Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોડાસામાં ચેટીચાંદ પર્વની ભવ્ય ઉજવણી:સિંધી સમાજે શોભાયાત્રા કાઢી, 'આયોલાલ ઝુલેલાલ'ના નાદથી ગુંજ્યું શહેર

    1 week ago

    મોડાસામાં સિંધી સમાજે ચૈત્ર સુદ બીજના રોજ ચેટીચાંદ પર્વની ભવ્ય ઉજવણી કરી. આ દિવસ ભગવાન ઝૂલેલાલની જયંતિ અને સિંધી નવવર્ષ તરીકે હર્ષોલ્લાસથી ઉજવાય છે. અરવલ્લી જિલ્લાના મોડાસા સિંધી સમાજ દ્વારા ભવ્ય શોભાયાત્રા, 'બહેરાણા સાહેબ'ની પૂજા, ભજન-કીર્તન અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પર્વ એકતા, શ્રદ્ધા અને સંસ્કૃતિ જાળવવાનો સંદેશ આપે છે, જેને સિંધી લોકો 'સિંધીયત જો ડીંહું' તરીકે ઉજવે છે. મોડાસા શહેરમાં ભવ્ય બાઇક રેલી અને શોભાયાત્રા કાઢવામાં આવી હતી, જેમાં 'આયોલાલ ઝુલેલાલ'ના નારા સાથે લોકો ઝૂમી ઉઠ્યા હતા. સમાજના લોકોએ એકત્રિત થઈને ભજન-કીર્તન, સાંસ્કૃતિક કાર્યક્રમો અને સામૂહિક પ્રસાદનું આયોજન કર્યું હતું. મોડાસા સિંધી સમાજે સાંઈ ઝુલેલાલની પૂજા-અર્ચના કરીને ચેટીચાંદ પર્વની હર્ષોલ્લાસપૂર્વક ઉજવણી કરી. ખાસ કરીને, વહાણાકાર બનાવેલા 'બહાણા સાહેબ'માં જ્યોત, મિસરી, ફોતા, એલચી, અખા મીઠાઈ, નાળિયેર અને તાજા ફળો ભરી ઓધારી તળાવમાં જળપૂજા કરી વિસર્જન કરવામાં આવ્યું હતું, જે ભગવાન ઝુલેલાલ પ્રત્યે કૃતજ્ઞતા દર્શાવે છે. પૌરાણિક કથાઓ અનુસાર, ભગવાન ઝૂલેલાલે હિંદુ સંસ્કૃતિ અને ધર્મને બચાવવા માટે અવતાર લીધો હતો. જ્યારે મિરાખશાહ નામના મુસ્લિમ રાજાએ સિંધ પ્રદેશ પર શાસન કર્યું અને ધર્મ પરિવર્તન શરૂ કર્યું, ત્યારે લોકોએ ભગવાન વરુણને પ્રાર્થના કરી. ભગવાન વરુણ તેમની ભક્તિથી પ્રસન્ન થયા અને માછલી પર બેસીને દિવ્ય દર્શન આપ્યા. તેમણે ભક્તોને આશ્વાસન આપ્યું કે તેઓ નસરપુરમાં ભક્ત રતનરાયના ઘરે માતા દેવકીના ગર્ભમાંથી જન્મ લેશે. વચન મુજબ, રતનરાયના ઘરે વરુણ દેવનો જન્મ થયો, જેના પછી મીરાખશાહનો આતંક સમાપ્ત થયો. ચેટીચાંદ નવવર્ષની શરૂઆતનું પ્રતીક છે અને ભગવાન ઝૂલેલાલને સત્ય, ન્યાય અને શાંતિના પ્રતીક તરીકે પૂજવામાં આવે છે. આ દિવસ સિંધી સંસ્કૃતિ અને પરંપરાને જીવંત રાખે છે. શોભાયાત્રામાં ભક્તો દ્વારા "આયો લાલ ઝૂલેલાલ"ના જયઘોષથી વાતાવરણ ભક્તિમય બન્યું હતું.
    Click here to Read More
    Previous Article
    ભાવનગરમાં શ્રી કૈવલ્યાનંદ સ્વામી દેરી ખાતે બટુક ભોજન યોજાયું:500થી વધુ બાળકોએ ભોજનનો લાભ લીધો
    Next Article
    Man Urges PM Modi To Curb Father's Sugar Consumption, Receives Sweet Reply

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment