Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મુસ્લિમ અગ્રણીઓએ જામનગર પોલીસની કામગીરી બિરદાવી:રમઝાન માસમાં વેપારીઓને સહકાર બદલ આભાર વ્યક્ત કર્યો

    1 week ago

    જામનગરના મુસ્લિમ અગ્રણીઓએ રમઝાન માસ દરમિયાન સહકાર બદલ સિટી-એ ડિવિઝન પોલીસનો આભાર વ્યક્ત કર્યો છે. ઈદ-ઉલ-ફિત્રના પવિત્ર અવસરે અગ્રણીઓએ સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી હતી અને પીઆઈ નિકુંજસિંહ ચાવડા તથા તેમના સ્ટાફની કામગીરીને બિરદાવી હતી. પોલીસે રમઝાન માસ દરમિયાન શહેરના પાંચ હાટડી વિસ્તારમાં ખાણી-પીણીના વેપારીઓને મોડી રાત સુધી દુકાનો ખુલ્લી રાખવા માટે સારો સહયોગ પૂરો પાડ્યો હતો. આનાથી નાના ધંધાર્થીઓ અને વેપારીઓને તેમનો વ્યાપાર ચાલુ રાખવામાં મદદ મળી હતી. આભાર વ્યક્ત કરવા માટે ઉપસ્થિત રહેલા અગ્રણીઓમાં જુમ્મા મસ્જિદ ટ્રસ્ટ બોર્ડના પ્રમુખ હાજી અબ્દુલરશીદભાઈ લુશવાલા, મુસ્લિમ મહિલા અગ્રણી સહારાબેન મકવાણા, બુલંદી ગ્રુપના પ્રમુખ અસલમભાઈ સોરા, મોશીનભાઈ ખફી, કસાઈ સમાજના અગ્રણી નૂરમામદભાઈ સમા, બાબરભાઈ લાખા, જુમ્મા મસ્જિદ ટ્રસ્ટ બોર્ડના ટ્રસ્ટી મુસ્તાકભાઈ ખફી અને રિયાઝભાઈ મકરાણી સહિત પાંચ હાટડી વિસ્તારના મોટી સંખ્યામાં વેપારીઓ સામેલ હતા.
    Click here to Read More
    Previous Article
    સામાન્ય બાબતમાં બે રિક્ષા ચાલકો વચ્ચે બોલાચાલી:વાસણઘાટ સર્કલે પેસેન્જર ભરવા બાબતે રિક્ષા ચાલક પર લાકડાના ધોકાથી હુમલો, માથામાં 4 ટાંકા આવ્યા
    Next Article
    ફરજ પરના પોલીસકર્મી પર છરી વડે હુમલાનો પ્રયાસ:ચિત્રા વિસ્તારમાં માથાકૂટ શાંત પાડવા ગયેલી પોલીસ પર હુમલો, PCR વાનમાં પણ કરી તોડફોડ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment