Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બોટાદના બેલા પાસે ફટાકડાના કારખાનામાં જીવલેણ બ્લાસ્ટ:આગમાં એક શ્રમિકનું મોત, માલિક સહિત બે ગંભીર ઈજાગ્રસ્ત; હોસ્ટિલ ખસેડાયા

    4 days ago

    બોટાદ જિલ્લાના બેલા અને ટીંબલા ગામ વચ્ચે આવેલી ફટાકડા ના કારખાનામાં આગ લાગી હતી. આ ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું છે, જ્યારે અન્ય બે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. બરવાળા તાલુકાના બેલા અને ટીંબલા ગામ વચ્ચે વાડી વિસ્તારમાં આવેલ આ કારખાનાના એક રૂમમાં રાખેલા કાચા માલમાં આગ લાગી હતી. આગ લાગતાની સાથે જ જોરદાર ધડાકા સાથે બ્લાસ્ટ થયો હતો. આ બ્લાસ્ટ થતાં કારખાનાના પતરા પણ 100 મીટર દૂર જઈને પડ્યા હતા. બ્લાસ્ટમાં કારખાનાના માલિક સહિત ત્રણ પુરુષો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. તેમાંથી એક શ્રમિકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે ફેક્ટરી માલિક અને અન્ય એક શ્રમિકને ગંભીર હાલતમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં જ બરવાળા પીઆઈ વસાવા સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. ફાયર એસ્ટીંગ્યુશરની મદદથી આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    ‘નીકળ લુખ્ખા, મારુ પો.સ્ટેશન છે અહીં મારું ચાલશે’:હોશિયારી નીકળી જશે હમણાં; અમદાવાદમાં ફરિયાદ લખાવવા આવેલા કંપનીના માલિક સાથે PSIનું અસભ્ય વર્તન
    Next Article
    'ચાલો થાઈલેન્ડ મસાજ કરાવવા..':બેરોજગાર યુવાનોને લાલચ આપી થાઈલેન્ડ લઈ જતા, ત્યાંથી કરોડોનો ગાંજો ગુજરાત મોકલતા; એરપોર્ટ આસપાસ પેડલરો વોચ રાખતા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment