસરીયો લહેરાવવા માટે માર્ગદર્શન આપશે. સુરતની મુલાકાત બાદ વલસાડ જશે મુખ્યમંત્રી આજે આખી રાત સુરતમાં જ રોકાશે, જે સૂચવે છે કે તેઓ સુરતના રાજકીય સમીકરણોને કેટલી ગંભીરતાથી લઈ રહ્યા છે. આવતીકાલે સવારે મુખ્યમંત્રી વલસાડ જવા રવાના થશે. વલસાડમાં પણ તેમના વિવિધ કાર્યક્રમો અને બેઠકોનું આયોજન કરવામાં આવ્યું છે, જે દક્ષિણ ગુજરાતમાં ભાજપના સંગઠનને મજબૂત કરવાના પ્રયાસનો ભાગ છે.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદ-મહેસાણા હાઈવે પર આઈશર ટ્રકે કારને અડફેટે લેતાં મહિલાનું મોત:આઈશર ટ્રક પલટીને કાર પર ખાબકતા કારમાં સવાર મહિલા ચગદાઈ ગઈ, હાઈવે પર લાંબો ટ્રાફિક જામ
    Next Article
    Surat Scam News | કેન્સર જેવા રોગની દવા કરતો હતો પ્રદીપ ગુરુજી | Crime | Gujarat | News 18 Gujarati

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment