Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'ચાલો થાઈલેન્ડ મસાજ કરાવવા..':બેરોજગાર યુવાનોને લાલચ આપી થાઈલેન્ડ લઈ જતા, ત્યાંથી કરોડોનો ગાંજો ગુજરાત મોકલતા; એરપોર્ટ આસપાસ પેડલરો વોચ રાખતા

    5 days ago

    અમદાવાદમાં SOGએ એક મહિના અગાઉ કરોડોનો હાઈબ્રિડ ગાંજો ઝડપી પાડ્યો હતો. આ કેસમાં આરોપીની ધરપકડ બાદ ચોંકાવનારો ખુલાસો થયો છે. યુવાનોને થાઈલેન્ડની ટ્રીપની લાલચ આપીને મસાજ કરાવીને ગાંજો લેતા આવોની ઓફર આપીને ગાંજાની હેરાફેરી કરાવવામાં આવતી હતી. ઉલ્લેખનીય છેકે, અમદાવાદ SOGએ સરદારનગર પોલીસ સ્ટેશન નજીકથી એક મહિલા સહિત બે પેડલરને અંદાજે રૂ. 8 કરોડના હાઈબ્રીડ ગાંજા સાથે ઝડપી પાડતા સમગ્ર રેકેટ બહાર આવ્યું છે. પોલીસના હાથે ઝડપાયેલી જીયા ઉર્ફે જેસીકા ઉર્ફે આકાંક્ષા પ્રજાપતિ તેના પિતરાઈ ભાઈ ચેતન પ્રજાપતિ સાથે ગાંજો વેચવા નીકળી હતી. ત્યારે એસઓજીની ટીમે દરોડો પાડી ભાઈ-બહેનને ઝડપી લીધા હતાં. યુવતીએ ડ્રગ્સ માફીયાના કહેવાથી ગાંજાની તસ્કરી માટે ચાર રાજસ્થાનના યુવકોની ફોજ તૈયાર કરી હતી. ફરવાના શોખીન અને બેરોજગાર યુવાનો ટાર્ગેટ કરતાં પૂછપરછ દરમિયાન બહાર આવ્યું કે, જીયાની ઓળખ થાઈલેન્ડમાં સુરતના મિલન વઘાસીયા સાથે થઈ હતી. ત્યારબાદ તેની ઓળખાણ અમદાવાદના અમન જોશી સાથે કરાવવામાં આવી હતી. અમન જોશી અને મિલન વઘાસીયા થાઈલેન્ડથી મોટા પ્રમાણમાં હાઈબ્રીડ ગાંજો ગુજરાતમાં લાવતા હોવાનું સામે આવ્યું છે. તેમણે જીયાને ગાંજાની હેરાફેરીમાં કરવા માટે લાખો રૂપિયાની ઓફર કરી હતી. જો કે જીયાએ પોતે ગાંજો લાવવાનો ઇનકાર કર્યો હતો. ત્યારબાદ તેને જરૂરિયાતમંદ અને બેરોજગાર યુવાનો શોધી આપવા માટે કવાયત કરી હતી. ટ્રીપ મુજબ કમિશન આપવાની લાલચ આપતાં દરેક ટ્રીપના લાખો રૂપિયાનું કમિશન આપવાની લાલચ આપી યુવાનોને થાઈલેન્ડ મોકલવામાં આવતા હતાં.જીયાએ ચાર યુવકો શોધી આપ્યા હતા, જે થાઈલેન્ડ જઈ હાઈબ્રીડ ગાંજો લઈને આવ્યા હોવાનું ખુલ્યું છે. આ ચારેય પેડલરો શોધી આપવા બદલ જીયાને પણ તગડું કમિશન આપવાની ઓફર કરવામાં આવી હતી.એસઓજીએ ગાંજાના મુખ્ય સપ્લાયર અમન જોશી અને મિલન વઘાસીયાને પણ ઝડપી લીધા હતા. યુવાનોને હરવા ફરવા મોકલીને ગાંજાની હેરાફેરી આ પ્રકરણની તપાસમાં એવી વિગતો સામે આવી હતું કે, જે યુવાનો પાસે કોઈ કામ ધંધો નથી તેમને ગાંજાના સપ્લાયરો થાઈલેન્ડના પ્રવાસે મોકલે છે. તેમનો હરવા ફરવાનો ખર્ચો ઉપાડતા હતા અને ત્યાં તેમને મોજ શોખ માટેની સુવિધા પણ કરી આપવામાં આવતી હતી. અમદાવાદ ને મુંબઈ શહેરમાં સપ્લાય કરતાં આ ઉપરાંત જ્યારે યુવાનો પરત અમદાવાદ અથવા મુંબઈ આવે ત્યારે તેમણે ચોક્કસ પ્રમાણમાં ગાંજા કે બેગ આપવામાં આવતી હતી, તે સલામત રીતે તેમણે અમદાવાદ અથવા મુંબઈના સપ્લાય અને પહોંચાડી દેતા હતાં. ગાંજાનો જથ્થો સપ્લાયર પાસે પહોંચી જાય ત્યારે તેમને નક્કી કરેલું કમિશન મળી જતું હતું. જો આ કવાયત દરમિયાન ઝડપાઈ જાય તો તેને છોડાવવાની સંપૂર્ણ જવાબદારી પણ સપ્લાયરો નિભાવતા હતા. જેને કારણે ગાંજાની દાણચોરી અને હેરાફેરી મોટા પ્રમાણમાં ચાલી રહી છે. સપ્લાયરોનો એરપોર્ટ પર પોતાની ગોઠવણ હોવાનો દાવો તાજેતરમાં ગાંજા સાથે જે પેડલર ઝડપાયા છે તેમની પૂછપરછમાં એવી ચોકાવનારી વિગતો પણ સામે આવી છે કે, તેઓ પહેલી વખત થાઈલેન્ડ ગયા હતા. જ્યારે કેટલાક ઘણી વખત થાઈલેન્ડ જઈ આવ્યા છે. સપ્લાયરો એરપોર્ટ પર પોતાની ગોઠવણ હોવાનો દાવો કરે છે. ‘ગ્રીન સિગ્નલ’ મળ્યા બાદ જ પેડલરો ગાંજો લઈને ફ્લાઇટ જતાં અમદાવાદ અને સુરત એરપોર્ટ પરથી ‘ગ્રીન સિગ્નલ’ મળ્યા બાદ જ પેડલરોને ગાંજો લઈને ફ્લાઇટમાં બેસાડવામાં આવતા હોવાની વિગતો સામે આવી હતી.આ સમગ્ર મામલે એસઓજી વધુ તપાસ કરી રહી છે અને આંતરરાજ્ય તથા આંતરરાષ્ટ્રીય સ્તરે ફેલાયેલા નેટવર્કના મૂળ સુધી પહોંચવાના પ્રયાસ થઈ રહ્યાં છે. આ પણ વાંચો બેંગકોકથી સામાનમાં છુપાવી લવાતો 6.5 કરોડનો હાઈબ્રિડ ગાંજો ઝડપાયો હીરાનગરી સુરતનું આંતરરાષ્ટ્રીય એરપોર્ટ હવે દાણચોરો માટે જોખમી બની રહ્યું છે. સુરત એરપોર્ટ કસ્ટમ્સ વિભાગે એક મોટી કાર્યવાહી કરતા બેંગકોકથી આવેલા બે જયપુરના મુસાફરો પાસેથી કરોડોની કિંમતનો ઉચ્ચ ગુણવત્તાનો 6.5 કરોડનો 6.4 કિલો હાઈબ્રિડ ગાંજો જપ્ત કર્યો. આ મામલે કસ્ટમ્સ વિભાગે બંને યુવકોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. (વાંચો સંપૂર્ણ સમાચાર) રાજકોટમાં અણીયારા ગામમાં તુવેરની ખેતી વચ્ચે ગાંજાનું વાવેતર રાજકોટ શહેર આજીડેમ પોલીસ દ્વારા અણીયારા ગામની સીમમાં ઘઉં અને તુવેરની ખેતી વચ્ચે કરવામાં આવેલ ગાંજાની ખેતી ઝડપી પાડવામા આવી. જેમાં ગાંજાના 64 છોડ ઝડપી પાડી ભીનો અને સૂકો મળી કુલ 1.11 કરોડ કિંમતનો 223 કિલોગ્રામ જેટલો ગાંજાનો જથ્થો પોલીસે ઝડપ્યો હતો. વાવેતર કરનાર આરોપી હના સવા ગાબુની ધરપકડ કરવામાં આવી હતી. 31 ડિસેમ્બર પૂર્વે રાજકોટ પોલીસને મોટી સફળતા મળી હતી. (વાંચો સંપૂર્ણ સમાચાર)
    Click here to Read More
    Previous Article
    બોટાદના બેલા પાસે ફટાકડાના કારખાનામાં જીવલેણ બ્લાસ્ટ:આગમાં એક શ્રમિકનું મોત, માલિક સહિત બે ગંભીર ઈજાગ્રસ્ત; હોસ્ટિલ ખસેડાયા
    Next Article
    SS Rajamouli reviews Dhurandhar 2: Aditya Dhar ‘hit it out of the park’ with the 4-hour long film, Ranveer Singh serves ‘masterclass’ in acting

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment