Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આજે ચૈત્રી નવરાત્રિનું ત્રીજું નોરતું:ત્રિદેવના તેજમાંથી પ્રગટેલા માતા ચંદ્રઘંટાની આરાધનાનું અનેરું મહત્ત્વ; જાણો પૂજા-વિધિ

    6 days ago

    આજે ચૈત્રી નવરાત્રિનું ત્રીજું નોરતું છે. ત્રીજા નોરતે માતાના ચંદ્રઘંટા રૂપની આરાધના કરવામાં આવે છે. મા ચંદ્રઘંટાનું સ્વરૂપ સુવર્ણ જેવું કાંતિવાન અને સૂર્યના પ્રખર તેજ જેવી દિવ્યતા ધરાવે છે. તેમના માથા પર ઘંટ આકારનો અર્ધચંદ્ર છે, જેથી તેમને ચંદ્રઘંટા કહેવામાં આવે છે. માતાજીએ દસ ભુજામાં ધનુષ-બાણ, તલવાર, ત્રિશૂળ, ગદા તેમજ કમળ અને કમંડળ ધારણ કરેલાં છે. તેમના કંઠે સફેદ પુષ્પનું માળા અને મસ્તક પર રત્નજડિત મુગટ વિદ્યમાન છે. માતા ચંદ્રઘંટાની પૂજા કરવાથી ભક્તોના ભયનો નાશ થાય છે અને તેમનામાં સાહસ તેમજ વીરતાના ગુણોનો સંચાર થાય છે તેવી માન્યતા છે. પૌરાણિક કથા પૌરાણિક કથા અનુસાર, જ્યારે અસુરોનો અત્યાચાર અત્યંત વધી ગયો અને દેવતાઓ પર સંકટ વધવા લાગ્યું, ત્યારે દેવીએ ચંદ્રઘંટાનું સ્વરૂપ ધારણ કર્યું હતું. કહેવાય છે કે, તે સમયે મહિષાસુર અને દેવતાઓ વચ્ચે ભયંકર યુદ્ધ ચાલી રહ્યું હતું. દેવતાઓની પીડા અને દુઃખ સાંભળીને ત્રિદેવ (બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ) ક્રોધિત થઈ ઉઠ્યા. ત્યારબાદ તેમના તેજ અને ઊર્જામાંથી એક દિવ્ય શક્તિ પ્રગટ થઈ, જેમને 'માતા ચંદ્રઘંટા' તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ દેવતાઓએ દેવીને વિવિધ અસ્ત્ર-શસ્ત્ર અને સિંહનું વાહન અર્પણ કર્યું. આ દિવ્ય શક્તિઓથી સજ્જ થઈને માતા ચંદ્રઘંટાએ મહિષાસુરનો સંહાર કર્યો હતો. ચંદ્રઘંટા માતાની પૂજા-વિધિ માતા ચંદ્રઘંટાના પૂજન સમયે કમળનું પુષ્પ કે શંખપુષ્પી અર્પણ કરો. નૈવેદ્યમાં દેવીને દૂધનો માવો, દૂધની મીઠાઇ અથવા ખીર ધરાવો. માતાજીને સફરજન ધરાવો. માતા ચંદ્રઘંટાના આશીર્વાદ મેળવવા માટે આ મંત્રોનો જાપ કરવામાં આવે છે.
    Click here to Read More
    Previous Article
    EID Ul-Fitr 2026 LIVE : पूरे भारत देश में मनाई जा रही ईद | Eid 2026 | Jama Masjid | Eid prayers
    Next Article
    ટ્રમ્પે કહ્યું- ઈરાનને તબાહ કરી રહ્યા છીએ, યુદ્ધવિરામ નહીં કરીએ:મને લાગે છે કે અમે જીતી ગયા છીએ, તેમની નેવી, એરફોર્સ, એર ડિફેન્સ બધું જ ખતમ

    Related Religion Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment