Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદ-મહેસાણા હાઈવે પર આઈશર ટ્રકે કારને અડફેટે લેતાં મહિલાનું મોત:આઈશર ટ્રક પલટીને કાર પર ખાબકતા કારમાં સવાર મહિલા ચગદાઈ ગઈ, હાઈવે પર લાંબો ટ્રાફિક જામ

    1 day ago

    અમદાવાદ મહેસાણા હાઈવે હવે જાણે કે મોતના મુખ સમાન બની રહ્યો છે. આજે કલોલના શેરથા બાયપાસ પાસે વધુ એક કમકમાટીભર્યા અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં એક બેકાબૂ બનેલી આઈશર ટ્રકે કારને અડફેટે લીધી હતી. આઈશર ટ્રક પલટી ખાઈને સીધી બાજુમાં જઈ રહેલી કાર પર ખાબકતા કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. આ ભયાનક દુર્ઘટનામાં કારમાં સવાર મહિલાનું આઈશર નીચે ચગદાઈ જવાથી ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું છે. અકસ્માતને પગલે હાઈવે પર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો અને વાહનચાલકો તેમજ ગ્રામજનોએ રોડની ખરાબ હાલત અંગે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. ​પ્રાપ્ત વિગતો મુજબ, અમદાવાદથી મહેસાણા તરફ જતા હાઈવે પર શેરથા બાયપાસ નજીક પૂરપાટ ઝડપે જતી આઈશર ટ્રકના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. ટ્રક પલટી મારીને બાજુમાં પસાર થતી કાર પર પડતા કારનો ભૂકો બોલાઈ ગયો હતો. અંદર બેસેલી મહિલાને બહાર કાઢવાની તક મળે તે પહેલા જ ટ્રકના ભારે વજન નીચે દબાઈ જવાથી તેનું પ્રાણપંખેરું ઊડી ગયું હતું. આ અકસ્માત બાદ હાઈવે પર બંને બાજુ કિલોમીટરો સુધી વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. જેના કારણે મુસાફરો ભારે હાલાકીમાં મુકાયા હતા. અકસ્માતની જાણ થતા જ ટોલ રોડની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને ભારે જહેમત બાદ ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો. જોકે અકસ્માતને પગલે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોનો આક્ષેપ છે કે અમદાવાદ મહેસાણા હાઈવે અત્યંત ખખડધજ હાલતમાં છે અને માર્ગ-મકાન વિભાગ તેમજ GRICL કંપની માત્ર ટોલ ઉઘરાવવામાં રસ ધરાવે છે પરંતુ રોડ સેફ્ટી અને રસ્તાની જાળવણી બાબતે ઘોર બેદરકારી દાખવે છે. રોડની ડિઝાઇન અને સુરક્ષાની અનેક ખામીઓના કારણે નિર્દોષ લોકોના જીવ જઈ રહ્યા છે. હાલમાં ​અડાલજ પોલીસ ધ્વારા સ્થળ પર પહોંચી ટ્રાફિક ક્લિયર કરાવી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો છે. આ અંગે પોલીસ સૂત્રોએ જણાવ્યું કે, મહેસાણા તરફથી આઇશર ટ્રકમાં મોટું મશીન હતું. અડાલજ તરફ જતી વેળાએ શેરથા રામદેવપીર મંદિર નજીકના હાઈવે રોડ પર બમ્પ કૂદતા ટ્રકના ડ્રાઈવરે કાબુ ગુમાવી દીધો હતો. અને ટ્રક પલટી ને સીધી કાર પર પડી હતી. આ અકસ્માતમાં કારમાં સવાર મહિલાનું મોત નીપજ્યું છે. જ્યારે ચાલકને પણ ગંભીર ઇજાઓ થઈ છે. હાલમાં તપાસ ચાલુ છે.
    Click here to Read More
    Previous Article
    રાહુલ ગાંધીએ કહ્યું- ઓઈલની કિંમતો વધવી મોંઘવારીનો સંકેત:સરકાર ભલે તેને સામાન્ય ગણાવે, પરંતુ રોજિંદી ચીજવસ્તુઓના ભાવ વધશે
    Next Article
    મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું સુરતમાં રાત્રિ રોકાણ:મનપાની ચૂંટણી માટે સર્કિટ હાઉસમાં રણનીતિનો ધમધમાટ, પૂર્વ કોર્પોરેટરો સાથે મુખ્યમંત્રી બેઠક યોજશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment