Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણ જિલ્લામાં રમઝાન ઈદની ઉજવણી:મુસ્લિમ બિરાદરોએ નમાઝ અદા કરી, ભાઈચારાનો સંદેશ આપ્યો

    1 week ago

    પાટણ શહેર અને જિલ્લામાં મુસ્લિમ સમાજે રમઝાન ઈદ (ઈદ-ઉલ-ફિત્ર) ની હર્ષોલ્લાસભેર ઉજવણી કરી. રમઝાન માસ પૂર્ણ થતાં આજે સિદ્ધિ સરોવર સામે આવેલ ઈદગાહ ખાતે મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરોએ વિશેષ નમાઝ અદા કરી હતી. નમાઝ બાદ સૌએ એકબીજાને ગળે મળી ઈદની શુભકામનાઓ પાઠવી હતી. ઈસ્લામમાં પવિત્ર ગણાતો રમઝાન મહિનો પૂર્ણ થતાં આ પર્વ કૃતજ્ઞતા, એકતા અને ભાઈચારાનું પ્રતીક છે. ઈદ-ઉલ-ફિત્ર કરુણા, ઉદારતા અને એકતાના મૂલ્યોનું દર્શન કરાવે છે, જે દરેકના જીવનમાં આનંદ અને પરિપૂર્ણતા સાથે ભાઈચારો વધારે છે. આ પ્રસંગે મૌલાના ઇમરાને ઈદનો સંદેશ પાઠવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, આપણે સૌ ભારતીયો એક જ પરમ પિતા પરમાત્માના સંતાનો છીએ. શાંતિ તથા ભાઈચારાથી રહેવાની શીખ આપી હતી.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદમાં ઇદના દિવસે UCCના વિરોધમાં AIMIMનું વિરોધ પ્રદર્શન:જુમ્મા મસ્જિદ બહાર 'UCC હટાવો દેશ બચાવો, UCC રદ કરો'ના બેનરો સાથે પ્રદર્શન, કહ્યું-લિવ-ઇનને પ્રોત્સાહન આપે છે
    Next Article
    સામાન્ય બાબતમાં બે રિક્ષા ચાલકો વચ્ચે બોલાચાલી:વાસણઘાટ સર્કલે પેસેન્જર ભરવા બાબતે રિક્ષા ચાલક પર લાકડાના ધોકાથી હુમલો, માથામાં 4 ટાંકા આવ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment