Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જૂનાગઢમાં સ્વાસ્થ્ય અને સમૃદ્ધિનો સંગમ મિલેટ મહોત્સવ:જૂનાગઢમાં મિલેટ મહોત્સવનો પ્રારંભ, પ્રભારી મંત્રી પ્રદ્યુમન વાજાએ શ્રી અન્નને દૈનિક આહારમાં સ્થાન આપવા કર્યું આહવાન.

    1 week ago

    જૂનાગઢના સરદારબાગ પાસે આવેલી હવેલી વાડી ખાતે બે દિવસીય મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટ-2026 નો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો છે. જૂનાગઢ જિલ્લા પ્રભારી મંત્રી પ્રદ્યુમન વાજાએ આ પ્રદર્શન સહ વેચાણ મેળાનું ઉદ્ઘાટન કર્યું હતું. આ મહોત્સવનો મુખ્ય હેતુ લોકોમાં પરંપરાગત જાડા ધાન્ય પ્રત્યે જાગૃતિ લાવવાનો અને પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને સીધું બજાર પૂરું પાડવાનો છે. આ કાર્યક્રમ કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ, જૂનાગઢ મહાનગરપાલિકા અને જિલ્લા પંચાયત ખેતીવાડી શાખાના સંયુક્ત ઉપક્રમે યોજાયો છે. ​જૂનાગઢમાં ઝાંસીની રાણી સર્કલ સામે હવેલી વાડી ખાતે આયોજિત આ મેળામાં કુલ 49 જેટલા સ્ટોલ્સ રાખવામાં આવ્યા છે. આ સ્ટોલ્સના માધ્યમથી બાજરી, જુવાર, રાગી, કોદરી અને સાંબા જેવા વિવિધ મિલેટ્સમાંથી બનતી જુદી જુદી પ્રોડક્ટ્સ અને વાનગીઓનું પ્રદર્શન કરવામાં આવ્યું છે. મિલેટ્સ બેઇઝ્ડ રેડી ટુ ઇટ આઈટમ્સ, અવનવી ખાણીપીણી માટે લાઈવ ફૂડ સ્ટોલ્સ પણ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. આ ઉપરાંત પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતોના ઉત્પાદનો, સખી મંડળની બહેનોની હાથ બનાવટની કલાત્મક વસ્તુઓ, આઈ.સી.ડી.એસ. અને આયુર્વેદ વિભાગના સ્ટોલ્સ દ્વારા મુલાકાતીઓને મિલેટ્સના ફાયદાઓ વિશે માહિતગાર કરવામાં આવી રહ્યા છે. ​આ પ્રસંગે પ્રભારી મંત્રી પ્રદ્યુમન વાજાએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝન મુજબ શ્રી અન્ન એટલે નાના ખેડૂતોની સમૃદ્ધિના દ્વાર, આદિવાસી સમાજનો સત્કાર અને કેમિકલ મુક્ત ખેતીનો આધાર છે. આ મહોત્સવનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોમાં તંદુરસ્તી પ્રત્યે જાગૃતિ લાવવાનો છે. જાપાન જેવા દેશોમાં લોકોના લાંબા આયુષ્યનું કારણ તેમનો શુદ્ધ ખોરાક છે, તેવી જ રીતે આપણે પણ હવે ખોરાકને દવા તરીકે સ્વીકારવો પડશે. વડાપ્રધાનના પ્રયાસોથી વર્ષ 2023 ને આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ તરીકે ઉજવવામાં આવ્યું હતું, જે દર્શાવે છે કે હવે માત્ર ભારત જ નહીં પણ આખું વિશ્વ મિલેટ્સની ઉપયોગિતા સ્વીકારી રહ્યું છે. ​મિલેટ્સના ફાયદાઓ વિશે જણાવતા પ્રદ્યુમન વાજાએ કહ્યું હતું કે, મિલેટ્સ ગ્લુટેન મુક્ત છે, જે પાચનતંત્ર માટે અત્યંત ફાયદાકારક છે. તેનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ ઓછો હોવાથી ડાયાબિટીસના દર્દીઓ માટે તે આશીર્વાદરૂપ છે. તેમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોવાથી હૃદય રોગનું જોખમ ઘટે છે. રાગી અને બાજરી જેવા ધાન્યમાં કેલ્શિયમ, આયર્ન, મેગ્નેશિયમ અને ફોસ્ફરસ જેવા ખનીજ તત્વો વિપુલ પ્રમાણમાં હોય છે. ખેતીની દ્રષ્ટિએ જોતા, મિલેટ્સ ઓછા પાણીમાં અને સૂકા વિસ્તારમાં પણ સરળતાથી 100 દિવસમાં તૈયાર થઈ જાય છે, જે જમીનની ફળદ્રુપતા પણ વધારે છે. ભારત વિશ્વમાં મિલેટ્સનો સૌથી મોટો ઉત્પાદક દેશ છે, અને તેના પ્રોત્સાહનથી નાના ખેડૂતોની આવકમાં ચોક્કસ વધારો થશે. ​રાજ્ય સરકાર દ્વારા પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવા અનેક યોજનાઓ અમલી છે. તાજેતરમાં મિલેટ ડેવલપમેન્ટ યોજના હેઠળ જિલ્લા અને તાલુકા કક્ષાએ મેળાઓનું આયોજન થઈ રહ્યું છે. ટેકાના ભાવે મગફળીની ખરીદી, ખેડૂતોને ટ્રેક્ટર સહાય અને અન્ય ખેતીવાડી યોજનાઓમાં સહાય આપવામાં આવે છે. ગુજરાત સરકાર દ્વારા 500 ગામોને પ્રાકૃતિક કૃષિ હેઠળ આવરી લેવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા પણ પ્રાકૃતિક ખેતીનો સંદેશ જન-જન સુધી પહોંચાડવામાં આવી રહ્યો છે. પ્રભારી મંત્રીએ લોકોને આહવાન કર્યું હતું કે આવનારી પેઢીને તંદુરસ્ત રાખવા દૈનિક આહારમાં મિલેટ્સને ફરી સ્થાન આપવું જોઈએ. ​ધારાસભ્ય સંજય કોરડિયાએ જણાવ્યું હતું કે રાસાયણિક ખેતીથી ઉત્પન્ન ખોરાકના કારણે સ્વાસ્થ્ય સંબંધિત ગંભીર સમસ્યાઓ વધી છે. પ્રાકૃતિક ખેતી અને મિલેટ્સ આધારિત આહાર અપનાવવાથી જ સ્વસ્થ જીવન શક્ય છે. પ્રાકૃતિક ખાદ્ય પદાર્થો શરૂઆતમાં મોંઘા લાગે પરંતુ લાંબા ગાળે હોસ્પિટલ ખર્ચ બચાવે છે. તેમણે દરેક વ્યક્તિને ઓછામાં ઓછા 10 લોકોને આ અભિયાન સાથે જોડવા અનુરોધ કર્યો હતો. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પલ્લવી ઠાકરે "જેવું અન્ન, તેવું મન" સૂત્ર ટાંકીને કહ્યું હતું કે ખોરાકની સીધી અસર સ્વાસ્થ્ય અને વિચારો પર પડે છે. વર્ષ 2026 ને મિલેટ વર્ષ તરીકે ઉજવવાના ભાગરૂપે મિલેટ્સના પ્રચાર-પ્રસાર પર તેમણે ભાર મૂક્યો હતો. ​કાર્યક્રમ દરમિયાન મંત્રીના હસ્તે મિલેટ પાકનું પ્રાકૃતિક ખેતી દ્વારા વાવેતર કરતા પ્રગતિશીલ ખેડૂત નિકુંજભાઈ આસોદરિયાનું સન્માન કરવામાં આવ્યું હતું. આ સાથે મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજનાના લાભાર્થી ચીનુભાઈ સોજીત્રાને સહાય વિતરણ કરવામાં આવી હતી. મહાનુભાવોનું સ્વાગત મિલેટ બાસ્કેટ દ્વારા કરવામાં આવ્યું હતું, જે એક નવીન પહેલ તરીકે પ્રશંસા પામી હતી. કાર્યક્રમમાં મિલેટ મહોત્સવની ડોક્યુમેન્ટરી ફિલ્મ પણ દર્શાવવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    'આપણે લગ્ન કરવાના છે' કહીને સગીરા પર યુવકે દુષ્કર્મ આચર્યું:છ મહિનાની મિત્રતા કેળવી ફસાવી, અમરોલી પોલીસે નરાધમ રાજદીપ ચુડાસમા સામે ગુનો નોંધ્યો
    Next Article
    Rajasthan Board RBSE Class 10th Result 2026 Date: When is BSER releasing result?

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment