Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મંદિરે દર્શન બાબતે બે જૂથો વચ્ચે હિંસક અથડામણ:ગાળો બોલવાની ના પાડતા છરી અને પથ્થરો વડે માર માર્યો, બાઇકમાં તોડફોડ કરી જાનથી મારવાની ધમકી આપી, સામસામી ફરિયાદ

    1 week ago

    ભાવનગર શહેરના વડવા અને અલકા ગેઈટ પોલીસ ચોકી નજીક આવેલા મામાદેવના મંદિર પાસે ગત રાત્રીએ નજીવી બાબતે બે પરિવારો અને જૂથો વચ્ચે હિંસક ઝઘડો થયો હતો, આ બનાવમાં પથ્થરમારો, છરી વડે હુમલો અને ધોકાવાળી થતાં બંને પક્ષે ઈજાઓ પહોંચી છે. પોલીસે બંને પક્ષની ફરિયાદો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવ અંગે નીલમબાગ પોલીસ મથકે થી જાણવા મળતી વિગતો અનુસાર ​પ્રથમ પક્ષ વિજયભાઈ દેગામાની ફરિયાદ નોંધાવી હતી કે,​મજૂરી કામ કરતા વિજય મુળજીભાઈ દેગામાએ નોંધાવેલી ફરિયાદ મુજબ તેઓ પરિવાર સાથે મામાદેવના મંદિરે દર્શન કરવા ગયા હતા, આ સમયે ત્યાં રહેતા સંકેત ગાળો બોલતા હોવાથી વિજયએ તેમને ગાળો બોલવાની ના પાડી હતી, જેનાથી ઉશ્કેરાઈને સંકેતે મારપીટ શરૂ કરી હતી, ત્યારબાદ પરબત, પ્રતાપ, રોહિત, અલ્પેશ, અજય, સાહિલ, છોટુ અને બાલા નામના શખ્સોએ એકસંપ થઈ પથ્થરમારો કર્યો હતો, આરોપી અજયે છરી વડે હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો, આ હુમલામાં વિજયના મોટાભાઈ બુધાભાઈ, રવીનાબેન, રશ્મિનબેન અને જીતુભાઈને ઈજાઓ પહોંચી છે, હુમલાખોરોએ વિજયભાઈની એક્સેસ મોટરસાયકલ GJ 04 DG 3296 માં પણ તોડફોડ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, આમ વિજય એ 9 શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી. જ્યારે ​સામપક્ષે ચંદાબેન રાકેશભાઈ ચુડાસમાએ સામી ફરિયાદ નોંધાવી હતી કે, તેમના પતિ રાકેશ અને દિયર અજય વચ્ચે કૌટુંબિક ઝઘડો થતા તેઓ શેરીમાં નીકળ્યા હતા, જ્યાં મંદિરે દર્શન કરવા આવેલા લોકો સાથે તેમને બોલાચાલી થઈ હતી, ત્યારબાદ બુધાભાઈ દેગામા, અમિત ડાભી, રાજુ ડાભી, બલભદ્રસિંહ ગોહિલ, અક્ષય, રમેશ, મુકેશ અને વિજય દેગામા લાકડાના ધોકા સાથે તેમના મહોલ્લામાં ધસી આવ્યા હતા, આ ટોળાએ ચંદાબેનના પતિને ઢીકાપાટુનો માર માર્યો હતો અને વચ્ચે પડતા ચંદાબેનને અક્ષયે લાફો મારી નીચે પાડી દીધા હતા, આરોપીઓએ તેમના ઘર પર પથ્થરમારો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો આક્ષેપ કર્યો છે, આમ, ચંદાબેનએ 8 શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી ​બંને પક્ષોના ઈજાગ્રસ્તોને સારવાર અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, પોલીસે રવીનાબેન, રશ્મિનબેન અને અન્ય ઈજાગ્રસ્તોના નિવેદન લઈ રાયોટિંગ, મારામારી અને ધમકી આપવા બદલ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    પશુ સંરક્ષણ ગુનાનો એક વર્ષથી નાસતો આરોપી ઝડપાયો:પંચમહાલ SOG એ ગોધરામાંથી દબોચી લીધો
    Next Article
    દુબઈ-ઓમાન-કુવૈતથી સિરામિકના 1500 કન્ટેનર પાછા આવ્યાં!:ઈરાન-ઇઝરાયલ યુદ્ધની આગે મોરબીના ઉદ્યોગકારોની ચિંતા વધારી; એક્સપોર્ટનું ભાડું રૂ.60 હજારથી વધીને 3 લાખે પહોંચ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment