Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    માવઠાંથી ખેડૂતોને થયેલા નુકસાનનો સર્વે કરી સહાય આપવા માગ:કિસાન સંઘે સરકાર પાસે સર્વે અને ધારાસભ્યો પાસે વિધાનસભામાં અવાજ ઉઠાવવા માગ કરી

    5 days ago

    ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોમાં પડેલા માવઠાં અને તેજ પવનના કારણે ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. ઘઉં, વરિયાળી અને આંબા સહિતના પાકોને ભારે નુકસાન થવાની ભીતિ વ્યક્ત થઈ રહી છે. સાથે જ અજમો, તમાકુ અને ડુંગળીના પાક પર પણ અસર પડવાના અહેવાલો સામે આવી રહ્યા છે. સરકાર નુકસાનનો સર્વે કરી અસરગ્રસ્ત ખેડૂતોને વળતર ચૂકવે આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભારતીય કિસાન સંઘે રાજ્ય સરકાર સામે તાત્કાલિક માગ ઉઠાવી છે કે, માવઠું પૂરું થયા બાદ તંત્ર તુરંત ખેતરોમાં ઉતરી નુકસાનનું સર્વે કરે અને અસરગ્રસ્ત ખેડૂતોને યોગ્ય વળતર આપવામાં આવે. સંઘે જણાવ્યું કે પાક વાવેતરના જુદાજુદા આંકડાઓ વચ્ચે આ નુકસાન ખેડૂતો માટે આર્થિક આંચકો સાબિત થઈ શકે છે. વિધાનસભા સત્રમાં ખેડૂતોના હિતમાં મજબૂત અવાજ ઉઠાવવાની માગ આ સાથે ભારતીય કિસાન સંઘે રાજકીય સ્તરે પણ સવાલો ઉઠાવ્યા છે. “ખેડૂત હોવાનો દાવો કરતા ધારાસભ્યો હવે આગળ આવીને ખેડૂતોના પ્રશ્નો ઉઠાવે,” એવી ચેલેન્જ સંઘ દ્વારા આપવામાં આવી છે. આવનારા વિધાનસભા સત્રમાં ખેડૂતોના હિતમાં મજબૂત અવાજ ઉઠાવવાની પણ માગ કરવામાં આવી છે. 'સરકાર અને જનપ્રતિનિધિઓએ ખેડૂતોને વ્હારે આવવું જરૂરી' સંઘના મહામંત્રી આર.કે. પટેલે જણાવ્યું કે, ચૂંટણી વખતે ખેડૂતો પાસેથી મત લઈને બાદમાં તેમને ભુલી જવું યોગ્ય નથી. હાલની પરિસ્થિતિમાં સરકાર અને જનપ્રતિનિધિઓએ ખેડૂતોને વ્હારે આવવું જરૂરી છે. માવઠાંથી ખેડૂતોને ભારે નુકસાન થયું છે. સરકાર તાત્કાલિક સર્વે કરીને વળતર આપે અને ધારાસભ્યો પણ ખેડૂતોના પ્રશ્નો માટે સત્રમાં મજબૂત અવાજ ઉઠાવે.
    Click here to Read More
    Previous Article
    દુબઈ-ઓમાન-કુવૈતથી સિરામિકના 1500 કન્ટેનર પાછા આવ્યાં!:ઈરાન-ઇઝરાયેલ યુદ્ધની આગે મોરબીના ઉદ્યોગકારોની ચિંતા વધારી; એક્સપોર્ટનું ભાડું રૂ.60 હજારથી વધીને 3 લાખે પહોંચ્યું
    Next Article
    ઇરાનમાં 180 માસૂમ વિદ્યાર્થીઓના મોતનો વડોદરામાં શાંતિપૂર્ણ વિરોધ:રમઝાન ઈદના પર્વે શિયા સમુદાય દ્વારા કાળી પટ્ટી બાંધી મૌન રોષ વ્યક્ત કર્યો, કહ્યું: અન્યાય સામે અવાજ ઉઠાવવો અને હંમેશા સત્યનો સાથ આપવો એ જ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment