Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવસારીમાં બે દિવસીય મિલેટ મહોત્સવનો પ્રારંભ:મંત્રી નરેશ પટેલે ઉદ્ઘાટન કર્યું, 'શ્રી અન્ન' વૈશ્વિક ઓળખ બન્યું

    5 days ago

    નવસારીમાં બે દિવસીય મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટનો પ્રારંભ થયો છે. આ મહોત્સવનો મુખ્ય ઉદ્દેશ્ય પૌષ્ટિક આહારનું મહત્વ વધારવા અને પ્રાચીન ધાન્ય 'મિલેટ્સ' પ્રત્યે જનજાગૃતિ લાવવાનો છે. ઇટાવાળા રોડ સ્થિત બી.આર. પાર્ટી પ્લોટ ખાતે રાજ્યના આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલે આ પ્રદર્શન સહ વેચાણ મેળાને ખુલ્લો મૂક્યો હતો. કાર્યક્રમ દરમિયાન મંત્રી નરેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રયાસોને કારણે આજે 'શ્રી અન્ન' (મિલેટ્સ) વૈશ્વિક સ્તરે સ્વીકૃતિ પામ્યું છે. તેમણે સાત્વિક આહારના સેવનથી ગંભીર બીમારીઓ સામે રક્ષણ મેળવવા પર ભાર મૂક્યો હતો. મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, રાજ્ય સરકાર ખેડૂતોને રાસાયણિક ખેતી છોડી પ્રાકૃતિક ખેતી અપનાવવા માટે સતત પ્રોત્સાહિત કરી રહી છે. તેમણે વિવિધ જિલ્લાઓમાંથી આવેલા ખેડૂતોના સ્ટોલ્સની મુલાકાત લીધી હતી, તેમનો ઉત્સાહ વધાર્યો હતો અને પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોનું સન્માન પણ કર્યું હતું. મહોત્સવમાં મહિલા સખી મંડળો દ્વારા રાગીના બિસ્કિટ અને મિલેટ્સની વિવિધ વાનગીઓનો લાઈવ ડેમો યોજાયો હતો. નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા ખેડૂતોને જીવામૃતનો ઉપયોગ, પેકેજિંગ અને સરકારી યોજનાઓ અંગે ટેકનિકલ માર્ગદર્શન પણ પૂરું પાડવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત તમામ લોકોએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો વીડિયો સંદેશ નિહાળ્યો હતો. ખેડૂત અગ્રણી પરિમલભાઈ દેસાઈએ આવા પ્લેટફોર્મથી ગ્રાહકો અને ખેડૂતો વચ્ચે સીધો સંપર્ક સ્થાપિત થતો હોવાથી ખેડૂતોને યોગ્ય ભાવ મળી રહે છે તેમ જણાવ્યું હતું. નવસારી મનપા કમિશનર દેવ ચૌધરીએ જણાવ્યું હતું કે, આ મહોત્સવનો મુખ્ય ઉદ્દેશ્ય નાગરિકોને સ્વાસ્થ્યવર્ધક આહાર તરફ વાળવાનો છે. તેમણે 'ધરતીનું સોનું મિલેટ અપનાવો, સ્વસ્થ જીવન મેળવો'નો સંદેશ આપ્યો હતો. નવસારી મહાનગરપાલિકા અને જિલ્લા પંચાયત ખેતીવાડી શાખાના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ મેળામાં આધુનિક પેકેજિંગ સાથેના શુદ્ધ પ્રાકૃતિક ઉત્પાદનો ઉપલબ્ધ છે. વહીવટી તંત્ર દ્વારા નવસારીના નગરજનોને શનિવાર અને રવિવાર દરમિયાન આ મેળાનો લાભ લઈ 'શ્રી અન્ન'ને પોતાની જીવનશૈલીનો ભાગ બનાવવા અપીલ કરવામાં આવી છે. આ પ્રસંગે ડેપ્યુટી કમિશનર ગૌરાંગ વાસાણી, પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ પરેશભાઈ દેસાઈ સહિતના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા. શું કહે છે નેચરલ ફાર્મિંગ કરતા ખેડૂતો નેચરલ ફાર્મિંગ કરતા અસ્મિતાબેન અશોકભાઈ પટેલે જણાવ્યું કે, હું ચીખલી તાલુકાના સોલધરા ગામની (નવસારી જિલ્લો) વતની છું. આજે નવસારીમાં મહાનગરપાલિકા દ્વારા મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક માર્કેટનું આયોજન કરવામાં આવ્યું છે. અમે અહીં અમારી પ્રાકૃતિક ચીજવસ્તુઓ જેમ કે મધ, નાગલીના બિસ્કિટ, આમળા કેન્ડી, મેંગો ચિપ્સ અને હળદર પાઉડરના વેચાણ માટે આવ્યા છીએ. આ મહોત્સવમાં અમને ઘણો સારો પ્રતિસાદ મળી રહ્યો છે અને સારી આવક પણ થઈ રહી છે. આવા પ્લેટફોર્મ મળવાથી ખેડૂતોને તેમના ઉત્પાદનો માટે યોગ્ય બજાર મળે છે, તે બદલ હું સરકારનો આભાર માનું છું. પ્રાકૃતિક ખેતીના ફાયદા વિશે વાત કરું તો, સૌથી મોટો ફાયદો એ છે કે તેનાથી આપણું સ્વાસ્થ્ય સુધરે છે કારણ કે આપણને શુદ્ધ ખોરાક ખાવા મળે છે. બીજું, ઉત્પાદન ખર્ચમાં પણ નોંધપાત્ર ઘટાડો થાય છે, જેના કારણે ખેડૂતોને આર્થિક રીતે પણ મોટો ફાયદો થાય છે.
    Click here to Read More
    Previous Article
    ભાજપની કેરળ, આસામ અને પુડુચેરી માટે નવી યાદી:કેરળના CMએ કહ્યું- કોંગ્રેસ અને રાહુલ BJPની B-ટીમ; ECIએ બંગાળમાં SIR કેસો માટે 19 ટ્રિબ્યુનલ બનાવ્યા
    Next Article
    આંતરરાજ્ય ઠગાઈ ગેંગના ત્રણ આરોપીઓ ઝડપાયા:ઓડિશા, મધ્યપ્રદેશ સહિત અન્ય રાજ્યોમાં વોન્ટેડ, અમરેલી LCBએ કાર્યવાહી કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment