Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મથુરામાં સાધુના મોત મામલે હાઈવે પર હોબાળો, પથ્થરમારો:ગાડીઓના કાચ તુટ્યા, પોલીસકર્મીઓ ઘાયલ, લાઠીચાર્જ; આરોપ- ગૌ-તસ્કરોએ ટ્રકથી કચડી નાખ્યા

    5 days ago

    મથુરામાં ગૌ-રક્ષક ચંદ્રશેખર બાબાનું એક ટ્રકે કચડી નાખતા મોત નીપજ્યું હતું. તેઓ "ફરસા વાલે બાબા"ના નામથી જાણીતા હતા. બાબાના એક સાથીએ દાવો કર્યો હતો કે રવિવારે વહેલી સવારે બાબા અને તેના બે સાથીઓ પશુઓ ભરીને લઈ જતી ટ્રકનો પીછો કરી રહ્યા હતા. બાબાએ ટ્રકને ઓવરટેક કરી અને તેની સામે પોતાનું બાઇક પાર્ક કર્યું. અચાનક, ડ્રાઇવરે ટ્રકની સ્પીડ વધારી દીધી અને બાબાને કચડી નાખ્યા અને ભાગી ગયા હતા. બાબાનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. આ ઘટનાના સમાચાર વિસ્તારમાં આગની જેમ ફેલાઈ ગયા. થોડી જ વારમાં, હજારો લોકો દિલ્હી-મથુરા હાઇવે પર એકઠા થઈ ગયા અને આરોપીઓનું એન્કાઉન્ટર કરવાની માંગ કરી. તેમણે હાઇવે બ્લોક કરી દીધો, રસ્તો ખુલ્લો કરાવવા માટે પોલીસે લોકોને ખદેડ્યા હતા. લોકોએ પથ્થરમારો કર્યો, જેના કારણે કેટલાક પોલીસકર્મીઓ લોહીલુહાણ થઈ ગયા. તેમના સાથીઓનો આરોપ છે કે શનિવારે સવારે 5 વાગ્યે, સંત ગાય તસ્કરીની શંકા સાથે તેમની બાઇક પર ટ્રકનો પીછો કરી રહ્યા હતા. તેમણે ટ્રકને ઓવરટેક કરી અને ટ્રકની આગળ પોતાની બાઇક ઉભી રાખી દીધી. ટ્રકને રોકવાનો ઈશારો કરતા ડ્રાઇવરે પુરપાટ ઝડપે ટ્રક દોડાવીને બાબાને કચડી નાખ્યા હતા. લોકોએ 5 થી 6 પોલીસ વાહનોમાં તોડફોડ કરી, ગાડીઓના કાચ તોડી નાખ્યા. આ દરમિયાન ફાયરિંગ પણ થયું. પરિસ્થિતિ કાબુ બહાર જતી જોઈને પોલીસે લાઠીચાર્જ કર્યો અને ટીયર ગેસના શેલ છોડ્યા. આ દરમિયાન, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ઘટનાની નોંધ લીધી અને અધિકારીઓને કડક કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યો. તેમણે કહ્યું કે આરોપીઓને છોડવામાં આવશે નહીં. DIG શૈલેષ પાંડેએ જણાવ્યું કે બાબા શંકાના આધારે એક ટ્રકને રોકીને તપાસ કરી રહ્યા હતા. સવારે ધુમ્મસને કારણે પાછળથી આવતી એક ટ્રકે ઉભેલી ટ્રકને ટક્કર મારી દીધી. જેમાં બાબા ઝપેટમાં આવી ગયા. ડીઆઈજીએ સ્પષ્ટતા કરી કે ટ્રકમાં કોઈ ગૌ-વંશ નહોતા. તેમણે કહ્યું કે ઉપદ્રવ કરવારા લોકો સામે કાર્યવાહી કરવામાં આવશે. ફોટા જુઓ- લોકોએ પોલીસ વાહનોમાં તોડફોડ કરી, જેના કારણે ઘણા પોલીસકર્મીઓ લોહીલુહાણ થઈ ગયા.
    Click here to Read More
    Previous Article
    ગોલ્ડન ટેમ્પલમાં યુવરાજ સિંહ-હાર્દિક પંડ્યાને ખુલ્લા માથે બતાવ્યા:બાકીના ક્રિકેટર-એક્ટરના માથા ઢાંકેલા બતાવ્યા, ફેન્સે AI ફોટો બનાવી ધાર્મિક લાગણીને ઠેસ પહોંચાડી
    Next Article
    મધ્યપ્રદેશની મહિલાને ખેંચ આવતા સિક્કો દાંત વચ્ચે મૂકતા ગળામાં ફસાયો:સયાજી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત, પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ સાચું કારણ સામે આવશે

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment