Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'આપણે લગ્ન કરવાના છે' કહીને સગીરા પર યુવકે દુષ્કર્મ આચર્યું:છ મહિનાની મિત્રતા કેળવી ફસાવી, અમરોલી પોલીસે નરાધમ રાજદીપ ચુડાસમા સામે ગુનો નોંધ્યો

    6 days ago

    સુરત શહેરના અમરોલી વિસ્તારમાંથી એક શરમજનક ઘટના સામે આવી છે. અહીં આવેલી સૂર્યનગર સોસાયટીમાં રહેતા એક યુવકે સગીરાને પ્રેમજાળમાં ફસાવી, લગ્નની લાલચ આપી તેના પર દુષ્કર્મ ગુજાર્યું હોવાની ફરિયાદ નોંધાઈ છે. આટલું જ નહીં, આરોપીએ આ બાબતે કોઈને જાણ કરવા પર જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. 'તું મને ગમે છે અને હું તને પ્રેમ કરું છું' કહીને ઘરે બોલાવી મળતી વિગતો અનુસાર, અમરોલીના નવા કોસાડ રોડ પર આવેલી સોસાયટીમાં રહેતા રાજદીપ ચુડાસમાએ સગીરા પર દાનત બગાડી હતી. છેલ્લા છ મહિનાથી તે સગીરા સાથે વાતચીત કરીને મિત્રતા કેળવી હતી. ગત તારીખ 14 ફેબ્રુઆરી 2026 ના રોજ બપોરે આશરે 3 વાગ્યાની આસપાસ, રાજદીપે 'તું મને ગમે છે અને હું તને પ્રેમ કરું છું' તેમ કહીને કિશોરીને મળવા માટે પોતાના ઘરે બોલાવી હતી. બળજબરીથી શારીરિક સંબંધ બાંધી બળાત્કાર ગુજાર્યો સગીરા જ્યારે તેના ઘરે ગઈ ત્યારે રાજદીપ તેને બેડરૂમમાં લઈ ગયો હતો. ત્યાં તેણે "હવે આપણે લગ્ન કરી લેવાના છે" તેમ કહીને કિશોરીની મરજી વિરુદ્ધ બળજબરીથી શારીરિક સંબંધ બાંધી બળાત્કાર ગુજાર્યો હતો. આ કૃત્ય બાદ પાપી યુવકે સગીરાને ધમકાવી હતી કે જો આ વાતની જાણ કોઈને કરશે તો તે તેને જાનથી મારી નાખશે. પરિવારે ફરિયાદ નોંધાવી આ ઘટના બાદ ભયભીત થયેલી કિશોરીએ આખરે હિંમત ભેગી કરી પરિવારજનોને આપવીતી જણાવી હતી. સમગ્ર મામલો સામે આવતા પરિવાર સ્તબ્ધ થઈ ગયો હતો અને તુરંત અમરોલી પોલીસ મથકનો સંપર્ક કર્યો હતો. અમરોલી પોલીસે ભોગ બનનારની ફરિયાદના આધારે રાજદીપ ચુડાસમા વિરુદ્ધ બળાત્કાર અને ધમકીનો ગુનો દાખલ કર્યો છે.પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી આરોપીની ધરપકડ કરવાની તજવીજ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    વડોદરા 1300 CCTVથી સજ્જ, કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટરનું લોકાર્પણ:મોટી કોરલથી ભાલોદ વચ્ચે નવો બ્રિજ બનશે, 55 કિમીનું અંતર ઘટીને માત્ર 5 કિમી થઈ જશે
    Next Article
    જૂનાગઢમાં સ્વાસ્થ્ય અને સમૃદ્ધિનો સંગમ મિલેટ મહોત્સવ:જૂનાગઢમાં મિલેટ મહોત્સવનો પ્રારંભ, પ્રભારી મંત્રી પ્રદ્યુમન વાજાએ શ્રી અન્નને દૈનિક આહારમાં સ્થાન આપવા કર્યું આહવાન.

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment