Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મેરી માં મેરે સાથ હૈ'ના નાદ સાથે રાજુ-કરપડાની ગર્જના:વિસાવદર ખાતે 'ખેડૂત સંકલ્પ યાત્રા' યોજાય: હજારો ખેડૂતોની મેદની વચ્ચે આમ આદમી પાર્ટી અને ધારાસભ્ય પર આકરા પ્રહારો,હું જેલમાં રહું તે માટે ઘણા પ્રયત્નો થયા

    1 week ago

    જૂનાગઢ જિલ્લાના વિસાવદર ખાતે આજે ખેડૂત નેતા રાજુ કરપડાની ઉપસ્થિતિમાં 'ખેડૂત સંકલ્પ યાત્રા'નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રામાં બહોળી સંખ્યામાં ખેડૂતો ઉમટી પડ્યા હતા. મોટરસાયકલ અને કારના વિશાળ કાફલા સાથે નીકળેલી આ રેલીએ સમગ્ર વિસાવદર પંથકમાં ખેડૂત એકતાનો માહોલ સર્જ્યો હતો. રેલી બાદ આયોજિત જાહેર સભામાં રાજુ કરપડાએ વિસાવદરના વર્તમાન ધારાસભ્ય અને આમ આદમી પાર્ટી પર આકરા કટાક્ષો અને પ્રહારો કરી રાજકીય ગરમાવો લાવી દીધો હતો. સભાને સંબોધતા રાજુ કરપડાએ ભાવુક અને આક્રમક શૈલીમાં જણાવ્યું હતું કે, "હું છેલ્લા આઠ વર્ષોથી ખેડૂતો માટે લડાઈ લડતો આવ્યો છું અને કાયમ માટે જ્યારે ખેડૂતોને જરૂર પડશે ત્યારે ખેડૂતોની વચ્ચે ઊભો રહીશ." તેમણે પોતાની જૂની પાર્ટી છોડવા અંગેના અનુભવો શેર કરતા કહ્યું કે, "જ્યારે હું પાર્ટી છોડી મેદાનમાં ઉતર્યો ત્યારે મને ઘણા લોકો કહેતા હતા કે તમે પાર્ટીઓ છોડી, હવે તમને સાથ કોણ આપશે? ત્યારે મેં દીવાર ફિલ્મના ડાયલોગની જેમ કહ્યું હતું કે 'મેરી માં મેરે સાથ હૈ' અને હજારો ખેડૂતો મારી સાથે છે. આજે અહીં ઉમટેલી મેદનીએ સાબિત કરી દીધું છે કે હજારો ખેડૂતો મારી સાથે છે. જ્યાં સુધી ખેડૂતોનો સાથ અને સહકાર મળતો રહેશે ત્યાં સુધી રાજુ કરપડાને ખતમ કરવાની કોઈની તાકાત નથી. આમ આદમી પાર્ટી અને ધારાસભ્ય પર આકરા પ્રહારો રાજુ કરપડાએ આમ આદમી પાર્ટી પર નિશાન સાધતા વ્યથા ઠાલવી હતી કે, "પાર્ટી છોડતાની સાથે જ સૌથી વધારે મેં જેના માટે કામ કર્યું, એ જ પાર્ટીએ મને સૌથી વધુ ગાળો આપી. દુઃખ એ વાતનું છે કે વિસાવદરમાં તમે બધા સાક્ષી છો કે જેના માટે મેં રાત-દિવસ દોઢ મહિના સુધી મહેનત કરી, પરિવારથી દૂર રહીને પરિણામ લાવ્યા, તેના બદલામાં મને શું મળ્યું? બદલામાં માત્ર એટલું મળ્યું કે રાજુ કરપડા કેવી રીતે જેલમાં જાય તેવા પ્રયત્નો કરવામાં આવ્યા. ધારાસભ્ય પર પ્રહાર કરતા તેમણે ઉમેર્યું કે હાલ ભેસાણ, વિસાવદર અને જૂનાગઢના ખેડૂતોને હું કોઈ પણ પાર્ટીમાં જોડાઉં તેનાથી વાંધો નથી, પરંતુ વિસાવદરના ધારાસભ્યને વાંધો છે, તેમને ઉપાધિ થઈ ગઈ છે. વિસાવદરની પેટાચૂંટણી આવી છે કે લાવવામાં આવી છે? ધારાસભ્ય ગયા પહેલા જ ઉમેદવાર નક્કી થઈ ગયો હતો.હું રાજકીય માણસ નથી, મારું સીધું ગણિત છે કે મારે ધારાસભ્ય ક્યારેય બનવું નથી. ખેડૂતો માટેની લડાઈ આજીવન લડવાની છે. મારા ખેડૂતોના દિલમાં સ્થાન મળે એનાથી વિશેષ સ્થાન વિધાનસભાનું પણ નથી. અત્યારે આ બિનરાજકીય લડાઈ છે, મારા ખેડૂતો જેમ કહેશે તેમ હું કરીશ. જો ભગવાનની મરજી હશે અને નસીબમાં લખ્યું હશે તે દિવસે જે પાર્ટીમાં જવાનું હશે ત્યાં જશું, પણ હું મારા પ્રાણ પાથરીને પણ ખેડૂતોના હિતમાં ઉભો રહીશ. વેદનાની ડાયરી અને જેલના ડર સામે પડકાર તેમણે 'વેદનાની ડાયરી'નો ઉલ્લેખ કરતા કટાક્ષ કર્યો કે, "જે લોકોએ ખેડૂતોની વેદનાની ડાયરી લખીને ઓભેડીએ ચડાવી દીધી છે, તેમને કહીએ છીએ કે એ ડાયરી કુરિયર કરીને રાજુ કરપડાને મોકલી આપો. ડાયરીના એક-એક મુદ્દા પર હું લડવા તૈયાર છું. ગામડે ગામડે ફર્યા પણ ડાયરી ખોવાઈ ગઈ અને વેદના વિસરાઈ ગઈ." જેલ અને ગદ્દારીના આક્ષેપો પર તેમણે વળતો પ્રહાર કરતા કહ્યું કે, "કોઈએ જેલનો ડર બતાવ્યો, કોઈએ ડરપોક કે ગદ્દાર કહ્યા. જ્યાં સુધી પાર્ટીમાં હતો ત્યાં સુધી મરદ મુછાળો હતો, અને પાર્ટી છોડ્યાની ૨૦મી મિનિટે ડરપોક અને ગદ્દાર થઈ ગયો ? " મુખ્ય ત્રણ મુદ્દાઓ અને સંકલ્પ રાજુ કરપડાએ સૌરાષ્ટ્રના સાત જિલ્લામાં ખેડૂતોને એક મંચ પર લાવવાનો સંકલ્પ જાહેર કર્યો છે. તેમણે આગામી સમય માટે ત્રણ મુખ્ય મુદ્દાઓ પર ભાર મૂક્યો દેવામુક્તિ: ખેડૂતોને દેવામાંથી બહાર કાઢવા અને દેવું માફ કરાવવું. સિંચાઈ: દરેક ખેડૂતના ખેતર સુધી સિંચાઈનું પાણી પહોંચાડવું. MSP અને સ્વામીનાથન આયોગ: ખેડૂતોને પાકના પૂરતા ભાવ મળે તે માટે MSPનો કાયદો બનાવવો અને જ્યાં સુધી કાયદો ન બને ત્યાં સુધી ઉત્પાદિત તમામ પાકની ટેકાના ભાવે ખરીદી કરવી. કરપડાએ હાઈટેન્શન લાઈન બાબતે કંપનીઓની દાદાગીરી અને વળતર મુદ્દે પણ લડત આપવાની જાહેરાત કરી હતી. તેમણે પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર સામે સવાલ ઉઠાવતા કહ્યું કે, "અહીં ખેડૂતો માટે રેલીઓ કાઢતા નેતાઓને પૂછવું જોઈએ કે પંજાબમાં ખેડૂતોને કેટલા કલાક વીજળી મળે છે? ત્યાં લડી રહેલા ખેડૂતો પર લાઠીચાર્જ કેમ થાય છે? આ મુદ્દે હું જાહેર મંચ પર ડિબેટ કરવા તૈયાર છું. રાજુ કરપડાએ ચેતવણી આપતા જણાવ્યું કે અમને છંછેડશો નહીં. નાત-જાતના વાડા પાડવાનું બંધ કરી ખેડૂતોના પ્રશ્નો ઉકેલો. હું એલએલબી ભણ્યો છું અને જાહેર જીવનમાં છું. માત્ર ગાંધીનગરમાં જઈ ફોટા પડાવવાથી ખેડૂતોનું ભલું થવાનું નથી. જ્યાં સુધી ખેડૂતોના દેવા માફ ન થાય ત્યાં સુધી વિધાનસભાના દરવાજે બેસી જવાની મારી તૈયારી છે.ખેડૂત સંકલ્પ યાત્રા હવે સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાઓમાં પણ પ્રસ્થાન કરશે અને ખેડૂતોને સંગઠિત કરવાનું કાર્ય ચાલુ રાખશે
    Click here to Read More
    Previous Article
    ડમ્પર ખરીદીના નામે યુવાન સાથે 14 લાખની છેતરપિંડી:રાજકોટમાં ગઠિયાએ ભાગીદારીમાં ડમ્પરનો ધંધો શરૂ કરીએ કહીને ગારમેન્ટના વેપારીને ફસાવ્યો
    Next Article
    Patan Crime News | પાટણમાં આરોપીઓને જાહેરમાં માર મારતા વિવાદ | Demolition|Gujarat|News 18 Gujarati

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment