Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વેરાવળમાં ઈદ-એ-મિલાદની ઉજવણી, હિન્દુ-મુસ્લિમ આગેવાનોએ શુભકામના પાઠવી:વેપારી એસોસિએશન, ધારાસભ્યો સહિત અનેક અગ્રણીઓ જોડાયા

    6 days ago

    વેરાવળ શહેરમાં ઈદ-એ-મિલાદના પવિત્ર તહેવારની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે વેરાવળ શહેરના વેપારી એસોસિએશનના હોદ્દેદારો, શાંતિ સમિતિના આગેવાનો અને વિવિધ સમાજના અગ્રણીઓએ મુસ્લિમ બિરાદરોને રૂબરૂ મળી ઈદની શુભકામનાઓ પાઠવી હતી. તેમણે મીઠાઈ ખવડાવી અને ફૂલગુચ્છ અર્પણ કરીને શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી. આ પ્રસંગે સમસ્ત પટણી સમાજના પ્રમુખ અફઝલભાઈ પંજા, સમસ્ત મુસ્લિમ સમાજ જિલ્લા પ્રમુખ ફારૂકભાઈ મોલાના, પટણી સમાજ અધ્યક્ષ રફીકબાબા, જિલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખ હનીફભાઈ મલેક અને ફારૂકભાઈ બુઢીયા સહિતના નગરસેવકોને શુભકામનાઓ અપાઈ હતી. રામભરોસા ચોક ખાતે મુસ્લિમ સમાજના પૂર્વ પટેલ અનવરભાઈ પટેલ, અલીભાઈ નૂરભાઈ ચૌહાણ, સત્તારભાઈ ગનીભાઈ ચૌહાણ અને સુફિયાનભાઈ સતાર સહિતના હોદ્દેદારોને પણ ઈદની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે વેરાવળ શહેરમાં છેલ્લા ઘણા વર્ષોથી હિન્દુ-મુસ્લિમ તહેવારો શાંતિપૂર્ણ અને ભાઈચારાના વાતાવરણમાં ઉજવાય છે. હિન્દુઓના દરેક તહેવારોમાં મુસ્લિમ આગેવાનો હાજરી આપીને આ પરંપરાને જીવંત રાખે છે. આ ઈદના પવિત્ર અવસરે વેરાવળ વેપારી એસોસિએશનના ગીરીશભાઈ પટ, લાલાભાઈ ત્રિલોકાણી, કેશુભાઈ ભંભાણી, મુકેશભાઈ ચોલેરા, અનિસ રાચ્છ, ગોપાલ મેરવાણા, ભાવેશ વડુકર, કેવિન કાનાબાર, જીતુભાઈ ભાગલાણી, પરસોત્તમભાઈ નારવાણી અને કલ્પિત પટેલ સહિતના હિન્દુ અગ્રણીઓએ મુસ્લિમ બિરાદરોને ઈદની શુભકામનાઓ પાઠવી હતી. આ ઉપરાંત, સોમનાથ મત વિસ્તારના ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા, તાલાળાના ધારાસભ્ય ભગવાનભાઈ બારડ, ભારતીય જનતા પાર્ટીના માનસિંગભાઈ પરમાર, સનાતન હિન્દુ સમાજના પ્રમુખ જીતુભાઈ કુહાડા અને સાગર પુત્ર ફાઉન્ડેશન સમસ્ત ખારવા સમાજના પ્રમુખ દામજીભાઈ ફોફંડી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. પૂર્વ નગરસેવકો કમલ મહારાજ, જયકરભાઈ ચોટાઈ અને અશોકભાઈ ગદા સહિતના હિન્દુ સમાજના અગ્રણી હોદ્દેદારોએ પણ મુસ્લિમ બિરાદરોને ઈદની શુભકામનાઓ પાઠવી હતી.
    Click here to Read More
    Previous Article
    પોલીસકર્મી પર છરી વડે હુમલાનો પ્રયાસ:ચિત્રા વિસ્તારમાં માથાકૂટ શાંત પાડવા ગયેલી પોલીસ પર હુમલો, PCR વાનમાં પણ તોડફોડ
    Next Article
    દુબઈ-ઓમાન-કુવૈતથી સિરામિકના 1500 કન્ટેનર પાછા આવ્યાં!:ઈરાન-ઇઝરાયેલ યુદ્ધની આગે મોરબીના ઉદ્યોગકારોની ચિંતા વધારી; એક્સપોર્ટનું ભાડું રૂ.60 હજારથી વધીને 3 લાખે પહોંચ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment