Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પહેલાં નામ બદલાયું, હવે રિલીઝ ડેટ ટળી:સલમાન ખાનની ફિલ્મ 'માતૃભૂમિ'ના મહત્ત્વપૂર્ણ સીનનું શૂટિંગ બાકી હોવાની ચર્ચા

    1 week ago

    સલમાન ખાનની બહુપ્રતિક્ષિત ફિલ્મ 'માતૃભૂમિ' (અગાઉ બેટલ ઓફ ગલવાન)ની રિલીઝ હાલ પૂરતી ટાળી દેવામાં આવી છે. સ્ક્રિપ્ટમાં કેટલાક ફેરફારોને કારણે ફિલ્મની રિલીઝ ડેટ પાછળ ઠેલાવવામાં આવી હોવાનો દાવો કરાયો છે. તાજેતરમાં 'ઇન્ડિયા ટુડે'ના એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, વિલંબનું એક મોટું કારણ સિંગર-એક્ટર પ્રશાંત તામાંગનું અવસાન પણ છે. પ્રશાંત તામાંગ મુખ્ય વિલનની ભૂમિકા ભજવવાનો હતો જોકે, હજુ સુધી મેકર્સે સત્તાવાર રીતે ફિલ્મની રિલીઝ ડેટમાં કોઈ ફેરફાર કર્યો નથી. નોંધનીય છે કે, અગાઉ ફિલ્મની રિલીઝ 17 એપ્રિલે નક્કી કરવામાં આવી હતી. રિપોર્ટમાં ફિલ્મ સાથે સંકળાયેલા એક સૂત્રના હવાલેથી જણાવવામાં આવ્યું કે, 'ઇન્ડિયન આઇડલ 3'ના વિજેતા અને એક્ટર પ્રશાંત તામાંગને મુખ્ય વિલનના રોલ માટે સાઇન કરવામાં આવ્યો હતો અને તેણે ઘણા મહત્ત્વના સીનની શૂટિંગ પણ પૂરી કરી લીધી હતી. જોકે, આ વર્ષે જાન્યુઆરીમાં તેના નિધન પહેલા કેટલાક મહત્ત્વના સીનની શૂટિંગ બાકી હતી. સૂત્રએ જણાવ્યું કે, 'ટીમના કેટલાક શેડ્યૂલ નક્કી હતા, જેમાં પ્રશાંતને ખૂબ જ મહત્વપૂર્ણ સીન શૂટ કરવાના હતા. તેના ગયા પછી ટીમ ઊંડા સંકટમાં છે.' જોકે, મેકર્સે શરૂઆતમાં તેના સીન રીશૂટ કરવાનું વિચાર્યું હતું, પરંતુ હાલમાં તે શક્ય લાગતું નથી. સૂત્રએ કહ્યું, 'ક્લોઝ-અપ શોટ્સ મેનેજ કરી શકાય છે, પરંતુ તે એક મોટા એક્શન સિક્વન્સનો પણ ભાગ હતો. આ માત્ર આર્થિક રીતે જ મુશ્કેલ નહીં હોય પરંતુ લોજિસ્ટિક્સની દૃષ્ટિએ પણ મુશ્કેલ હશે.' સલમાનની તારીખો પણ ઉપલબ્ધ નથી આ ઉપરાંત સૂત્રએ જણાવ્યું કે, સલમાન ખાનની તારીખો ઉપલબ્ધ નથી અને તેના લુકની સાતત્યતા પણ મુશ્કેલીઓ વધારી રહી છે, જેના કારણે ટીમ માટે પરિસ્થિતિઓ વધુ પડકારજનક બની રહી છે. AI અને VFXની મદદ લેવાય તેવી શક્યતા એક સમયે, ટીમ કાં તો આ ભૂમિકા માટે અન્ય કોઈ એક્ટરને કાસ્ટ કરવાનું વિચારી રહી હતી અથવા AI અને VFX નો ઉપયોગ કરીને બાકીના દ્રશ્યોમાં પ્રશાંતનો ચહેરો ઉમેરવાનું વિચારી રહી હતી. જોકે, આ માટે તેમના પરિવારની મંજૂરી જરૂરી રહેશે. સૂત્રએ આગળ જણાવ્યું, 'આ મહિનાના અંત સુધીમાં નિર્ણય લેવાઈ જશે, કારણ કે ફિલ્મને પૂરી કરવી અને પોસ્ટ-પ્રોડક્શન શરૂ કરવું જરૂરી છે. રિલીઝ ડેટ હજુ નક્કી થઈ નથી, પરંતુ વિષયને જોતાં, તેને સ્વતંત્રતા દિવસે રિલીઝ કરી શકાય છે.' નોંધનીય છે કે, પહેલા આ ફિલ્મનું નામ 'બેટલ ઓફ ગલવાન' હતું, જેને હવે બદલીને 'માતૃભૂમિ: મે વોર રેસ્ટ ઇન પીસ' કરી દેવામાં આવ્યું છે. આ બદલાવ ફિલ્મની વાર્તાના ઊંડા ભાવ અને યુદ્ધ વચ્ચે માનવતાના સંદેશને દર્શાવવા માટે કરવામાં આવ્યો છે. ફિલ્મને સલમાન ખાન ફિલ્મ્સના બેનર હેઠળ સલમા ખાને પ્રોડ્યુસ કરી છે, જ્યારે અપૂર્વ લાખિયા તેના ડિરેક્ટર છે.
    Click here to Read More
    Previous Article
    Man assaulted by ‘gau sevaks’ for transporting cows in Haridwar; 5 detained
    Next Article
    UCC મુદ્દે ઈદના દિવસે ઓવૈસીની પાર્ટીનું પ્રદર્શન:અમદાવાદની જુમ્મા મસ્જિદ બહાર બેનરો દર્શાવીને વિરોધ; કહ્યું- લિવ-ઇનને પ્રોત્સાહન આપે છે

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment